Ahmedabad: નિકોલમાં ગુંડાગીરી કરનારા 3 ઝડપાયા, હજુ 5 આરોપી પોલીસ પકડથી દૂર

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગરબામાં ગુંડાગીરી કરનારા આરોપીઓની પોલીસ દ્વારા ધરકપડ કરવામાં આવી છે. નિકોલ પોલીસે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. કેટલાક અસામાજિક તત્વોએ ઘાતક હથિયારો સાથે ફ્લેટમાં ઘુસીને મારામારી કરી હતી.નિકોલ પોલીસે 8માંથી 3 આરોપીની કરી ધરપકડ ચાલુ ગરબામાં બર્થ ડે સોંગ વગાડવાના મુદ્દે ઝઘડો થયો હતો. સમગ્ર ઘટનામાં નિકોલ પોલીસે અત્યાર સુધી 8 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને હજુ પણ 5 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. ત્યારે પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ આરોપીઓમાંથી કેટલાક આરોપીઓ જ્યાં બનાવ બન્યો તે જ ફલેટમાં રહેતા હતા અને અન્ય કેટલાક આરોપીઓ આસપાસની સોસાયટી અને ફલેટમાં રહેતા હતા. શું હતી સમગ્ર ઘટના? થોડા દિવસ પહેલા જ શહેરના નિકોલ વિસ્તારમાં ગરબામાં ગુંડાગીરીના CCTV દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં અસામાજિક તત્વોએ ગરબા દરમિયાન આતંક મચાવ્યો હતો અને ચાલુ ગરબામાં જ સોસાયટીમાં મારામારીની ઘટના બની હતી. નિકોલના એક ફલેટમાં ગરબામાં નશામાં ધૂત થઈને આવેલા યુવક અને અન્ય લુખ્ખા તત્વોએ મોટો આતંક મચાવ્યો હતો અને ઘાતક હથિયારો સાથે ફ્લેટમાં ઘુસીને મારામારી કરીને તોફાન મચાવ્યું હતું. સોસાયટીમાં ઘુસીને મહિલાઓ અને પુરુષોને બહારથી આવેલા આ ગુંડાઓએ માર માર્યો હતો. ત્યારે આ અંગે નિકોલ પોલીસ પણ ફરિયાદ ના લેતી હોવાનો આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા હતા. લુખ્ખા તત્વોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ આ ઘટના બાદ આસપાસના પણ તમામ વિસ્તારોમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને મહિલાઓ સહિત નાના બાળકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આ લુખ્ખા તત્વો સામે કડકમાં કડક સજા પોલીસ દ્વારા કરવામાં આવે તેવી માગ સ્થાનિક સહિત આસપાસના વિસ્તારના લોકો કરી રહ્યા છે. રાજકોટમાં ટ્રાફિક પોલીસ અને કાર માલિક વચ્ચે થઈ હતી બબાલ બીજી તરફ રાજકોટમાં પણ બે દિવસ પહેલા ટ્રાફિક પોલીસ અને કાર માલિક વચ્ચે બબાલ થઈ હોવાની ઘટના બની હતી. કોટેચા ચોક પાસે ટ્રાફિક પોલીસ કાર્યવાહી માટે ગઈ હતી, ત્યાં પાર્કિંગમાં રહેલી કારને લોક મારી દેતા કારમાલિકે પિત્તો ગુમાવ્યો હતો અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી અને કારચાલકે લોક મારનાર કોન્સ્ટેબલને લાત પણ મારી દીધી હતી. ત્યારબાદ કોન્સ્ટેબલે કારચાલકને મારવા માટે ધોકો ઉપાડ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો હતો.

Ahmedabad: નિકોલમાં ગુંડાગીરી કરનારા 3 ઝડપાયા, હજુ 5 આરોપી પોલીસ પકડથી દૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગરબામાં ગુંડાગીરી કરનારા આરોપીઓની પોલીસ દ્વારા ધરકપડ કરવામાં આવી છે. નિકોલ પોલીસે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. કેટલાક અસામાજિક તત્વોએ ઘાતક હથિયારો સાથે ફ્લેટમાં ઘુસીને મારામારી કરી હતી.

નિકોલ પોલીસે 8માંથી 3 આરોપીની કરી ધરપકડ

ચાલુ ગરબામાં બર્થ ડે સોંગ વગાડવાના મુદ્દે ઝઘડો થયો હતો. સમગ્ર ઘટનામાં નિકોલ પોલીસે અત્યાર સુધી 8 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને હજુ પણ 5 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. ત્યારે પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ આરોપીઓમાંથી કેટલાક આરોપીઓ જ્યાં બનાવ બન્યો તે જ ફલેટમાં રહેતા હતા અને અન્ય કેટલાક આરોપીઓ આસપાસની સોસાયટી અને ફલેટમાં રહેતા હતા.

શું હતી સમગ્ર ઘટના?

થોડા દિવસ પહેલા જ શહેરના નિકોલ વિસ્તારમાં ગરબામાં ગુંડાગીરીના CCTV દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં અસામાજિક તત્વોએ ગરબા દરમિયાન આતંક મચાવ્યો હતો અને ચાલુ ગરબામાં જ સોસાયટીમાં મારામારીની ઘટના બની હતી. નિકોલના એક ફલેટમાં ગરબામાં નશામાં ધૂત થઈને આવેલા યુવક અને અન્ય લુખ્ખા તત્વોએ મોટો આતંક મચાવ્યો હતો અને ઘાતક હથિયારો સાથે ફ્લેટમાં ઘુસીને મારામારી કરીને તોફાન મચાવ્યું હતું. સોસાયટીમાં ઘુસીને મહિલાઓ અને પુરુષોને બહારથી આવેલા આ ગુંડાઓએ માર માર્યો હતો. ત્યારે આ અંગે નિકોલ પોલીસ પણ ફરિયાદ ના લેતી હોવાનો આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા હતા.

લુખ્ખા તત્વોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ

આ ઘટના બાદ આસપાસના પણ તમામ વિસ્તારોમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને મહિલાઓ સહિત નાના બાળકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આ લુખ્ખા તત્વો સામે કડકમાં કડક સજા પોલીસ દ્વારા કરવામાં આવે તેવી માગ સ્થાનિક સહિત આસપાસના વિસ્તારના લોકો કરી રહ્યા છે.

રાજકોટમાં ટ્રાફિક પોલીસ અને કાર માલિક વચ્ચે થઈ હતી બબાલ

બીજી તરફ રાજકોટમાં પણ બે દિવસ પહેલા ટ્રાફિક પોલીસ અને કાર માલિક વચ્ચે બબાલ થઈ હોવાની ઘટના બની હતી. કોટેચા ચોક પાસે ટ્રાફિક પોલીસ કાર્યવાહી માટે ગઈ હતી, ત્યાં પાર્કિંગમાં રહેલી કારને લોક મારી દેતા કારમાલિકે પિત્તો ગુમાવ્યો હતો અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી અને કારચાલકે લોક મારનાર કોન્સ્ટેબલને લાત પણ મારી દીધી હતી. ત્યારબાદ કોન્સ્ટેબલે કારચાલકને મારવા માટે ધોકો ઉપાડ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો હતો.