Ahmedabad: નકલી જજ મોરીસ ક્રિશ્ચિયનને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

અમદાવાદમાં થોડા દિવસ પહેલા પકડાયેલા નકલી જજ મોરીસ ક્રિશ્ચિયનના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. મોરિસ ક્રિશ્ચિયનના સાથી આરોપી દિલીપ રાઠોડને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. બંને આરોપીઓની પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરી અને પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા કોર્ટે નકલી જજ મોરીસ ક્રિશ્ચિયનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.નકલી જજ સેમ્યુઅલ મોરીસ કાંડમાં વધુ એક ખુલાસો તમને જણાવી દઈએ કે નકલી જજ સેમ્યુઅલ મોરીસ કાંડમાં તપાસ દરમિયાન અનેક મોટા ખુલાસાઓ થયા છે, ત્યારે મોરિસની નકલી કોર્ટ અને જજ બાદ હવે તેની ડિગ્રી પણ નકલી નીકળી છે. બાર કાઉન્સિલે પરિપત્ર દ્વારા આ જાહેરાત કરી છે. વકીલની ડિગ્રીના નામે વર્ષોથી મોરિસ વકીલની પ્રેક્ટિસ કરતો હતો. મોરિસ કોઈપણ રાજ્યની કાઉન્સિલમાં રોલ પર નોંધાયેલો નથી અને મોરીસ ક્રિશ્ચિયન સનદ મેળવવા માટેની લાયકાત કે યોગ્યતા પણ ધરાવતો નથી. બાર કાઉન્સીલે સ્પષ્ટ કર્યું કે મોરીસ ક્રિશ્ચિયન દેશના કોઈપણ રાજ્યની બાર કાઉન્સીલમાં સભ્ય નથી. જજ બનીને સામાજિક કાર્યક્રમોમાં પણ આપતો હાજરી આ સાથે જ મોરીસે જે યુનિવર્સિટીમાંથી ડિગ્રી લેવાનો દાવો કર્યો તે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાની માન્યતા જ નથી. આ સાથે જ નકલી જજ નવાબી શોખ ધરાવતો હતો અને નકલી જજને લક્ઝુરિયસ કારનો પણ શોખ હતો. આ સિવાય નકલી જજ બનીને અનેક સામાજિક કાર્યક્રમોમાં પણ હાજરી આપતો હતો. નકલી આર્બિટ્રેટરના બનાવટી ઓર્ડર સામે HCમાં અરજી 30 ઓક્ટોબરે નકલી આર્બિટ્રેટર વિરુદ્ધ વધુ એક બનાવટી ઓર્ડર અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ભાવનગરની જલદીપ મીનરલ્સના કૌટુંબીક વિખવાદ મુદ્દે લવાદ કર્યું હતું. વિખવાદના લવાદ માટે જમીન માલિક ઉષા પંડિત દ્વારા મોરીસ ક્રિશ્ચિયનને લવાદ તરીકે રખાયો હતો. ભાવનગર વલ્લભીપુર તાલુકાના પાણવી ગામની વડીલો પાર્જીત માઈનિંગ મિલની જમીનમાં ક્રિશ્ચિયન મોરીસે વચગાળાનો ખોટો હુકમ કર્યો હતો. જેને કૌટુંબિક ભાઈ પરેશ મહેતા અને અન્ય વ્યક્તિ હરેશ ડોડીયાએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટમાં મોરીસ ક્રિશ્ચિયન અને તેના ભુતકાળ વિશે જાણ થતાં ઉષા પંડિતે હાઈકોર્ટ સમક્ષ પોતે ભોગ બન્યાની જાહેરાત કરી હતી. તેમને વકીલ મારફતે હાઈકોર્ટ સમક્ષ લેખિત જવાબ રજુ કર્યો હતો. અરજદારે આરોપીઓ પર આક્ષેપ લગાવતા બદઈરાદે ખોટા ડોક્યુમેન્ટ બનાવી જમીન પચાવવાનો આરોપ લગાવ્યો હતો. મોરિસ ક્રિશ્ચિયને ફરિયાદીના ફેવરનો ઓર્ડર કર્યો હતો, ત્યારે ફરિયાદી અને પક્ષકારને મોરીસ ક્રિશ્ચિયને છેતર્યા હતા તે અંગે હાઈકોર્ટની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Ahmedabad: નકલી જજ મોરીસ ક્રિશ્ચિયનને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં થોડા દિવસ પહેલા પકડાયેલા નકલી જજ મોરીસ ક્રિશ્ચિયનના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. મોરિસ ક્રિશ્ચિયનના સાથી આરોપી દિલીપ રાઠોડને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. બંને આરોપીઓની પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરી અને પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા કોર્ટે નકલી જજ મોરીસ ક્રિશ્ચિયનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.

નકલી જજ સેમ્યુઅલ મોરીસ કાંડમાં વધુ એક ખુલાસો

તમને જણાવી દઈએ કે નકલી જજ સેમ્યુઅલ મોરીસ કાંડમાં તપાસ દરમિયાન અનેક મોટા ખુલાસાઓ થયા છે, ત્યારે મોરિસની નકલી કોર્ટ અને જજ બાદ હવે તેની ડિગ્રી પણ નકલી નીકળી છે. બાર કાઉન્સિલે પરિપત્ર દ્વારા આ જાહેરાત કરી છે. વકીલની ડિગ્રીના નામે વર્ષોથી મોરિસ વકીલની પ્રેક્ટિસ કરતો હતો. મોરિસ કોઈપણ રાજ્યની કાઉન્સિલમાં રોલ પર નોંધાયેલો નથી અને મોરીસ ક્રિશ્ચિયન સનદ મેળવવા માટેની લાયકાત કે યોગ્યતા પણ ધરાવતો નથી. બાર કાઉન્સીલે સ્પષ્ટ કર્યું કે મોરીસ ક્રિશ્ચિયન દેશના કોઈપણ રાજ્યની બાર કાઉન્સીલમાં સભ્ય નથી.

જજ બનીને સામાજિક કાર્યક્રમોમાં પણ આપતો હાજરી

આ સાથે જ મોરીસે જે યુનિવર્સિટીમાંથી ડિગ્રી લેવાનો દાવો કર્યો તે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાની માન્યતા જ નથી. આ સાથે જ નકલી જજ નવાબી શોખ ધરાવતો હતો અને નકલી જજને લક્ઝુરિયસ કારનો પણ શોખ હતો. આ સિવાય નકલી જજ બનીને અનેક સામાજિક કાર્યક્રમોમાં પણ હાજરી આપતો હતો.

નકલી આર્બિટ્રેટરના બનાવટી ઓર્ડર સામે HCમાં અરજી

30 ઓક્ટોબરે નકલી આર્બિટ્રેટર વિરુદ્ધ વધુ એક બનાવટી ઓર્ડર અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ભાવનગરની જલદીપ મીનરલ્સના કૌટુંબીક વિખવાદ મુદ્દે લવાદ કર્યું હતું. વિખવાદના લવાદ માટે જમીન માલિક ઉષા પંડિત દ્વારા મોરીસ ક્રિશ્ચિયનને લવાદ તરીકે રખાયો હતો. ભાવનગર વલ્લભીપુર તાલુકાના પાણવી ગામની વડીલો પાર્જીત માઈનિંગ મિલની જમીનમાં ક્રિશ્ચિયન મોરીસે વચગાળાનો ખોટો હુકમ કર્યો હતો. જેને કૌટુંબિક ભાઈ પરેશ મહેતા અને અન્ય વ્યક્તિ હરેશ ડોડીયાએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટમાં મોરીસ ક્રિશ્ચિયન અને તેના ભુતકાળ વિશે જાણ થતાં ઉષા પંડિતે હાઈકોર્ટ સમક્ષ પોતે ભોગ બન્યાની જાહેરાત કરી હતી. તેમને વકીલ મારફતે હાઈકોર્ટ સમક્ષ લેખિત જવાબ રજુ કર્યો હતો. અરજદારે આરોપીઓ પર આક્ષેપ લગાવતા બદઈરાદે ખોટા ડોક્યુમેન્ટ બનાવી જમીન પચાવવાનો આરોપ લગાવ્યો હતો. મોરિસ ક્રિશ્ચિયને ફરિયાદીના ફેવરનો ઓર્ડર કર્યો હતો, ત્યારે ફરિયાદી અને પક્ષકારને મોરીસ ક્રિશ્ચિયને છેતર્યા હતા તે અંગે હાઈકોર્ટની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.