Ahmedabad: શાહીબાગમાં પ્રેમીએ પ્રેમિકાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા!

અમદાવાદમાં પ્રેમ અને પ્રેમમાં હત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, અમદાવાદના શાહીબાગના નમસ્તે સર્કલ પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનના વોકિંગ ટ્રેક પરથી 30 વર્ષીય પરિણીત મહિલાની હત્યા પ્રેમીએ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે.લાશ જોયા બાદ અજાણ્યો વ્યક્તિ બૂમો પાડવા લાગ્યો ગઈકાલે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં હત્યા કરાયેલી લાશ મળી હતી. જોકે ત્યાંથી નીકળતા કોઈ વ્યક્તિએ આ લાશ જોયા બાદ બૂમો પાડવા લાગ્યો હતો અને તરત જ પોલીસને આ અંગેની જાણ કરાઈ હતી. આ બનાવની જાણ થતાં માધુપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર વાઘેલા ત્યાં પહોંચ્યા હતા અને તેમણે આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. મહિલાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી પોલીસ તપાસ કરતા સામે આવ્યું હતું કે, મૃતક મહિલાને તેના ઘરની નજીક રહેતા કૌશિક મકવાણા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. મૃતક પ્રેમી નમસ્તે સર્કલ નજીક કોર્પોરેશનના ગાર્ડનમાં મળવા પ્રેમિકાને પહોંચ્યો હતો. જ્યાં તેણે મહિલાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી, ત્યારબાદ આરોપી કૌશિક પોતાની બાઈક લઈને વાડજ ખાતે આવેલા રિવરફ્રન્ટે ગયો હતો. જ્યાં તેણે સાબરમતી નદીમાં કુદીને આપઘાત કરી લીધો હતો. જેની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ ગણતરીના કલાકમાં કૌશિક મકવાણાની લાશ શોધી કાઢી હતી. મૃતક આરોપી PSI ભરતીની તૈયારી કરતો હતો મૃતક આરોપી PSI ભરતીની તૈયારી કરતો હતો અને આગામી ભરતી પ્રક્રિયામાં સામેલ થવાનો હતો. જોકે, ગણતરીના કલાકોમાં જ PSIની ભરતી થવાની છે, તે પહેલાં મૃતક આરોપી કૌશિક મકવાણાએ પ્રેમિકાની હત્યા કરી આપઘાત કરી લીધો છે.

Ahmedabad: શાહીબાગમાં પ્રેમીએ પ્રેમિકાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં પ્રેમ અને પ્રેમમાં હત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, અમદાવાદના શાહીબાગના નમસ્તે સર્કલ પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનના વોકિંગ ટ્રેક પરથી 30 વર્ષીય પરિણીત મહિલાની હત્યા પ્રેમીએ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે.

લાશ જોયા બાદ અજાણ્યો વ્યક્તિ બૂમો પાડવા લાગ્યો

ગઈકાલે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં હત્યા કરાયેલી લાશ મળી હતી. જોકે ત્યાંથી નીકળતા કોઈ વ્યક્તિએ આ લાશ જોયા બાદ બૂમો પાડવા લાગ્યો હતો અને તરત જ પોલીસને આ અંગેની જાણ કરાઈ હતી. આ બનાવની જાણ થતાં માધુપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર વાઘેલા ત્યાં પહોંચ્યા હતા અને તેમણે આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

મહિલાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી

પોલીસ તપાસ કરતા સામે આવ્યું હતું કે, મૃતક મહિલાને તેના ઘરની નજીક રહેતા કૌશિક મકવાણા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. મૃતક પ્રેમી નમસ્તે સર્કલ નજીક કોર્પોરેશનના ગાર્ડનમાં મળવા પ્રેમિકાને પહોંચ્યો હતો. જ્યાં તેણે મહિલાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી, ત્યારબાદ આરોપી કૌશિક પોતાની બાઈક લઈને વાડજ ખાતે આવેલા રિવરફ્રન્ટે ગયો હતો. જ્યાં તેણે સાબરમતી નદીમાં કુદીને આપઘાત કરી લીધો હતો. જેની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ ગણતરીના કલાકમાં કૌશિક મકવાણાની લાશ શોધી કાઢી હતી.

મૃતક આરોપી PSI ભરતીની તૈયારી કરતો હતો

મૃતક આરોપી PSI ભરતીની તૈયારી કરતો હતો અને આગામી ભરતી પ્રક્રિયામાં સામેલ થવાનો હતો. જોકે, ગણતરીના કલાકોમાં જ PSIની ભરતી થવાની છે, તે પહેલાં મૃતક આરોપી કૌશિક મકવાણાએ પ્રેમિકાની હત્યા કરી આપઘાત કરી લીધો છે.