Rajkot: દિવાળી ટાણે ખેડૂતો પર માવઠાનો માર..! મગફળી, કપાસના પાકોમાં ભારે નુકસાન
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે દિવાળીના દિવસો નજીક છે ત્યારે ખેડૂતો ઉપર ચોથી વખત આફતનો વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે જેના કારણે જસદણ પંથકના ખેડૂતોને દિવાળી સમયે ખરખરો કરવાની નોબત આવી છે વરસાદના કારણે જસદણના અનેક જગ્યાઓએ મગફળી, કપાસ ,સોયાબીન જેવા પાકને મોટા મોટા પાએ નુકસાની ભોગવવાનો ખેડૂતોને વારો આવ્યો છે રાજકોટના જસદણ તેમજ આસપાસના પંચકમાં નવરાત્રી બાદ ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે જેમાં આ વરસાદને કારણે ખેડૂતોને સતત ચોથી વખત નુકસાની વેચવાનો વારો આવ્યો છે કારણ કે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખેડૂતોએ કરેલું વાવેતર અને વાવેતરની ઉપર પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોનો વાવેતર કરેલો મોલ તૈયાર થઈ રહેલો મોલ અને તૈયાર થઈને ખેતરમાં પડેલો મોલ બરબાદ થઈ રહ્યો છે તણાઈ રહ્યો છે અને મુશળધાર વરસાદ પડવાના કારણે નુકસાન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.જસદણ વિછીયા આટકોટ પંથકમાં સામાન્ય રીતે ખૂબ ઓછો વરસાદ નોંધાતો હોય છે પરંતુ આ વર્ષે વરસાદ જાણે ખેડૂતો માટે આફત બનીને વર્ષે રહ્યો હોય તેવું એક બે નહીં પરંતુ ચાર ચાર વખત થયું હોવાના કારણે ખેડૂતોએ કરેલું વાવેતર અને વાવેતર બાદ મોલ ઉપર વરસાદ પડતા ની સાથે જ મોલમાં ઉપજ આવવાની તૈયારી થાય તે પહેલા જ વેરવિખેર થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે જસદણ અને આસપાસના પંથકના અંદાજે 100 જેટલા ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદના કારણે મગફળી, કપાસ, એરંડા, તુવેર ,સોયાબીન સહિતના પાકમાં નુકસાની ઉપર નુકસાની થઈ રહી છે ત્યારે આ મામલે સરકાર સર્વે કરાવે છે પરંતુ ખેડૂતોને યોગ્ય અને નુકસાની અંગેનું વળતર નહીં મળતા ખેડૂતોને પણ હવે સરકાર પાસે કોઈ આશા અપેક્ષાઓ નથી જોવા મળી રહી.ગુજરાતમાં પાછોતરો વરસાદ પડતા ખેડૂતોના ખેતર અને વાડીમાં પથરાયેલો મગફળી નો પાક પલળી જતા ખેડૂતો ચિંતિત જસદણ શહેર અને તાલુકાના ભાડલા,ભંડારીયા ,કમળાપુર ,આટકોટ, વીરનગર,પાંચવડા,સાણથલી, કાળાસર ,લીલાપુર ,મોટા દડવા ,ગરણી સહિતના અનેક ગામોમાં વરસાદ પડતા ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે જ્યારે મગફળીમાંથી નીકળતો પશુઓનો ઘાસચારો પણ બગડી ગયો જસદણના લીલાપુર ગામે વાડી વિસ્તારમાં મગફળી નો પાક બગડી જતા ખેડૂતોની સરકાર પાસે સો ટકા સહાયની માંગ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે દિવાળીના દિવસો નજીક છે ત્યારે ખેડૂતો ઉપર ચોથી વખત આફતનો વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે જેના કારણે જસદણ પંથકના ખેડૂતોને દિવાળી સમયે ખરખરો કરવાની નોબત આવી છે વરસાદના કારણે જસદણના અનેક જગ્યાઓએ મગફળી, કપાસ ,સોયાબીન જેવા પાકને મોટા મોટા પાએ નુકસાની ભોગવવાનો ખેડૂતોને વારો આવ્યો છે
રાજકોટના જસદણ તેમજ આસપાસના પંચકમાં નવરાત્રી બાદ ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે જેમાં આ વરસાદને કારણે ખેડૂતોને સતત ચોથી વખત નુકસાની વેચવાનો વારો આવ્યો છે કારણ કે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખેડૂતોએ કરેલું વાવેતર અને વાવેતરની ઉપર પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોનો વાવેતર કરેલો મોલ તૈયાર થઈ રહેલો મોલ અને તૈયાર થઈને ખેતરમાં પડેલો મોલ બરબાદ થઈ રહ્યો છે તણાઈ રહ્યો છે અને મુશળધાર વરસાદ પડવાના કારણે નુકસાન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.
જસદણ વિછીયા આટકોટ પંથકમાં સામાન્ય રીતે ખૂબ ઓછો વરસાદ નોંધાતો હોય છે પરંતુ આ વર્ષે વરસાદ જાણે ખેડૂતો માટે આફત બનીને વર્ષે રહ્યો હોય તેવું એક બે નહીં પરંતુ ચાર ચાર વખત થયું હોવાના કારણે ખેડૂતોએ કરેલું વાવેતર અને વાવેતર બાદ મોલ ઉપર વરસાદ પડતા ની સાથે જ મોલમાં ઉપજ આવવાની તૈયારી થાય તે પહેલા જ વેરવિખેર થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે જસદણ અને આસપાસના પંથકના અંદાજે 100 જેટલા ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદના કારણે મગફળી, કપાસ, એરંડા, તુવેર ,સોયાબીન સહિતના પાકમાં નુકસાની ઉપર નુકસાની થઈ રહી છે ત્યારે આ મામલે સરકાર સર્વે કરાવે છે પરંતુ ખેડૂતોને યોગ્ય અને નુકસાની અંગેનું વળતર નહીં મળતા ખેડૂતોને પણ હવે સરકાર પાસે કોઈ આશા અપેક્ષાઓ નથી જોવા મળી રહી.
ગુજરાતમાં પાછોતરો વરસાદ પડતા ખેડૂતોના ખેતર અને વાડીમાં પથરાયેલો મગફળી નો પાક પલળી જતા ખેડૂતો ચિંતિત જસદણ શહેર અને તાલુકાના ભાડલા,ભંડારીયા ,કમળાપુર ,આટકોટ, વીરનગર,પાંચવડા,સાણથલી, કાળાસર ,લીલાપુર ,મોટા દડવા ,ગરણી સહિતના અનેક ગામોમાં વરસાદ પડતા ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે જ્યારે મગફળીમાંથી નીકળતો પશુઓનો ઘાસચારો પણ બગડી ગયો જસદણના લીલાપુર ગામે વાડી વિસ્તારમાં મગફળી નો પાક બગડી જતા ખેડૂતોની સરકાર પાસે સો ટકા સહાયની માંગ છે.