Ahmedabad: શહેરમાં શાકભાજીના ભાવ વચ્ચે સીંગતેલના ભાવ વધ્યા

સીંગતેલમાં રૂ.80નો થયો ભાવ વધારો શ્રાવણ માસ પૂર્વે સીંગતેલના ભાવમાં વધારો સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2800એ પહોંચ્યો અમદાવાદમાં શાકભાજીના ભાવ વચ્ચે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં સીંગતેલમાં રૂપિયા 80નો ભાવ વધારો થયો છે. શ્રાવણ માસ પૂર્વે સીંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેમાં સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2800એ પહોંચ્યો છે. તેમજ 2 અઠવાડિયામાં રૂપિયા 80નો વધારો થયો છે. ભાવ વધારાથી ઘરનું બજેટ ખોરવાયું છે ભાવ વધારાથી ઘરનું બજેટ ખોરવાયું છે. જેમાં યાર્ડમાં મગફળીની અવાક ઓછી થતા સીંગતેલના ભાવમાં વધારો થયો છે. શ્રાવણ મહિનો નજીક આવતા ફરસાણના વેપારીઓએ સ્ટોક કરવાનું શરૂ કરતા સિંગતેલની માગ વધી હોય તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે. તેમજ સિંગતેલ સિવાય અન્ય તેલની માગ ઘટતાં ભાવમાં રૂપિયા 30થી40નો ઘટાડો જોવા મળ્યો છે. 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનાની શરૂઆત થઇ રહી છે. આ મહિનામાં ઉપવાસ કરનારા લોકો સિંગતેલમાં બનેલી વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હોય છે.તેથી સિંગતેલમાં માગ વધી જવાથી વિતેલા બે સપ્તાહમાં સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે રૂ.80નો વધારો થયો છે. ઘર માટે 5 લીટર જાર વધારે વેચાય છે ઉલ્લેખનીય છે કે મગફ્ળીની આવકો પણ ઓછી રહેતા પિલાણ માટે કાચો માલ ન મળતો હોવાથી ભાવમાં વધારો થઇ રહ્યો છે. સિંગતેલ 15 કિલોનો ભાવ રૂપિયા 2,800 અને 5 લીટર ટીનનો ભાવ રૂપિયા 850 થયો છે. તેલના વેપારીઓના જણાવ્યા પ્રમાણે, શ્રાવણ આવી રહ્યો હોવાથી લોકો રસોઈના તેલની સાથે ફરાળ માટે સ્પેશિયલ સિંગતેલની ખરીદી કરે છે. આ ઉપરાંત ફરસાણના વેપારીઓ ફરાળી આઈટમો બનાવવા માટે સિંગતેલનો સ્ટોક કરી રહ્યા છે તેના કારણે માગ વધી રહી છે. ઘર માટે 5 લીટર જાર વધારે વેચાય છે જ્યારે વેપારીઓ 15 કિલો કે 15 લિટરનો ડબ્બો લેવાનું વધારે પસંદ કરતા છે. જોકે, સિંગતેલ સિવાયના કપાસિયા, પામોલીન જેવા અન્ય તેલની માગ ઘટી જવાથી ભાવમાં રૂ.30થી40નો ઘટાડો જોવા મળ્યો છે.

Ahmedabad: શહેરમાં શાકભાજીના ભાવ વચ્ચે સીંગતેલના ભાવ વધ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સીંગતેલમાં રૂ.80નો થયો ભાવ વધારો
  • શ્રાવણ માસ પૂર્વે સીંગતેલના ભાવમાં વધારો
  • સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2800એ પહોંચ્યો

અમદાવાદમાં શાકભાજીના ભાવ વચ્ચે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં સીંગતેલમાં રૂપિયા 80નો ભાવ વધારો થયો છે. શ્રાવણ માસ પૂર્વે સીંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેમાં સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2800એ પહોંચ્યો છે. તેમજ 2 અઠવાડિયામાં રૂપિયા 80નો વધારો થયો છે.

ભાવ વધારાથી ઘરનું બજેટ ખોરવાયું છે

ભાવ વધારાથી ઘરનું બજેટ ખોરવાયું છે. જેમાં યાર્ડમાં મગફળીની અવાક ઓછી થતા સીંગતેલના ભાવમાં વધારો થયો છે. શ્રાવણ મહિનો નજીક આવતા ફરસાણના વેપારીઓએ સ્ટોક કરવાનું શરૂ કરતા સિંગતેલની માગ વધી હોય તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે. તેમજ સિંગતેલ સિવાય અન્ય તેલની માગ ઘટતાં ભાવમાં રૂપિયા 30થી40નો ઘટાડો જોવા મળ્યો છે. 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનાની શરૂઆત થઇ રહી છે. આ મહિનામાં ઉપવાસ કરનારા લોકો સિંગતેલમાં બનેલી વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હોય છે.તેથી સિંગતેલમાં માગ વધી જવાથી વિતેલા બે સપ્તાહમાં સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે રૂ.80નો વધારો થયો છે.

ઘર માટે 5 લીટર જાર વધારે વેચાય છે

ઉલ્લેખનીય છે કે મગફ્ળીની આવકો પણ ઓછી રહેતા પિલાણ માટે કાચો માલ ન મળતો હોવાથી ભાવમાં વધારો થઇ રહ્યો છે. સિંગતેલ 15 કિલોનો ભાવ રૂપિયા 2,800 અને 5 લીટર ટીનનો ભાવ રૂપિયા 850 થયો છે. તેલના વેપારીઓના જણાવ્યા પ્રમાણે, શ્રાવણ આવી રહ્યો હોવાથી લોકો રસોઈના તેલની સાથે ફરાળ માટે સ્પેશિયલ સિંગતેલની ખરીદી કરે છે. આ ઉપરાંત ફરસાણના વેપારીઓ ફરાળી આઈટમો બનાવવા માટે સિંગતેલનો સ્ટોક કરી રહ્યા છે તેના કારણે માગ વધી રહી છે. ઘર માટે 5 લીટર જાર વધારે વેચાય છે જ્યારે વેપારીઓ 15 કિલો કે 15 લિટરનો ડબ્બો લેવાનું વધારે પસંદ કરતા છે. જોકે, સિંગતેલ સિવાયના કપાસિયા, પામોલીન જેવા અન્ય તેલની માગ ઘટી જવાથી ભાવમાં રૂ.30થી40નો ઘટાડો જોવા મળ્યો છે.