Ahmedabad મનપા ચૂંટણી: સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું શક્તિપ્રદર્શન, 8000 જવાનોનો લોખંડી બંદોબસ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે હેતુથી શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઝોન-7 પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને જુહાપુરા મેઈન રોડ જેવા ભરચક વિસ્તારોમાં પોલીસ કાફલાએ રૂટ માર્ચ યોજીને અસામાજિક તત્વોને કડક સંદેશ આપ્યો છે અને નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડ્યો છે.
ડીસીપી શિવમ વર્માએ આપ્યું નિવેદન
ચૂંટણી બંદોબસ્ત અંગે માહિતી આપતા ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે, મતદાન દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર શહેરમાં અંદાજે 8000 જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો વિવિધ મતદાન મથકો પર ફરજ બજાવશે. વધુમાં, સંવેદનશીલ ગણાતા મતદાન મથકો પર વધારાની સુરક્ષા માટે એસઆરપી (SRP) અને પેરામિલિટરી ફોર્સની ટીમોને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અસામાજિક તત્વો સામે લાલ આંખ
ચૂંટણીમાં ખલેલ પહોંચાડી શકે તેવા અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા તત્વો સામે પોલીસે અગાઉથી જ કાર્યવાહી શરૂ કરી દીધી છે. અનેક રીઢા ગુનેગારો સામે અટકાયતી પગલાં ભરી તેમને પાંજરે પૂરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ પ્રશાસન દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આચારસંહિતાનો ભંગ કરનાર કે અફવા ફેલાવનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શહેરના તમામ એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ પર પણ ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

