Ahmedabad: રિમાન્ડ પૂર્ણ થતાં મહેશ લાંગા સહિત ચારને જેલભેગા કરાયા

બોગસ દસ્તાવેજોના આધારે બિલીંગો આચરીને કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરવાના મામલે ક્રાઈમ બ્રાન્ચે પકડેલા પત્રકાર મહેશદાન પ્રભુદાન લાંગા, એજાઝ ઉર્ફે માલદાર ઈકબાલ હબીબભાઈ માલદાર , અબ્દુલકાદર ઉર્ફે બાપુ સમદભાઈ જૈનમીયા કાદરી અને જયોતીશ મગનભાઈ ગોંડલીયાના રિમાન્ડ પુરા થતા એડિશનલ ચીફ્ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ મનીષ ચૌહાણએ સાબમરતી જેલમાં મોકલી આપ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે ચારેયઆરોપીના વધુ રિમાન્ડની માંગણી કરી નહોતી. બીજી તરફ આ મામલે એન્ફોસમેન્ટ ડિરેકટોરેટએ તપાસ ચાલુ કરી છે.જેમાં બીજી દિવસે પણ જુદી જુદી જગ્યો દરોડા પાડીને બોગસ કંપની બનાવવા સહિતના દસ્તાવેજો કબજે કર્યા હોવાનું જાણવા મળે છે. જો કે, ઈડી તરફથી કોઈ સત્તાવાર રીતે બોલવા તૈયાર નથી. સૂત્રોના જણાવ્યા મુજબ બોગસ દસ્તાવેજોના આધારે આશરે 225 વધુ કંપનીઓ બનાવીને તેમાં બોગસ બિલિંગોનું કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ.જેમાં ક્રાઈમ બ્રાન્ચે સીએ સહિતની મદદથી કેવી રીતે કંપનીઓ ખોલવવામાં આવી, બોગસ કંપનીઓમાં થયેલા વ્યવહારો અંગે બેંકના સ્ટેટમેન્ટ મેળવીને તપાસ ચાલુ કરી છે.

Ahmedabad: રિમાન્ડ પૂર્ણ થતાં મહેશ લાંગા સહિત ચારને જેલભેગા કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોગસ દસ્તાવેજોના આધારે બિલીંગો આચરીને કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરવાના મામલે ક્રાઈમ બ્રાન્ચે પકડેલા પત્રકાર મહેશદાન પ્રભુદાન લાંગા, એજાઝ ઉર્ફે માલદાર ઈકબાલ હબીબભાઈ માલદાર , અબ્દુલકાદર ઉર્ફે બાપુ સમદભાઈ જૈનમીયા કાદરી અને જયોતીશ મગનભાઈ ગોંડલીયાના રિમાન્ડ પુરા થતા એડિશનલ ચીફ્ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ મનીષ ચૌહાણએ સાબમરતી જેલમાં મોકલી આપ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે ચારેયઆરોપીના વધુ રિમાન્ડની માંગણી કરી નહોતી.

બીજી તરફ આ મામલે એન્ફોસમેન્ટ ડિરેકટોરેટએ તપાસ ચાલુ કરી છે.જેમાં બીજી દિવસે પણ જુદી જુદી જગ્યો દરોડા પાડીને બોગસ કંપની બનાવવા સહિતના દસ્તાવેજો કબજે કર્યા હોવાનું જાણવા મળે છે. જો કે, ઈડી તરફથી કોઈ સત્તાવાર રીતે બોલવા તૈયાર નથી. સૂત્રોના જણાવ્યા મુજબ બોગસ દસ્તાવેજોના આધારે આશરે 225 વધુ કંપનીઓ બનાવીને તેમાં બોગસ બિલિંગોનું કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ.જેમાં ક્રાઈમ બ્રાન્ચે સીએ સહિતની મદદથી કેવી રીતે કંપનીઓ ખોલવવામાં આવી, બોગસ કંપનીઓમાં થયેલા વ્યવહારો અંગે બેંકના સ્ટેટમેન્ટ મેળવીને તપાસ ચાલુ કરી છે.