Ahmedabad: નિયમ નેવે મૂકી પ્રતિબંધિત-નો વેન્ડિંગ ઝોનના બોર્ડ મૂકવાની દરખાસ્તની મંજૂરીથી વિવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
AMCના અધિકારીઓની લાલીયાવાડીનો વધુ એક દાખલો સામે આવ્યો છે. નિયમ મંજૂર કર્યા વિના રિસ્ટ્રિક્ટેડ અને નો વેન્ડિંગ ઝોનના બોર્ડ મૂકવાની દરખાસ્ત શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાઇ હતી.
કમિટીએ કોઇ પણ ચકાસણી વગર દરખાસ્ત મંજૂર કરી દેવાતા વિવાદ સર્જાયો છે. અધિકારીઓની લાલીયાવાડીની સાથે સત્તાપક્ષે પણ ધ્યાન ના આપી શહેરના વિવિધ રોડ ઉપર નો વેન્ડિંગ ઝોનના બોર્ડ મૂકવાના 1.18 કરોડના ખર્ચને શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપી હતી. વિપક્ષે કહ્યું કે, શહેરમાં વેન્ડિંગ પોલીસીના નિયમોની મંજૂરી વગર ખર્ચ કાગળ પર થશે.
છેલ્લા 6 મહિનાથી વેન્ડિંગ પોલીસીના નિયમોનો મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી અને ટાઉન પ્લાનીંગ કમિટી દ્વારા સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટની અમલવારી માટે બનાવેલા નિયમોને મંજૂરી અપાઇ નથી. ત્યાં અચાનક નિયમો અંતર્ગત વેન્ડિંગ પોલીસી અન્વયે ઇજનેર ટ્રાફિક પ્રોજેક્ટ દ્વારા જુદા જુદા ઝોનમાં મેન્ડેટરી પ્રકારના રિસ્ટ્રિક્ટેડ વેન્ડિંગ ઝોન, નો વેન્ડિંગ ઝોન અને રિસ્ટ્રિક્ટેડ ફી વેન્ડિંગ ઝોનના સાઇનેજીસ, ઇન્ફોર્મેટીવ તેમજ નોટીસ બોર્ડ ઇન્સ્ટોલેશન સહિતના કામ માટેના ટેન્ડરને રોડઝ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં મંજૂર કરીને મોકલી અપાતા શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીએ ત્રીજીવાર આવેલી દરખાસ્ત પર ચર્ચા કર્યા વિના મંજૂરીની મહોર પણ મારી દીધી હતી. જેનો વિરોધ થતાં હવે કમિટીએ દરખાસ્તને વિચારણા પર લીધી છે. બીજીબાજુ શહેરમાં કયા રોડ અને સ્થળોને નો વેન્ડિંગ ઝોન અને રિસ્ક્રિક્ટેડ વેન્ડિંગ ઝોન તરીકે નક્કી કરાયા નથી. ટાઉન વેન્ડિંગ કમિટીની પ્રપોઝલ અંગે ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા નિર્ણય પણ લેવાયો નહીં હોવા છતાં 1.18 કરોડના ખર્ચનો વ્યય કરવાનો કમિટીએ નિર્ણય લેતા વિવાદ વકર્યો છે.
ટાઉન વેન્ડિંગ કમિટીએ બનાવેલા નિયમોને મંજૂર કરવા માટે બેવાર દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાઇ હતી પણ કમિટીએ પહેલીવાર દરખાસ્તને મુલતવી રાખી હતી પછી બીજીવાર દરખાસ્તને ટાઉન પ્લાનિંગ કમિટી તરફ મોકલી હતી. ટાઉન પ્લાનિંગ કમિટીએ સ્ટ્રીટ વેન્ડિંગના નવા નિયમોની દરખાસ્તને પરત મોકલી હતી. ટાઉન્ વેન્ડિંગ કમિટીએ સ્ટ્રીટ વેન્ડિંગ માટે બનાવેલા નિયમોને મંજૂરી મળી નથી.
What's Your Reaction?






