Ahmedabad: નેહરુનગર વિસ્તારમાં મકાનમાં આગ, હનુમાનજી મંદિર પાસે લાગેલી આગ પર ફાયર ટીમે મેળવ્યો કાબૂ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નેહરુનગર વિસ્તારમાં આજે આગની એક ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. નેહરુનગરથી સી.એન. સ્કૂલ (CN School) તરફ જવાના રસ્તા પર આવેલા હનુમાનજી મંદિરની નજીક એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. મકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
રહેણાંક મકાનમાં આગ લાગી
આગની ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને વધુ પ્રસરાતી અટકાવી હતી અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે ઈજા થઈ હોવાના સમાચાર નથી.આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા તપાસ કર્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે. આગને કારણે મકાનમાં રહેલી ઘરવખરીને નુકસાન થયું હોવાની માહિતી મળી છે.
આ પણ વાંચો: Ahmedabad: વસ્ત્રાપુરમાં ચેઇન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ, માનસી ચાર રસ્તા પાસે લોકોએ બે સ્નેચરોને ઝડપી પોલીસને હવાલે કર્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

