Ahmedabad: નારોલમાં સામાન્ય બાબતમાં મિત્રએ કરી હત્યા, પોલીસે આરોપીને ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના નારોલ વિસ્તારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી છે. બંને મિત્રો વચ્ચે સામાન્ય બોલાચાલીમાં ઝઘડા થતા હતા અને આરોપીને ડર હતો કે મૃતક તેને મારી નાખશે. જેથી અવાવરું જગ્યાએ લઈ જઈ તલવારના ઘા મારી હત્યા નીપજાવી હતી. જોકે આરોપી પોતાના પરિવાર સાથે અમદાવાદથી ફરાર થાય તે પહેલા પોલીસે તેને ઝડપી પાડ્યો છે.
યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો
નારોલ પોલીસ સ્ટેશન પાસે આવેલા રંગોલી નગર નજીકના એક ખુલ્લા મેદાનમાં ગઈકાલે મોડી રાત્રે ધ્રુવેન્દ્રસિંહ રાજાવત નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે તપાસ શરૂ કરતાં હત્યારો અન્ય કોઈ નહીં, પરંતુ મૃતકનો મિત્ર રવિ ઉર્ફે બાપુ અમરતભાઈ બોરાણા હોવાનું સામે આવ્યું છે, જેથી નારોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી મિત્રની જ હત્યાના ગુનામાં મિત્રની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
છેલ્લા અઢી વર્ષથી એકબીજાના મિત્ર હતા
આરોપી રવિ ઉર્ફે બાપુની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે મૃતક અને આરોપી છેલ્લા અઢી વર્ષથી એકબીજાના મિત્ર છે અને એકબીજાને સારી રીતે ઓળખતા હતા. જોકે એક અઠવાડિયા પહેલા મૃતક ધ્રુવેન્દ્રસિંહે આરોપી રવિને કોઈ કારણોસર બોલાચાલી કરી માર માર્યો હતો અને ત્યારથી જ રવિને ડર હતો કે મૃતક તેને મારી નાખશે. જેથી આરોપીએ ગ્રાઉન્ડમાં પહેલાથી જ તલવાર છુપાવીને રાખી હતી અને ગઈકાલે મોકો મળતા હત્યા કરી આરોપી ફરાર થવાની તૈયારી કરી રહ્યો હતો, તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
શંકાના આધારે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી રવિ વિરુદ્ધ કાગડાપીઠમાં મારામારીનો ગુનો નોંધાયો હતો. જોકે નારોલની હત્યા મામલે આરોપી કંઈક છુપાવી રહ્યો છે. જે શંકાના આધારે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે, હત્યાના મૂળ કારણ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. સાથે જ મૃતક આરોપીની હત્યા કરવા કેમ માગતો હતો? તે કારણ જાણવા પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
What's Your Reaction?






