Ahmedabad પોલીસ ઉત્તરાયણને લઈ એક્શનમાં, જાહેરનામા ભંગના 48 કેસ, 49 શખ્સોની ધરપકડ

Jan 11, 2025 - 16:00
Ahmedabad પોલીસ ઉત્તરાયણને લઈ એક્શનમાં, જાહેરનામા ભંગના 48 કેસ, 49 શખ્સોની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર અનેકોનો જીવ લઈ લે છે. ત્યારે હવે સાવચેતી રાખવાની જરૂર પડી છે. ચાઈનીઝ દોરા અનેકના ગળા કાપે છે. તેથી ઉત્તરાયણે કોઈ દુર્ઘટના ન બને તે માટે અમદાવાદ પોલીસ એક્ટિવ બની છે. ઉત્તરાયણને લઇ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે જાહેરનામા ભંગને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્તરાયણને લઈને હાઈકોર્ટની સુચના બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. જાહેરનામા ભંગના 48 કેસ કરીને 49 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ દ્વારા ઓનલાઇન વેચાણને લઈ વોચ રાખવામાં આવી રહી છે. તેવામાં 21 ડિસેમ્બરથી ચાઈનીઝ દોરી, તુક્કલ વેચનારા વેપારીઓ વિરુદ્ધ અમદાવાદ પોલીસે કાર્યવાહી કરી છે. અમદાવાદ પોલીસની ડ્રાઈવ દરમિયાન 97 ચાઈનીઝ દોરીની રીલ જપ્ત કરવામાં આવી છે. 3 ચરખા સહિત 27,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉત્તરાયણને લઈને 15 DCP, 19 ACP, 86 PI સહિત 18 SRPની કપનીનો બંદોબસ્ત રહેશે આ સાથે 91 PSI, 7840 હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ તૈનાત રહેશે.

અમદાવાદ પોલીસનું જાહેરનામું 

અમદાવાદ પોલીસના જાહેરમાના અનુસાર, અમદાવાદના રસ્તાઓ પર દોડીને પતંગ પકડી કે ઉડાવી શકાશે નહીં. રોડ પર ઉભા રહીને પતંગ ચગાવવાથી રાહદારી અને વાહનચાલકોને દોરી વાગવાના બનાવ બને છે. જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. તા.10થી 31 જાન્યુઆરી સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૧૦/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉઠાઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરના દરવાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારી/ કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.





What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0