Ahmedabad: બોપલમાં સગીર પુત્રને કાર લઇ જવા મંજૂરી આપનારા બિલ્ડર પિતાની ધરપકડ
શહેરના બોપલ વિસ્તારમાં સિકયોરીટી ગાર્ડને અડફેટે લઈને મોત નીપજાવનારા કેસમાં આખરે સગીરના પિતા અને બિલ્ડર મિલાપ શાહની ધરપકડ કરી છે. બોપલ પોલીસે સગીરની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે તેના પિતાની મંજૂરી લઇને મર્સિડીઝ કાર લઇને નિકળ્યો મિત્રની બર્થ-ડે પાર્ટીમાં ગયો હતો.ત્યાંથી પરત ઘરે જતી વખતે અકસ્માત કર્યો હતો. જેને લઈને સગીરના બિલ્ડર પિતાની બેદરકારી સામે આવતા તેની સામે ગુનો નોધીને બોપલ-આંબલી બ્રિજ પાસેથી ધરપકડ કરાઈ છે. બિલ્ડર મિલાપ શાહને પોતાની સામે કાર્યવાહી થશે તેની જાણ થઈ જતા તે નારોલમાં પોતાની ફેકટરીમાં અને સંબંધીઓને ત્યાં છુપાતો ફરતો હતો. અકસ્માત કરનારા સગીર હોવાથી કાયદા પ્રમાણે ગુનામાં પિતાની બેજવાબદારી સામે આવતા તેની સામે ગુનાની કલમમાં ઉમેરો કરીને બિલ્ડર પિતા સામે ગુનો નોધાયો હતો. સગીરના પિતાને જામીન સગીરના પિતાની પોલીસે ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં પોલીસે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે અરજીની સુનાવણી પહેલાં તેની ધરપકડ કાયદેસર છે કે નહીં તે મુદ્દે સુનાવણી થઇ હતી. સુનાવણીના અંતે કોર્ટે પોલીસનો પ્રોડક્શન રિપોર્ટ ગ્રાહ્ય રાખ્યો ન હતો અને આરોપીને પોલીસ મથક લઇ જઇ જામીન પર મુક્ત કરવા મૌખિક નિર્દેશ આપ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરના બોપલ વિસ્તારમાં સિકયોરીટી ગાર્ડને અડફેટે લઈને મોત નીપજાવનારા કેસમાં આખરે સગીરના પિતા અને બિલ્ડર મિલાપ શાહની ધરપકડ કરી છે. બોપલ પોલીસે સગીરની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે તેના પિતાની મંજૂરી લઇને મર્સિડીઝ કાર લઇને નિકળ્યો મિત્રની બર્થ-ડે પાર્ટીમાં ગયો હતો.
ત્યાંથી પરત ઘરે જતી વખતે અકસ્માત કર્યો હતો. જેને લઈને સગીરના બિલ્ડર પિતાની બેદરકારી સામે આવતા તેની સામે ગુનો નોધીને બોપલ-આંબલી બ્રિજ પાસેથી ધરપકડ કરાઈ છે. બિલ્ડર મિલાપ શાહને પોતાની સામે કાર્યવાહી થશે તેની જાણ થઈ જતા તે નારોલમાં પોતાની ફેકટરીમાં અને સંબંધીઓને ત્યાં છુપાતો ફરતો હતો. અકસ્માત કરનારા સગીર હોવાથી કાયદા પ્રમાણે ગુનામાં પિતાની બેજવાબદારી સામે આવતા તેની સામે ગુનાની કલમમાં ઉમેરો કરીને બિલ્ડર પિતા સામે ગુનો નોધાયો હતો.
સગીરના પિતાને જામીન
સગીરના પિતાની પોલીસે ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં પોલીસે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે અરજીની સુનાવણી પહેલાં તેની ધરપકડ કાયદેસર છે કે નહીં તે મુદ્દે સુનાવણી થઇ હતી. સુનાવણીના અંતે કોર્ટે પોલીસનો પ્રોડક્શન રિપોર્ટ ગ્રાહ્ય રાખ્યો ન હતો અને આરોપીને પોલીસ મથક લઇ જઇ જામીન પર મુક્ત કરવા મૌખિક નિર્દેશ આપ્યો હતો.