Ahmedabad: વડોદરાના દંપતી પાસે તોડકાંડ મામલે મોટી કાર્યવાહી, પોલીસ કર્મચારીને કરાયો સસ્પેન્ડ
વડોદરાના દંપતી પાસે તોડ કરનાર પોલીસ કર્મી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને આ તોડકાંડ મામલે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અમદાવાદના રામોલ પોલીસ મથકના પોલીસ કર્મી ખુમાનસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.પોલીસ કર્મીએ રૂપિયા 12,000 રોકડા અને 400 ડોલર પડાવી લીધા હતા તમને જણાવી દઈએ કે રામોલ પોલીસ મથકના પોલીસ કર્મી ખુમાનસિંહે વડોદરાના દંપતી પાસેથી તોડ કર્યો હતો અને રૂપિયા 12,000 રોકડા અને 400 ડોલર પડાવી લીધા હતા. ત્યારબાદ ઘટનાની જાણકારી ડીસીપી ઝોન 5ને થતાં તપાસ કરવામાં આવી હતી અને તપાસ પોલીસ કર્મી સામે કાર્યવાહી કરતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એરપોર્ટથી ઘરે જતી વખતે અદાણી સર્કલ પાસે પોલીસે રોક્યા હતા ઘટનાની વાત કરીએ તો વિયેતનામ ફરવા ગયેલા વડોદરાના વૃદ્ધ દંપતી 5 નવેમ્બરે અમદાવાદ એરપોર્ટ પરથી કાર ભાડે કરીને પોતાના શહેર પરત ફરતા હતા, ત્યારે અદાણી સર્કલ પાસે પોલીસે રોક્યા હતા. પોલીસે ચેકિંગના બહાને તેમની પાસે 3 વિદેશી દારૂની બોટલ, 400 યુએસ ડોલર અને 12 હજારની રૂપિયા પડાવી લીધા હતા. ખાનગીમાં કરેલા તોડકાંડની જાણ મીડિયામાં વાયરલ થતા રામોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને કમલેશ મેરવાડા અને અન્ય એક વ્યક્તિની સંડોવણી ખૂલી હતી. ચેકિંગના બહાને દારૂની બોટલ પડાવી લીધી જેમાં હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહને સસ્પેન્ડ કરી દેવાયા છે. મૂળ વડોદરાના વતની અને નિવૃત શિક્ષક દિપક શાહ નિવૃત જીવન વિતાવે છે. જેમાં તેમની પત્ની નિશાબેન અને મિત્રો સાથે વિયેતનામ ફરવા ગયા હતા. ટેક્સીમાં બેઠા બાદ રીંગરોડ થઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે ચાર શખ્સોએ તેમની ગાડીને ચેકિંગના બહાને તેમને ધમકાવતા વૃદ્ધે પોતાની પાસે દારુ પીવાની પરમીટ બતાવી હતી. પાસપોર્ટ જમા લેવાનું કહી કાયદાનો ડર બતાવ્યો તેમ છતાં રામોલ પોલીસના કર્મીઓ વૃદ્ધ દંપતીને પાસપોર્ટ જમા લઈ લેવાની અને કાયદાનો ડર બતાવીને રૂપિયા 12 હજાર રોકડા અને 400 અમેરિકન ડોલર તથા 3 દારૂની બોટલ પડાવી લીધી હતી. રામોલ પોલીસ સ્ટેશનના તોડબાજ પોલીસકર્મીઓએ શરણાગતી સ્વીકારીને રૂપિયા અને દારૂની બોટલ પાછી આપી હતી અને એસીપી કુણાલ દેસાઈએ ભોગ બનનાર દિપક શાહના ઘરે વડોદરા જઈને પૂછપરછ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના દંપતી પાસે તોડ કરનાર પોલીસ કર્મી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને આ તોડકાંડ મામલે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અમદાવાદના રામોલ પોલીસ મથકના પોલીસ કર્મી ખુમાનસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
પોલીસ કર્મીએ રૂપિયા 12,000 રોકડા અને 400 ડોલર પડાવી લીધા હતા
તમને જણાવી દઈએ કે રામોલ પોલીસ મથકના પોલીસ કર્મી ખુમાનસિંહે વડોદરાના દંપતી પાસેથી તોડ કર્યો હતો અને રૂપિયા 12,000 રોકડા અને 400 ડોલર પડાવી લીધા હતા. ત્યારબાદ ઘટનાની જાણકારી ડીસીપી ઝોન 5ને થતાં તપાસ કરવામાં આવી હતી અને તપાસ પોલીસ કર્મી સામે કાર્યવાહી કરતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
એરપોર્ટથી ઘરે જતી વખતે અદાણી સર્કલ પાસે પોલીસે રોક્યા હતા
ઘટનાની વાત કરીએ તો વિયેતનામ ફરવા ગયેલા વડોદરાના વૃદ્ધ દંપતી 5 નવેમ્બરે અમદાવાદ એરપોર્ટ પરથી કાર ભાડે કરીને પોતાના શહેર પરત ફરતા હતા, ત્યારે અદાણી સર્કલ પાસે પોલીસે રોક્યા હતા. પોલીસે ચેકિંગના બહાને તેમની પાસે 3 વિદેશી દારૂની બોટલ, 400 યુએસ ડોલર અને 12 હજારની રૂપિયા પડાવી લીધા હતા. ખાનગીમાં કરેલા તોડકાંડની જાણ મીડિયામાં વાયરલ થતા રામોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને કમલેશ મેરવાડા અને અન્ય એક વ્યક્તિની સંડોવણી ખૂલી હતી.
ચેકિંગના બહાને દારૂની બોટલ પડાવી લીધી
જેમાં હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહને સસ્પેન્ડ કરી દેવાયા છે. મૂળ વડોદરાના વતની અને નિવૃત શિક્ષક દિપક શાહ નિવૃત જીવન વિતાવે છે. જેમાં તેમની પત્ની નિશાબેન અને મિત્રો સાથે વિયેતનામ ફરવા ગયા હતા. ટેક્સીમાં બેઠા બાદ રીંગરોડ થઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે ચાર શખ્સોએ તેમની ગાડીને ચેકિંગના બહાને તેમને ધમકાવતા વૃદ્ધે પોતાની પાસે દારુ પીવાની પરમીટ બતાવી હતી.
પાસપોર્ટ જમા લેવાનું કહી કાયદાનો ડર બતાવ્યો
તેમ છતાં રામોલ પોલીસના કર્મીઓ વૃદ્ધ દંપતીને પાસપોર્ટ જમા લઈ લેવાની અને કાયદાનો ડર બતાવીને રૂપિયા 12 હજાર રોકડા અને 400 અમેરિકન ડોલર તથા 3 દારૂની બોટલ પડાવી લીધી હતી. રામોલ પોલીસ સ્ટેશનના તોડબાજ પોલીસકર્મીઓએ શરણાગતી સ્વીકારીને રૂપિયા અને દારૂની બોટલ પાછી આપી હતી અને એસીપી કુણાલ દેસાઈએ ભોગ બનનાર દિપક શાહના ઘરે વડોદરા જઈને પૂછપરછ કરી છે.