Ahmedabad: ભાડજ નજીક યુવકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો, આત્મહત્યાનું કારણ અકબંધ

Jul 20, 2025 - 18:30
Ahmedabad: ભાડજ નજીક યુવકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો, આત્મહત્યાનું કારણ અકબંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના ભાડજ શીલજ કેનાલ પાસે અંદાજિત 25 વર્ષના યુવકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેના લઈને લોકોમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટના સ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.

મૃતદેહને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

શીતલ કેનાલ પાસે એક અજાણ્યા યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી જીવનને ટૂંકાવ્યું હતું, બોડકદેવ પોલીસ દ્વારા મૃતક યુવક કોણ છે તેની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

વારંવાર બની રહી છે આવી ઘટનાઓ

આજે આવી જ એક બીજી ઘટના અમદાવાદના બગોદરામાં સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો હતો. તેમાં એક રિક્ષા ચાલકના પરિવારમાં પતિ-પત્ની સહિત બે દિકરી અને એક દિકરા સહિત પાંચ લોકોના અવસાન થયા હતા. જેમાં પરિવારના લોકોએ ઝેરી દવા ગટગટાવી જઈ આપઘાત કરી લીધો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0