Ahmedabad પોલીસે સિંધુભવન રોડ પર 2 કરોડની કાર કરી ડિટેઈન, વાંચો Story

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇ પોલીસની કાર્યવાહી સતત યથાવત છે,અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી પોલીસનું કોમ્બિંગ સતત ચાલી રહ્યું છે,જેમાં અલગ-અલગ 1228 આરોપીઓને ઘરે તપાસ કરવામાં આવી છે બીજી તરફ 349 આરોપીઓ સામે અટકાયતી પગલાં લેવાયા છે,82,508 વાહનોની તપાસ, 3992 વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે,બીજી તરફ 7425 મેમો ફટકાર્યા છે અને 52.90 લાખનો દંડ વસૂલ્યો છે.1016 દારુ પિધેલા ઝડપાયા, 16 જુગાર કેસ,425 હથિયાર કેસ, 397 એમવી એક્ટ કેસ નોંધાયા છે.પોલીસે 2 કરોડની કાર કરી જપ્ત પોલીસ સિધુંભવન રોડ પર વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન McLaren કાર ડિટેઈન કરી હતી,કારના ચાલક પાસે પૂરતા પ્રમાણમાં વાહનના કાગળિયા ના હોવાથી આ કારને ડિટેઈન કરવામાં આવી હતી,પોલીસે આ વખતે મોંઘીદાટ કાર ડિટેઈન કરી હતી અને કોઈની ભલામણને માન્ય રાખી ન હતી,તો અન્ય વાહનો પણ ચેક કરવામાં આવ્યા હતા અને જે વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવામાં આવી હતી તેવી કાર પણ ડિટેઈન કરવામાં આવી હતી. અમદાવાદ પોલીસે બુટલેગરો સામે કરી કાર્યવાહી અમદાવાદ પોલીસ કમિશનરની સીધી નજર હેઠળ પીસીબી (Prevention of Crime Branch ) શહેરમાં કામગીરી કરતી હોય છે ત્યારે અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં દારૂ અને જુગારને લઈ પીસીબી દરોડા પાડતી હોય છે,ત્યારે અમદાવાદ પીસીબીએ ફરી વાર બુટલેગરો સામે લાલ આંખ કરી છે અને 28 નવેમ્બર 2024 સુધીમાં કુલ 425 બુટલેગરોને જેલ હવાલે કર્યા છે,બીજી તરફ વર્ષ 28 નવેમ્બર 2023માં 152 બુટલેગરોને જેલ હવાલે કર્યા હતા,ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 273 બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી છે. ગૃહ રાજ્ય પ્રધાને પોલીસે અધિકારી સાથે કરી હતી બેઠક ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠેલા સવાલો મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી હતી. અધિકારીઓને રસ્તા પર ઉતરવાની સૂચના આપી હતી.ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા સતત બે રાત્રિથી શહેરના દરેક વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરાઈ છે. એટલુ જ નહીં પોલીસે ગુનેગારોના ઘર અને અન્ય સ્થળો પર પણ તપાસ કરવામાં આવી રહી છે.

Ahmedabad પોલીસે સિંધુભવન રોડ પર 2 કરોડની કાર કરી ડિટેઈન, વાંચો Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇ પોલીસની કાર્યવાહી સતત યથાવત છે,અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી પોલીસનું કોમ્બિંગ સતત ચાલી રહ્યું છે,જેમાં અલગ-અલગ 1228 આરોપીઓને ઘરે તપાસ કરવામાં આવી છે બીજી તરફ 349 આરોપીઓ સામે અટકાયતી પગલાં લેવાયા છે,82,508 વાહનોની તપાસ, 3992 વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે,બીજી તરફ 7425 મેમો ફટકાર્યા છે અને 52.90 લાખનો દંડ વસૂલ્યો છે.1016 દારુ પિધેલા ઝડપાયા, 16 જુગાર કેસ,425 હથિયાર કેસ, 397 એમવી એક્ટ કેસ નોંધાયા છે.

પોલીસે 2 કરોડની કાર કરી જપ્ત

પોલીસ સિધુંભવન રોડ પર વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન McLaren કાર ડિટેઈન કરી હતી,કારના ચાલક પાસે પૂરતા પ્રમાણમાં વાહનના કાગળિયા ના હોવાથી આ કારને ડિટેઈન કરવામાં આવી હતી,પોલીસે આ વખતે મોંઘીદાટ કાર ડિટેઈન કરી હતી અને કોઈની ભલામણને માન્ય રાખી ન હતી,તો અન્ય વાહનો પણ ચેક કરવામાં આવ્યા હતા અને જે વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવામાં આવી હતી તેવી કાર પણ ડિટેઈન કરવામાં આવી હતી.

અમદાવાદ પોલીસે બુટલેગરો સામે કરી કાર્યવાહી

અમદાવાદ પોલીસ કમિશનરની સીધી નજર હેઠળ પીસીબી (Prevention of Crime Branch ) શહેરમાં કામગીરી કરતી હોય છે ત્યારે અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં દારૂ અને જુગારને લઈ પીસીબી દરોડા પાડતી હોય છે,ત્યારે અમદાવાદ પીસીબીએ ફરી વાર બુટલેગરો સામે લાલ આંખ કરી છે અને 28 નવેમ્બર 2024 સુધીમાં કુલ 425 બુટલેગરોને જેલ હવાલે કર્યા છે,બીજી તરફ વર્ષ 28 નવેમ્બર 2023માં 152 બુટલેગરોને જેલ હવાલે કર્યા હતા,ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 273 બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી છે.

ગૃહ રાજ્ય પ્રધાને પોલીસે અધિકારી સાથે કરી હતી બેઠક

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠેલા સવાલો મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી હતી. અધિકારીઓને રસ્તા પર ઉતરવાની સૂચના આપી હતી.ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા સતત બે રાત્રિથી શહેરના દરેક વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરાઈ છે. એટલુ જ નહીં પોલીસે ગુનેગારોના ઘર અને અન્ય સ્થળો પર પણ તપાસ કરવામાં આવી રહી છે.