Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશન દિવાળી પહેલાં એક્શન મોડમાં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ફટાકડાનું વેચાણ અને સંગ્રહ કરતા એકમો સામે લાલ આંખ કરવામાં આવી છે. દિવાળી પૂર્વે શહેરમાં કોઈ ગંભીર દુર્ઘટના કે મોટી હોનારત ન સર્જાય તે હેતુથી એસ્ટેટ વિભાગને કડક ચેકિંગ હાથ ધરવા આદેશ આપવામાં આવ્યો છે. કાલુપુર વિસ્તારમાં તપાસ કર્યા બાદ હવે દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલી ફટાકડાની તમામ દુકાનો અને એકમોમાં દસ્તાવેજોની ચકાસણી કરવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે.
પરમિશન અને ફાયર NOC ન હોય તો થશે સીલિંગ
તંત્ર દ્વારા ફટાકડાના વેપારીઓ પાસેથી બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન, પોલીસ પરમિશન અને ફાયર વિભાગનું એનઓસી (NOC) જેવા અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. AMC એસ્ટેટ વિભાગને આગામી એકથી બે સપ્તાહમાં તમામ ફટાકડા એકમોમાં સઘન તપાસ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો આ તપાસ દરમિયાન કાયદેસરના દસ્તાવેજો કે જરૂરી પરવાનગીઓ નહીં મળી આવે, તો તેવા તમામ એકમોને નોટિસ આપીને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલનું નિવેદન
આ ઝુંબેશ અંગે માહિતી આપતાં AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, નાગરિકોની સુરક્ષા અને જાનમાલનું રક્ષણ કરવું એ પાલિકાની પ્રાથમિકતા છે. નિયમો અને મંજૂરી વિના ચાલતી ફટાકડાની દુકાનો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે પણ જરૂરી દસ્તાવેજોના અભાવે 30 જેટલી ફટાકડાની દુકાનોને સીલ કરવામાં આવી છે. પાલિકાની આ સઘન કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરી વેપાર કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

