Ahmedabad: રામોલની 15 વર્ષીય સગીરા સાથે રાજસ્થાનમાં દુષ્કર્મ; આશ્રયના બહાને બિકાનેર લઈ જઈ 7 દિવસ ઘરમાં ગોંધી રાખી

Nov 21, 2026 - 14:30
Ahmedabad: રામોલની 15 વર્ષીય સગીરા સાથે રાજસ્થાનમાં દુષ્કર્મ; આશ્રયના બહાને બિકાનેર લઈ જઈ 7 દિવસ ઘરમાં ગોંધી રાખી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાને રાજસ્થાન લઈ જઈને ઘરમાં ગોંધી રાખી અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી રાકેશ અને તેની માતા સહિત કુલ 4 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આશ્રય આપવાના બહાને બિકાનેરના નોખા ગામે ગોંધી રાખી

મળતી વિગતો અનુસાર, રામોલ વિસ્તારમાંથી ઘરેથી નીકળેલી 15 વર્ષીય સગીરાને આશ્રય આપવાના બહાને રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નોખા ગામે લઈ જવામાં આવી હતી. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ, ગત 3 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી સગીરાને નોખા ગામના એક ઘરમાં ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવી હતી. આ દરમિયાન રાકેશ નામના શખ્સે સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

રાકેશની માતા સહિત ત્રણ મહિલાઓની સંડોવણીનો આક્ષેપ

આ ગુનાહિત કૃત્યમાં આરોપી રાકેશના પરિવારના સભ્યોની પણ મદદગારી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આક્ષેપ મુજબ, રાકેશની માતા સહિત કુલ ત્રણ મહિલાઓની સંડોવણી અને મદદથી સગીરાને ગોંધી રાખીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.10 નવેમ્બરે પોલીસની મદદથી સગીરાનો છુટકારો

સમગ્ર મામલાની જાણ થતાં ગત 10 નવેમ્બરના રોજ સ્થાનિક પોલીસની મદદથી સગીરાને આરોપીઓની ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં આવી હતી. ત્યારબાદ બિકાનેર બાળ કલ્યાણ સમિતિ (CWC) દ્વારા અમદાવાદ સ્થિત સગીરાના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સગીરા પરિવાર પાસે પરત ફર્યા બાદ સમગ્ર આપવીતી જણાવતા પરિવારજનોએ રામોલ પોલીસ સ્ટેશન પહોંચીને આરોપી રાકેશ અને ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર લોકો સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Gondal: ડુંગળીની ઐતિહાસિક આવકથી ઉભરાયું ગોંડલ માર્કેટિંગ યાર્ડ; 2,000થી વધુ વાહનો ઉમટતા 6-7 કિમી લાંબી કતારો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0