Vadodaraમાં વરસાદની આશંકાએ આયોજકોની તૈયારીઓ, પાણી ના ભરાય તેને લઈ વિશેષ આયોજન

રાજ્યભરમાં વરસતા વરસાદે ગરબાના ખેલૈયાઓની સાથે સાથે જ આયોજકોની ચિંતા વધારી દીધી છે પણ વડોદરામાં વરસાદની આશંકાએ જ ગરબાના આયોજકોએ તમામ તૈયારીઓ શરૂ કરી છે.ગરબાના મેદાનમાં વરસાદનું પાણી ન ભરાય તે માટે વિશેષ આયોજન શહેરના કારેલીબાગના અડુકીયા દડુકિયા ગરબા મહોત્સવ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 10 હજાર સ્કેવર ફૂટના ગરબાના મેદાન પર પ્લાસ્ટિક પાથરી દેવામાં આવ્યું છે અને વરસાદનું પાણી ના ભરાય તે માટે ઊંઘી રકાબી જેવું મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સાથે મેદાનની બહાર પાણીનો નિકાલ થઈ જાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વરસાદી પાણી સીધું કાંસમાં જાય તે માટે પાઈપ લગાવી દેવામાં આવી છે. બીજી તરફ સરકાર તરફથી ગરબા માટે સવારે 5 વાગ્યા સુધીનો સમય વધારવાના નિર્ણયને લઈને પણ આયોજકોએ ખુશી વ્યક્ત કરી છે. ગાંધીનગરમાં કૈલાશ પર્વતની થીમ સાથે ગરબાનું આયોજન ગાંધીનગરમાં કૈલાશ પર્વતની થીમ સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સહાય ફાઉન્ડેશન દ્વારા કેસરિયા ગરબા 2024નું આયોજન કરવામાં આવ્યું છે. કૈલાશ પર્વતની થીમ પર 80 ફૂટ ઊંચાઈ ધરાવતી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. 15,000 ખેલૈયાઓ ગરબા રમી શકે તેવું ડસ્ટ ફ્રી મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે જ અહીં 10 દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે. ત્યારે આઠમના દિવસે 51 હજાર દિવડા સાથે મહાઆરતી યોજાશે અને પ્રત્યેક નોરતે રાષ્ટ્રગીત બાદ ગરબાની શરૂઆત કરવામાં આવશે.ગરબા રસિકો મોડી રાત સુધી રમી શકશે ગરબા રાજ્યમાં હવે માત્ર 12 વાગ્યા સુધી નહીં પણ મોડી રાત સુધી ગરબા રસિકો ગરબા રમી શકશે. નવરાત્રિમાં ગરબા રમવાને લઈ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ આજે એક મોટી જાહેરાત કરી છે. સાથે જ નાના વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે અને પોલીસ પણ તેમની ફરજનું સાથે સાથે પાલન કરશે. ત્યારે નાગરિકો પણ પોતાની જવાબદારી નિભાવે અને કોઈને તકલીફ ના પડે તેવી કામગીરી કરે. આ સાથે જ મહિલા પોલીસ કર્મચારીઓ સાદા ડ્રેસમાં ગરબા સ્થળો પર હાજર રહેશે અને મહિલાઓની સુરક્ષા કરશે. ત્યારે લોકોએ પણ પોતાની રીતે સર્તક રહેવું ખુબ જરૂરી છે.

Vadodaraમાં વરસાદની આશંકાએ આયોજકોની તૈયારીઓ, પાણી ના ભરાય તેને લઈ વિશેષ આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યભરમાં વરસતા વરસાદે ગરબાના ખેલૈયાઓની સાથે સાથે જ આયોજકોની ચિંતા વધારી દીધી છે પણ વડોદરામાં વરસાદની આશંકાએ જ ગરબાના આયોજકોએ તમામ તૈયારીઓ શરૂ કરી છે.

ગરબાના મેદાનમાં વરસાદનું પાણી ન ભરાય તે માટે વિશેષ આયોજન

શહેરના કારેલીબાગના અડુકીયા દડુકિયા ગરબા મહોત્સવ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 10 હજાર સ્કેવર ફૂટના ગરબાના મેદાન પર પ્લાસ્ટિક પાથરી દેવામાં આવ્યું છે અને વરસાદનું પાણી ના ભરાય તે માટે ઊંઘી રકાબી જેવું મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સાથે મેદાનની બહાર પાણીનો નિકાલ થઈ જાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વરસાદી પાણી સીધું કાંસમાં જાય તે માટે પાઈપ લગાવી દેવામાં આવી છે. બીજી તરફ સરકાર તરફથી ગરબા માટે સવારે 5 વાગ્યા સુધીનો સમય વધારવાના નિર્ણયને લઈને પણ આયોજકોએ ખુશી વ્યક્ત કરી છે.

ગાંધીનગરમાં કૈલાશ પર્વતની થીમ સાથે ગરબાનું આયોજન

ગાંધીનગરમાં કૈલાશ પર્વતની થીમ સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સહાય ફાઉન્ડેશન દ્વારા કેસરિયા ગરબા 2024નું આયોજન કરવામાં આવ્યું છે. કૈલાશ પર્વતની થીમ પર 80 ફૂટ ઊંચાઈ ધરાવતી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. 15,000 ખેલૈયાઓ ગરબા રમી શકે તેવું ડસ્ટ ફ્રી મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે જ અહીં 10 દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે. ત્યારે આઠમના દિવસે 51 હજાર દિવડા સાથે મહાઆરતી યોજાશે અને પ્રત્યેક નોરતે રાષ્ટ્રગીત બાદ ગરબાની શરૂઆત કરવામાં આવશે.

ગરબા રસિકો મોડી રાત સુધી રમી શકશે ગરબા

રાજ્યમાં હવે માત્ર 12 વાગ્યા સુધી નહીં પણ મોડી રાત સુધી ગરબા રસિકો ગરબા રમી શકશે. નવરાત્રિમાં ગરબા રમવાને લઈ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ આજે એક મોટી જાહેરાત કરી છે. સાથે જ નાના વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે અને પોલીસ પણ તેમની ફરજનું સાથે સાથે પાલન કરશે. ત્યારે નાગરિકો પણ પોતાની જવાબદારી નિભાવે અને કોઈને તકલીફ ના પડે તેવી કામગીરી કરે. આ સાથે જ મહિલા પોલીસ કર્મચારીઓ સાદા ડ્રેસમાં ગરબા સ્થળો પર હાજર રહેશે અને મહિલાઓની સુરક્ષા કરશે. ત્યારે લોકોએ પણ પોતાની રીતે સર્તક રહેવું ખુબ જરૂરી છે.