Ahmedabad શહેરમાં બનશે વધુ 2 નવા બ્રિજ, શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ

Feb 11, 2025 - 19:30
Ahmedabad શહેરમાં બનશે વધુ 2 નવા બ્રિજ, શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના લોકોની સુવિધામાં હજુ એક મોટો વધારો થવાનો છે. શહેરીજનોને ટ્રાફિકમાં પડતી મુશ્કેલીથી હવે છુટકારો પણ મળશે અને શહેરનો વિકાસ પણ થશે. અમદાવાદ શહેરમાં વધુ 2 નવા બ્રિજ બનાવવામાં આવશે. ચીમનભાઈ પટેલ બ્રિજ પાસે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે વધુ એક બ્રિજ શહેરમાં બનાવવામાં આવશે.

ચીમનભાઈ બ્રિજ પાસે ટ્રાફિકની સમસ્યાનો આવશે અંત

તમને જણાવી દઈએ કે ટોરેન્ટ પાવરથી લઈે સુભાષબ્રિજ સુધી બ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજ 1.5 કિલોમીટર લાંબો બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પીક અવર્સમાં આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની જાય છે અને તેના કારણે શહેરીજનોને હેરાન થવાનો વારો આવે છે. ત્યારે બ્રિજ બન્યા બાદ શહેરીજનોની મુશ્કેલીમાં ઘટાડો થશે, સાથે સાથે વાહનમાં બળતા ઈંધણની પણ બચત થશે અને લોકોનો સમય પણ બચશે.

પંચવટી પાંચ રસ્તાથી CN સ્કૂલ સુધી 776 મીટરનો બ્રિજ બનાવાશે

આ સિવાય શહેરના પંચવટી પાંચ રસ્તા ખાતે પણ બ્રિજ બનાવવામાં આવશે, તેવી જાણકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપી છે. પંચવટી પાંચ રસ્તાથી CN સ્કૂલ સુધી 776 મીટરનો બ્રિજ બનાવવામાં આવશે. આ બંને બ્રિજ પાછળ AMC રૂપિયા 322 કરોડનો ખર્ચ કરશે. જો કે બંને બ્રિજ બની ગયા બાદ શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળશે.

અમદાવાદમાં ત્રણ બ્રિજ પર બ્યુટીફીકેશનની કામગીરી થશે

આ સિવાય તમને જણાવી દઈએ કે શહેરમાં આવેલા વધુ 3 બ્રિજ પર પર બ્યુટીફીકેશનની કામગીરી કરવામાં આવશે. સાબરમતી નદી પર આવેલા દધીચિ બ્રિજ, ગાંધી બ્રિજ અને સરદાર બ્રિજ પર બ્યુટીફીકેશનની કામગીરી કરવામાં આવશે. બ્રિજના બંને તરફ થીમ બેઝ રેલીંગ અન્ય લાઈટ વેઈટ સ્ટ્રકચર અને ડેકોરેટીવ લાઈટિંગ કરાશે. દોઢ વર્ષમાં ત્રણેય બ્રિજ ઉપર બ્યુટીફીકેશનની કામગીરી પૂર્ણ કરવાનો મનપાનો અંદાજ છે. ત્યારે બ્યુટીફીકેશનની કામગીરી માટે AMC 65.22 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0