Ahmedabad: રામોલમાં યુવકે સાવતા પિતાને છરીના ઘા ઝીંકી હત્યા કરી
અમદાવાદના રામોલના વસ્ત્રાલમાં યુવકે સાવકા પિતાની હત્યા કરી. યુવકે સાવકા પિતાને છરીના ઝીંકી હત્યા કરવાની ઘટના સામે સાવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી. આધેડની હત્યા કરનાર યુવાનની પોલીસે ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.સાવકાપિતાની હત્યા કરીઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરના રામોલમાં વસ્ત્રાલમાં સિક્યુરીટી ગાર્ડની નોકરી કરતા મીનેશભાઈ પત્ની અને બાળકો સહિત તેમના પરિવાર સાથે રહે છે. પરંતુ 15મી જાન્યુઆરીના રોજ કોઈ બાબતે બબાલ થતા તેમના પુત્રે ગુસ્સામાં આવી પિતાને છરીના ઘા ઝિંકયા. ગંભીર ઇજાના કારણે મીનેશભાઈનું મૃત્યુ થયું. આ ઘટનાની તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે હત્યા કરનાર યુવાન મીનેશભાઈનો સાવકો પુત્ર છે. મીનેશભાઈના પત્ની ભારતીબેનના આ બીજા લગ્ન છે. ભારતીબેનને પહેલા લગ્નથી એક પુત્ર અને એક પુત્રી છે. પ્રથમ પતિ સાથે મનમેળ ના થતાં 7 વર્ષ પછી બંને છૂટા પડ્યા હતા. છૂટાછેડા લીધા બાદ ભારતીબેનનો પરિચય મીનેશભાઈ સાથે થયો અને તેઓ તેમની સાથે રહેવા લાગ્યા.માતાપિતાના ઝગડાનું આવ્યું હિચકારું પરિણામમીનેશભાઈ અને ભારતીબેન 20 વર્ષથી પતિ પત્નીની જેમ રહે છે. જો કે આ સમયમાં બંને વચ્ચે અનેક બાબતે ઝગડા થવા લાગ્યા.સાવકા પિતા અને માતા વચ્ચે વારંવાર ઝગડા જોતા યુવાન અનેક વખત ગુસ્સે ભરાતો. દરમ્યાન 15મી જાન્યુઆરીના રોજ વાસી ઉત્તરાયણના દિવસે મીનેશભાઈ સિક્યુરીટી ગાર્ડની નોકરીએથી બપોરે જમવા ઘરે આવ્યા હતા ત્યારે જમવાનું સારું નહીં બન્યું હોવાનું કહીને પત્ની ભારતીબેન સાથે ઝઘડીને નોકરી પરત જતા રહ્યા હતા. રાત્રે 8 વાગે નોકરીથી પરત ઘરે આવ્યા ત્યારે ફરી પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો હતો.આ દરમ્યાન તેમનો પુત્ર અલ્પેશ પણ ઘરે આવ્યો અને તેમને ઝગડો ના કરવા સમજાવ્યું. પરંતુ મૃતક મીનેશભાઈ દીકરા અલ્પેશ સાથે મારામારી કરવા લાગ્યા હતા. દરમ્યાન અલ્પેશ મંદિરમાથી છરી લઈને આવ્યો અને પિતા પર છરીના ઘા ઝીંકી હત્યા કરી. આધેડની હત્યા કેસમાં રામોલ પોલીસે માતા ભારતીબેનની ફરિયાદ લઈને પુત્ર અલ્પેશની ધરપકડ કરી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના રામોલના વસ્ત્રાલમાં યુવકે સાવકા પિતાની હત્યા કરી. યુવકે સાવકા પિતાને છરીના ઝીંકી હત્યા કરવાની ઘટના સામે સાવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી. આધેડની હત્યા કરનાર યુવાનની પોલીસે ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
સાવકાપિતાની હત્યા કરી
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરના રામોલમાં વસ્ત્રાલમાં સિક્યુરીટી ગાર્ડની નોકરી કરતા મીનેશભાઈ પત્ની અને બાળકો સહિત તેમના પરિવાર સાથે રહે છે. પરંતુ 15મી જાન્યુઆરીના રોજ કોઈ બાબતે બબાલ થતા તેમના પુત્રે ગુસ્સામાં આવી પિતાને છરીના ઘા ઝિંકયા. ગંભીર ઇજાના કારણે મીનેશભાઈનું મૃત્યુ થયું. આ ઘટનાની તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે હત્યા કરનાર યુવાન મીનેશભાઈનો સાવકો પુત્ર છે. મીનેશભાઈના પત્ની ભારતીબેનના આ બીજા લગ્ન છે. ભારતીબેનને પહેલા લગ્નથી એક પુત્ર અને એક પુત્રી છે. પ્રથમ પતિ સાથે મનમેળ ના થતાં 7 વર્ષ પછી બંને છૂટા પડ્યા હતા. છૂટાછેડા લીધા બાદ ભારતીબેનનો પરિચય મીનેશભાઈ સાથે થયો અને તેઓ તેમની સાથે રહેવા લાગ્યા.
માતાપિતાના ઝગડાનું આવ્યું હિચકારું પરિણામ
મીનેશભાઈ અને ભારતીબેન 20 વર્ષથી પતિ પત્નીની જેમ રહે છે. જો કે આ સમયમાં બંને વચ્ચે અનેક બાબતે ઝગડા થવા લાગ્યા.સાવકા પિતા અને માતા વચ્ચે વારંવાર ઝગડા જોતા યુવાન અનેક વખત ગુસ્સે ભરાતો. દરમ્યાન 15મી જાન્યુઆરીના રોજ વાસી ઉત્તરાયણના દિવસે મીનેશભાઈ સિક્યુરીટી ગાર્ડની નોકરીએથી બપોરે જમવા ઘરે આવ્યા હતા ત્યારે જમવાનું સારું નહીં બન્યું હોવાનું કહીને પત્ની ભારતીબેન સાથે ઝઘડીને નોકરી પરત જતા રહ્યા હતા. રાત્રે 8 વાગે નોકરીથી પરત ઘરે આવ્યા ત્યારે ફરી પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો હતો.આ દરમ્યાન તેમનો પુત્ર અલ્પેશ પણ ઘરે આવ્યો અને તેમને ઝગડો ના કરવા સમજાવ્યું. પરંતુ મૃતક મીનેશભાઈ દીકરા અલ્પેશ સાથે મારામારી કરવા લાગ્યા હતા. દરમ્યાન અલ્પેશ મંદિરમાથી છરી લઈને આવ્યો અને પિતા પર છરીના ઘા ઝીંકી હત્યા કરી. આધેડની હત્યા કેસમાં રામોલ પોલીસે માતા ભારતીબેનની ફરિયાદ લઈને પુત્ર અલ્પેશની ધરપકડ કરી.