Ahmedabad: બાપુનગરમાં આતંક મચાવનાર આરોપીઓનો વરઘોડો, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. જેને લઇ પોલીસ અવાર નવાર કડક કાર્યવાહી કરવા છતા ખૂલ્લા સાંઢની જેમ આ તત્વો બેફામ ફરી રહ્યા છે. તેવામાં અમદાવાદમાં આવેલા રખિયાલમાં આતંક મચાવનાર આરોપીઓને પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે.બાપુનગરમાં આતંક મચાવનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. સમીર શેખ, અલ્તાફ શેખ, ફઝલ શેખ, મહેફૂઝ મિયાનો વરઘોડો કાઢીને પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે. ઘટનાસ્થળ પર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. આરોપી પાસે બે હાથ જોડીને જાહેર જનતાની માફી પણ મંગાવવામાં આવી છે.વાયરલ વીડિયોના આધારે DCP ઝોન 6ની કાર્યવાહીઆ અંગે માહિતી આપતા DCB રવિ મોહન સૈનીએ કહ્યું કે અમદાવાદ શહેરના રખિયાલ ગરીબનગર પાસે અસામાજિક તત્વોના આતંક મામલે પોલીસ પર હુમલો કરનાર મુખ્ય 2 આરોપીની PCB અને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ સાથે PCR વાનના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કારવામાં આવી છે. આ ઘટનામાં બાકીના આરોપીઓને શોધી કાઢવા ટિમો બનાવવામાં આવી છે. 4 આરોપીઓને પકડવા સ્થાનિક પોલીસ, ઝોન એલસીબી, ક્રાઇમ બ્રાન્ચની ટિમો કાર્યરત છે. ઘટના સ્થળેથી નીકળી ગયેલ રખિયાલ પોલીસના સ્ટાફ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

Ahmedabad: બાપુનગરમાં આતંક મચાવનાર આરોપીઓનો વરઘોડો, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. જેને લઇ પોલીસ અવાર નવાર કડક કાર્યવાહી કરવા છતા ખૂલ્લા સાંઢની જેમ આ તત્વો બેફામ ફરી રહ્યા છે. તેવામાં અમદાવાદમાં આવેલા રખિયાલમાં આતંક મચાવનાર આરોપીઓને પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે.

બાપુનગરમાં આતંક મચાવનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. સમીર શેખ, અલ્તાફ શેખ, ફઝલ શેખ, મહેફૂઝ મિયાનો વરઘોડો કાઢીને પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે. ઘટનાસ્થળ પર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. આરોપી પાસે બે હાથ જોડીને જાહેર જનતાની માફી પણ મંગાવવામાં આવી છે.

વાયરલ વીડિયોના આધારે DCP ઝોન 6ની કાર્યવાહી

આ અંગે માહિતી આપતા DCB રવિ મોહન સૈનીએ કહ્યું કે અમદાવાદ શહેરના રખિયાલ ગરીબનગર પાસે અસામાજિક તત્વોના આતંક મામલે પોલીસ પર હુમલો કરનાર મુખ્ય 2 આરોપીની PCB અને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ સાથે PCR વાનના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કારવામાં આવી છે. આ ઘટનામાં બાકીના આરોપીઓને શોધી કાઢવા ટિમો બનાવવામાં આવી છે. 4 આરોપીઓને પકડવા સ્થાનિક પોલીસ, ઝોન એલસીબી, ક્રાઇમ બ્રાન્ચની ટિમો કાર્યરત છે. ઘટના સ્થળેથી નીકળી ગયેલ રખિયાલ પોલીસના સ્ટાફ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.