Ahmedabad: ત્રણ દિવસ પ્રોપર્ટી શોનું આયોજન, 400થી વધુ પ્રોપર્ટી જોવા મળશે
નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની (NAREDCO) સ્થાપના ભારત સરકારનાં આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયનાં નેજા હેઠળ વર્ષ 1998 માં સ્વાયત્ત સ્વ-નિયમનકારી સર્વોચ્ચ રાષ્ટ્રીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી. કેન્દ્રીય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનાં મંત્રી મનોહરલાલ ખટ્ટર NAREDCO નાં ચીફ પેટ્રન છે, જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ NAREDCO ગુજરાતનાં ચીફ પેટ્રન છે. NAREDCO પ્રોપર્ટી ફેસ્ટ– 2024 NAREDCO ગુજરાત 20 થી 22 ડિસેમ્બર, 2024 દરમિયાન અમદાવાદમાં વૈષ્ણોદેવીથી ઓગણજ ટોલ પ્લાઝા તરફ, સરદાર પટેલ રિંગરોડ ખાતે સૌ પ્રથમવાર પ્રોપર્ટી ફેસ્ટનું (Property Fest –2024) આયોજન કરવામાં આવી રહ્યું છે. આ 3 દિવસીય કાર્યક્રમમાં પ્રોપર્ટીમાં રસ ધરાવતા લોકો, રોકાણકારો અને ઘર ખરીદનારાઓ માટે અદભુત અને અકલ્પનીય EXPO બની રહેશે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે, જેમાં સૌ પ્રથમવાર સૌ સહભાગી ડેવલપર્સ આ પ્રોપર્ટી એક્સ્પોમાં પ્રોપર્ટી બુક કરાવનારે 0% સ્ટેમ્પ ડ્યૂટીનો લાભ આપશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, લાઈફ કોચ અને જાણીતા વક્તા ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજીનાં હસ્તે 20 ડિસેમ્બરનાં રોજ સવારે 9:30 કલાકે બિગેસ્ટ પ્રોપર્ટી ફેસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને સૌ નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવશે. દરરોજ સવારે 10 થી રાત્રે 8 કલાક સુધી નાગરિકો પ્રોપર્ટી ફેસ્ટની મુલાકાત લઈ શકે છે. આ પ્રોપર્ટી ફેસ્ટ 400 થી વધુ પ્રોપર્ટીને એક્સપ્લોર કરવાનો એક અનોખો અવસર પ્રદાન કરશે, જેમાં આરામદાયક રહેણાંક ઘરોથી માંડીને અત્યાધુનિક કમર્શિયલ જગ્યાઓ, વીકેન્ડ રિટ્રિટ માટેનાં સ્થળો, પ્લોટેડ ડેવલપમેન્ટ્સ અને અન્ય ઘણું બધું સામેલ છે. કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ તમામ માટે નિઃશુલ્ક પ્રવેશ 60 થી વધારે સહભાગી સ્ટોલ અમદાવાદ અને ગાંધીનગરની 400થી વધુ પ્રોપર્ટી ખરીદી પર 0% સ્ટેમ્પ ડ્યૂટી ઇમર્સિવ એક્સપિરિયન્સ અરેના – અમદાવાદ ધ ગ્લોબલ સિટી પાર્ટનર્સ ગેલેરી અને ફાઇનાન્સ ગેલેરીની વ્યવસ્થા NAREDCO કોન્ક્લેવ-2024 2.0 પ્રોપર્ટી ફેસ્ટનાં બીજા દિવસે એટલે કે 21 ડિસેમ્બરનાં રોજ સાંજે 5:00 કલાકે NAREDCO કોન્ક્લેવ-2024, 2.0 માં અધ્યક્ષસ્થાને ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સહકાર વિભાગનાં મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, NAREDCOના ચેરમેન ડૉ. નિરંજન હીરાનંદાની, NAREDCO નાં વાઈસ ચેરમેન રંજન એન. બન્દેલકર અને NAREDCOના પ્રેસિડન્ટ જી. હરીબાબુ સહિત ભારતનાં અન્ય અગ્રણી ડેવલપર્સ પણ ઉપસ્થિત રહેશે. ઉપરાંત, દેશભરનાં 150 થી વધુ ડેવલપર્સ અને ગુજરાતનાં 100 થી વધુ તથા 200 થી વધુ અમદાવાદ અને ગાંધીનગરનાં અગ્રણી ડેવલપર્સ આ કોન્ક્લેવમાં સહભાગી બની ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં રહેલી સંભાવનાઓ પર મનોમંથન કરશે. વિશેષ આકર્ષણ: ગુજરાતમાં સૌ પ્રથમવાર આયોજિત 400 થી વધુ પ્રોપર્ટી ખરીદી પર 0% સ્ટેમ્પ ડ્યૂટી વિવિધ શોપિંગ ઝોન અને હોટસ્પોટ્સ પર મુલાકાતીઓને શોપિંગની સાથે સેલિબ્રેશનનો લાહ્વો મળે તેવા ઉદેશ્ય સાથે સફળતાપૂર્વક આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ-2024ની તર્જ પર અમદાવાદ અને ગાંધીનગરનાં ડેવલપર્સનાં સામૂહિક પ્રયાસોનાં પરિણામે આ પ્રોપર્ટીનું ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સૌ ડેવલપર્સે અમદાવાદ અને ગાંધીનગરની 400 થી વધુ પ્રોપર્ટીની વિશાળ શ્રેણીમાં આ પ્રોપર્ટી શૉ દરમિયાન બુકિંગ કરનારને સૌ પ્રથમ વખત 0% સ્ટેમ્પ ડ્યુટી રાખવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ ધ ગ્લોબલ સિટી- ઇમર્સિવ એક્સપિરિયન્સ અરેના અમદાવાદ, જ્યાં વારસા અને આધુનિકતાનું અનોખું મિશ્રણ જોવા મળે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પ્રયાસોથી અમદાવાદને વૈશ્વિક ઓળખ મળી છે. અમદાવાદ આજે ગુજરાતનું આર્થિક કેન્દ્ર બન્યું છે એટલું જ નહીં અહીંથી ગાંધીનગર, ધોલરા, બેચરાજી, સાણંદ જેવા ઔદ્યોગિક કેન્દ્રો પણ 1 કલાકનાં અંતરે છે, જ્યારે અહીંનાં રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એરપોર્ટ અને મેટ્રો તથા બુલેટ ટ્રેન જેવી હાઇસ્પીડ કનેક્ટિવિટીનાં કારણે અહી વિકાસની અપાર સંભાવનાઓ છે. આ સાથે જ જન સુખાકારી અને સુરક્ષામાં અમદાવાદ અગ્રેસર છે. વર્તમાનમાં તેજ ગતિ એ થતો અમદાવાદનો વિકાસ હજુ શરુઆત છે. ગ્લોબલ સિટી બનાવાની દિશામાં, ઉલ્લેખનીય છે કે, ભવિષ્યમાં ગ્લોબલ સિટી કેવું હશે? તેમાં રિયલ એસ્ટેટની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ઇમર્સિવ એક્સપિરિયન્સ એટલે કે વાસ્તવિકતા અને ટેક્નોલોજીનાં માધ્યમથી એક એવું વર્ચ્યુઅલ દુનિયાનું નિર્માણ કરી રજૂ કરવામાં આવશે. આ અરેના શ્રેષ્ઠ ટેકનોલોજી અને સર્જનાત્મકતાને કેન્દ્રમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જે બધા માટે એક નવો અનુભવ આપે છે. પાર્ટનર્સ ગેલેરી અને ફાઇનાન્સ ગેલેરી માટે નોંધ પ્રોપર્ટી ફેસ્ટમાં પાર્ટનર્સ ગેલેરી અને ફાઇનાન્સ ગેલેરીની વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે, જે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા વ્યવસાયો માટે વિશાળ અવકાશ પૂરો પાડે છે. પાર્ટનર્સ ગેલેરીમાં બાંધકામ, બિલ્ડિંગ મટિરિયલ્સ અને અન્ય સેવાઓ પ્રદાન કરતી કંપનીઓને પોતાનો બિઝનેસ રજૂ કરવાની તક મળશે. ફાઇનાન્સ ગેલેરી નાણાકીય સંસ્થાઓ માટેનું પ્લેટફોર્મ છે, જ્યાં પ્રોપર્ટી માટે ફાઇનાન્સિંગની સેવાઓ મેળવી શકાશે. આ ગેલેરી નવા બિઝનેસ માટેની તકો ઊભી કરી, રિયલ એસ્ટેટ સેક્ટરનાં વિવિધ હિતધારકોને જોડવાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સૂંપર્ણ પ્રોપર્ટી ફેસ્ટમાં ઘરો, ઓફિસો, ઔદ્યોગિક સ્થળો વગેરે પર આકર્ષક ડીલ મેળવવાની તક પ્રાપ્ત થશે. આ ઉપરાંત, ટોચનાં ડેવલપર્સ સાથે જોડાવાની, અદભુત ઑફરો મેળવવાની, તેમ જ રિયલ એસ્ટેટનાં નવીનતમ વલણો વિશે જાણકારી મેળવવા માટેની તકો પણ આ કાર્યક્રમમાં પ્રાપ્ત થશે. આ કાર્યક્રમનું પ્રિ-રજિસ્ટ્રેશન સોશિયલ મીડિયાનાં પેજ પરથી પણ કરી શકાશે. અમદાવાદનું રિઅલ એસ્ટેટ સેક્ટર ભારતનાં સૌથી ઝડપી વિકાસ પામતા શહેરોમાંનું એક છે. શહેરની આર્થિક પ્રગતિ, માળખાકીય વિકાસ અને પ્રાથમિક સુવિધાઓના કારણે રિઅલ એસ્ટેટનાં ભાવ અને માગ બંને સતત વધી રહ્યા છે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટથી શહેરીજનો માટે કનેક્ટિવિટી પણ વધી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની (NAREDCO) સ્થાપના ભારત સરકારનાં આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયનાં નેજા હેઠળ વર્ષ 1998 માં સ્વાયત્ત સ્વ-નિયમનકારી સર્વોચ્ચ રાષ્ટ્રીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી. કેન્દ્રીય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનાં મંત્રી મનોહરલાલ ખટ્ટર NAREDCO નાં ચીફ પેટ્રન છે, જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ NAREDCO ગુજરાતનાં ચીફ પેટ્રન છે.
NAREDCO પ્રોપર્ટી ફેસ્ટ– 2024
NAREDCO ગુજરાત 20 થી 22 ડિસેમ્બર, 2024 દરમિયાન અમદાવાદમાં વૈષ્ણોદેવીથી ઓગણજ ટોલ પ્લાઝા તરફ, સરદાર પટેલ રિંગરોડ ખાતે સૌ પ્રથમવાર પ્રોપર્ટી ફેસ્ટનું (Property Fest –2024) આયોજન કરવામાં આવી રહ્યું છે. આ 3 દિવસીય કાર્યક્રમમાં પ્રોપર્ટીમાં રસ ધરાવતા લોકો, રોકાણકારો અને ઘર ખરીદનારાઓ માટે અદભુત અને અકલ્પનીય EXPO બની રહેશે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે, જેમાં સૌ પ્રથમવાર સૌ સહભાગી ડેવલપર્સ આ પ્રોપર્ટી એક્સ્પોમાં પ્રોપર્ટી બુક કરાવનારે 0% સ્ટેમ્પ ડ્યૂટીનો લાભ આપશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, લાઈફ કોચ અને જાણીતા વક્તા ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજીનાં હસ્તે 20 ડિસેમ્બરનાં રોજ સવારે 9:30 કલાકે બિગેસ્ટ પ્રોપર્ટી ફેસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને સૌ નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવશે. દરરોજ સવારે 10 થી રાત્રે 8 કલાક સુધી નાગરિકો પ્રોપર્ટી ફેસ્ટની મુલાકાત લઈ શકે છે. આ પ્રોપર્ટી ફેસ્ટ 400 થી વધુ પ્રોપર્ટીને એક્સપ્લોર કરવાનો એક અનોખો અવસર પ્રદાન કરશે, જેમાં આરામદાયક રહેણાંક ઘરોથી માંડીને અત્યાધુનિક કમર્શિયલ જગ્યાઓ, વીકેન્ડ રિટ્રિટ માટેનાં સ્થળો, પ્લોટેડ ડેવલપમેન્ટ્સ અને અન્ય ઘણું બધું સામેલ છે.
કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ
તમામ માટે નિઃશુલ્ક પ્રવેશ 60 થી વધારે સહભાગી સ્ટોલ અમદાવાદ અને ગાંધીનગરની 400થી વધુ પ્રોપર્ટી ખરીદી પર 0% સ્ટેમ્પ ડ્યૂટી ઇમર્સિવ એક્સપિરિયન્સ અરેના – અમદાવાદ ધ ગ્લોબલ સિટી પાર્ટનર્સ ગેલેરી અને ફાઇનાન્સ ગેલેરીની વ્યવસ્થા
NAREDCO કોન્ક્લેવ-2024 2.0
પ્રોપર્ટી ફેસ્ટનાં બીજા દિવસે એટલે કે 21 ડિસેમ્બરનાં રોજ સાંજે 5:00 કલાકે NAREDCO કોન્ક્લેવ-2024, 2.0 માં અધ્યક્ષસ્થાને ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સહકાર વિભાગનાં મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, NAREDCOના ચેરમેન ડૉ. નિરંજન હીરાનંદાની, NAREDCO નાં વાઈસ ચેરમેન રંજન એન. બન્દેલકર અને NAREDCOના પ્રેસિડન્ટ જી. હરીબાબુ સહિત ભારતનાં અન્ય અગ્રણી ડેવલપર્સ પણ ઉપસ્થિત રહેશે. ઉપરાંત, દેશભરનાં 150 થી વધુ ડેવલપર્સ અને ગુજરાતનાં 100 થી વધુ તથા 200 થી વધુ અમદાવાદ અને ગાંધીનગરનાં અગ્રણી ડેવલપર્સ આ કોન્ક્લેવમાં સહભાગી બની ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં રહેલી સંભાવનાઓ પર મનોમંથન કરશે.
વિશેષ આકર્ષણ:
- ગુજરાતમાં સૌ પ્રથમવાર આયોજિત
- 400 થી વધુ પ્રોપર્ટી ખરીદી પર 0% સ્ટેમ્પ ડ્યૂટી
વિવિધ શોપિંગ ઝોન અને હોટસ્પોટ્સ પર મુલાકાતીઓને શોપિંગની સાથે સેલિબ્રેશનનો લાહ્વો મળે તેવા ઉદેશ્ય સાથે સફળતાપૂર્વક આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ-2024ની તર્જ પર અમદાવાદ અને ગાંધીનગરનાં ડેવલપર્સનાં સામૂહિક પ્રયાસોનાં પરિણામે આ પ્રોપર્ટીનું ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સૌ ડેવલપર્સે અમદાવાદ અને ગાંધીનગરની 400 થી વધુ પ્રોપર્ટીની વિશાળ શ્રેણીમાં આ પ્રોપર્ટી શૉ દરમિયાન બુકિંગ કરનારને સૌ પ્રથમ વખત 0% સ્ટેમ્પ ડ્યુટી રાખવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ ધ ગ્લોબલ સિટી- ઇમર્સિવ એક્સપિરિયન્સ અરેના
અમદાવાદ, જ્યાં વારસા અને આધુનિકતાનું અનોખું મિશ્રણ જોવા મળે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પ્રયાસોથી અમદાવાદને વૈશ્વિક ઓળખ મળી છે. અમદાવાદ આજે ગુજરાતનું આર્થિક કેન્દ્ર બન્યું છે એટલું જ નહીં અહીંથી ગાંધીનગર, ધોલરા, બેચરાજી, સાણંદ જેવા ઔદ્યોગિક કેન્દ્રો પણ 1 કલાકનાં અંતરે છે, જ્યારે અહીંનાં રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એરપોર્ટ અને મેટ્રો તથા બુલેટ ટ્રેન જેવી હાઇસ્પીડ કનેક્ટિવિટીનાં કારણે અહી વિકાસની અપાર સંભાવનાઓ છે. આ સાથે જ જન સુખાકારી અને સુરક્ષામાં અમદાવાદ અગ્રેસર છે. વર્તમાનમાં તેજ ગતિ એ થતો અમદાવાદનો વિકાસ હજુ શરુઆત છે. ગ્લોબલ સિટી બનાવાની દિશામાં, ઉલ્લેખનીય છે કે, ભવિષ્યમાં ગ્લોબલ સિટી કેવું હશે? તેમાં રિયલ એસ્ટેટની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ઇમર્સિવ એક્સપિરિયન્સ એટલે કે વાસ્તવિકતા અને ટેક્નોલોજીનાં માધ્યમથી એક એવું વર્ચ્યુઅલ દુનિયાનું નિર્માણ કરી રજૂ કરવામાં આવશે. આ અરેના શ્રેષ્ઠ ટેકનોલોજી અને સર્જનાત્મકતાને કેન્દ્રમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જે બધા માટે એક નવો અનુભવ આપે છે.
પાર્ટનર્સ ગેલેરી અને ફાઇનાન્સ ગેલેરી માટે નોંધ
પ્રોપર્ટી ફેસ્ટમાં પાર્ટનર્સ ગેલેરી અને ફાઇનાન્સ ગેલેરીની વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે, જે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા વ્યવસાયો માટે વિશાળ અવકાશ પૂરો પાડે છે. પાર્ટનર્સ ગેલેરીમાં બાંધકામ, બિલ્ડિંગ મટિરિયલ્સ અને અન્ય સેવાઓ પ્રદાન કરતી કંપનીઓને પોતાનો બિઝનેસ રજૂ કરવાની તક મળશે. ફાઇનાન્સ ગેલેરી નાણાકીય સંસ્થાઓ માટેનું પ્લેટફોર્મ છે, જ્યાં પ્રોપર્ટી માટે ફાઇનાન્સિંગની સેવાઓ મેળવી શકાશે. આ ગેલેરી નવા બિઝનેસ માટેની તકો ઊભી કરી, રિયલ એસ્ટેટ સેક્ટરનાં વિવિધ હિતધારકોને જોડવાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ સૂંપર્ણ પ્રોપર્ટી ફેસ્ટમાં ઘરો, ઓફિસો, ઔદ્યોગિક સ્થળો વગેરે પર આકર્ષક ડીલ મેળવવાની તક પ્રાપ્ત થશે. આ ઉપરાંત, ટોચનાં ડેવલપર્સ સાથે જોડાવાની, અદભુત ઑફરો મેળવવાની, તેમ જ રિયલ એસ્ટેટનાં નવીનતમ વલણો વિશે જાણકારી મેળવવા માટેની તકો પણ આ કાર્યક્રમમાં પ્રાપ્ત થશે. આ કાર્યક્રમનું પ્રિ-રજિસ્ટ્રેશન સોશિયલ મીડિયાનાં પેજ પરથી પણ કરી શકાશે.
અમદાવાદનું રિઅલ એસ્ટેટ સેક્ટર ભારતનાં સૌથી ઝડપી વિકાસ પામતા શહેરોમાંનું એક છે. શહેરની આર્થિક પ્રગતિ, માળખાકીય વિકાસ અને પ્રાથમિક સુવિધાઓના કારણે રિઅલ એસ્ટેટનાં ભાવ અને માગ બંને સતત વધી રહ્યા છે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટથી શહેરીજનો માટે કનેક્ટિવિટી પણ વધી છે. એસ.પી. રિંગ રોડ, એસજી હાઈવે, શિલજ, બોપલ જેવા વિસ્તારોમાં પોટેન્શિયલ ગ્રોથ ધરાવે છે. અમદાવાદમાં રિઅલ એસ્ટેટનું ભવિષ્ય ખૂબ પોઝિટિવ છે. ડેમોગ્રાફિક ચેન્જ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ અને રોકાણકારોની સતત પસંદગીના કારણે આગામી દાયકામાં રિઅલ એસ્ટેટમાં વધુ વૃદ્ધિ જોવા મળશે જેના માટે આ એક્સ્પો પાયાની ભૂમિકા ભજવશે.
NAREDCO તેમ જ NAREDCO ગુજરાત વિશે
નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ NAREDCO ની સ્થાપના ભારત સરકારનાં આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયના નેજા હેઠળ વર્ષ 1998 માં કરવામાં આવી હતી. NAREDCO સલાહકારી અને કન્સલ્ટિવ પ્રક્રિયાઓ દ્વારા ઉદ્યોગ અને સરકાર સાથે ભાગીદારીમાં, ભારતમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગનાં વિકાસ માટે અનુકૂળ બિઝનેસ વાતાવરણનું નિર્માણ કરવામાં અને તેને ટકાવી રાખવા માટે કામ કરે છે. NAREDCO ખાનગી અને જાહેર ક્ષેત્ર બંને મારફતે રિયલ એસ્ટેટનાં વિકાસ સંબંધિત તમામ બાબતોમાં વ્યવહાર કરે છે અને તેનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં કોલોનીઓનું પ્લાનિંગ અને લેઆઉટ, રહેણાંક, વ્યાપારી અને સંસ્થાકીય ઇમારતોનું બાંધકામ, ટાઉનશીપનો વિકાસ, ભૌતિક અને સામાજિક માળખાકીય સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ રાષ્ટ્રીય સંસ્થા રિયલ એસ્ટેટ વિકાસના તમામ પાસાઓના સંબંધમાં ગવર્મેન્ટ ઓથોરિટીઝ સાથે પોલિસીઓને વિકસિત કરવા, તે અંગે સૂચનો કરવા તેમ જ તેને અનુસરવામાં પણ અગ્રણી સંસ્થા છે.