Ahmedabad: પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં ફેમિલી કોર્ટની સત્તા મર્યાદિત : HC
પતિ-પત્ની વચ્ચે પરસ્પર સંમંતિથી છૂટાછેડા લેવા અંગેની અરજીમાં જયારે પતિ-પત્નીમાંથી કોઇપણ પક્ષકારે જયારે કોઇ અણધાર્યા સંજોગો વિશે અદાલતનું ધ્યાન દોર્યુ ના હોય તો પછી આવી અરજીમાં કોઇ શંકા કરવાની ફેમીલી કોર્ટને સત્તા કે અધિકાર નથી એમ ગુજરાત હાઇકોર્ટે એક અગત્યના ચુકાદા મારફ્તે ઠરાવ્યું છે.આ બાબત ફેમીલી કોર્ટના ન્યાયિક ક્ષેત્રમાં આવતી નથી. પરસ્પર સંમંતિથી પતિ-પત્નીના છૂટાછેડા નામંજૂર કરવાના આણંદ ફેમીલી કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટે ગેરકાયદેસર, અયોગ્ય અને રદબાતલ ઠરાવ્યો હતો. જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ મૌલિક શેલતની ખંડપીઠે પતિ-પત્ની બંનેને સાંભળ્યા બાદ તેમની ઇચ્છા જાણ્યા બાદ આખરે તેમના છૂટાછેડા મંજૂર કર્યા હતા અને બંનેના લગ્ન વિચ્છેદનો વિધિવત હુકમ કર્યો હતો.પતિ-પત્ની તરફ્થી એડવોકેટ મહર્ષિ વિજય પટેલે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ફેમીલી કોર્ટે તેમના છૂટાછેડા ખોટી રીતે નામંજૂર કર્યા છે. ફેમીલી કોર્ટે પાસે માત્ર કાયદાકીય જોગવાઇ અને પરસ્પર સમંતિનું પરિબળ જ ધ્યાનમાં લેવા સિવાય બીજી કોઇ કોઇ સત્તા નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પતિ-પત્ની વચ્ચે પરસ્પર સંમંતિથી છૂટાછેડા લેવા અંગેની અરજીમાં જયારે પતિ-પત્નીમાંથી કોઇપણ પક્ષકારે જયારે કોઇ અણધાર્યા સંજોગો વિશે અદાલતનું ધ્યાન દોર્યુ ના હોય તો પછી આવી અરજીમાં કોઇ શંકા કરવાની ફેમીલી કોર્ટને સત્તા કે અધિકાર નથી એમ ગુજરાત હાઇકોર્ટે એક અગત્યના ચુકાદા મારફ્તે ઠરાવ્યું છે.
આ બાબત ફેમીલી કોર્ટના ન્યાયિક ક્ષેત્રમાં આવતી નથી. પરસ્પર સંમંતિથી પતિ-પત્નીના છૂટાછેડા નામંજૂર કરવાના આણંદ ફેમીલી કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટે ગેરકાયદેસર, અયોગ્ય અને રદબાતલ ઠરાવ્યો હતો. જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ મૌલિક શેલતની ખંડપીઠે પતિ-પત્ની બંનેને સાંભળ્યા બાદ તેમની ઇચ્છા જાણ્યા બાદ આખરે તેમના છૂટાછેડા મંજૂર કર્યા હતા અને બંનેના લગ્ન વિચ્છેદનો વિધિવત હુકમ કર્યો હતો.પતિ-પત્ની તરફ્થી એડવોકેટ મહર્ષિ વિજય પટેલે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ફેમીલી કોર્ટે તેમના છૂટાછેડા ખોટી રીતે નામંજૂર કર્યા છે. ફેમીલી કોર્ટે પાસે માત્ર કાયદાકીય જોગવાઇ અને પરસ્પર સમંતિનું પરિબળ જ ધ્યાનમાં લેવા સિવાય બીજી કોઇ કોઇ સત્તા નથી.