Ahmedabad: જુહાપુરા વિસ્તારમાં માતા બની શેતાન, બે દીકરીઓને માર્યો ઢોર માર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરના ફતેવાડી વિસ્તારમાં એક ફ્લેટમાં સાવકી માતા દ્વારા બે બાળકીઓને ઢોર માર મારવાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. બનાવની વાત કરીએ તો પિડિત બંને બાળકીઓના પિતા શેરખાન પઠાણ દ્વારા તેમની માતાને તલાક આપી દેવામાં આવેલા. પહેલી પત્ની પાસેથી તલાક લીધા બાદ શેરખાન અન્ય એક મહિલા ફરહીન સાથે રહેતો હતો, જ્યારે બાળકીઓએ તેમના દાદા દાદી સાથે દ્વારકા ખાતે રહેતી હતી.
પિતા ડ્રગ્સ કેસમાં જેલમાં ભોગવી રહ્યા છે સજા
જ્યારે બંને બાળકીઓના પિતા શેરખાન એમડી ડ્રગ્સના કેસમાં પાલનપુર જેલમાં સજા ભોગવી રહ્યો છે. ત્યારે દીવાળી વેકેશનમાં બાળકીઓ અમદાવાદ આવી, ત્યારે સાવકી માતાને બાળકીઓને તેની પાસે રાખવાનું કહેતા દાદા દાદી બાળકીઓને મૂકીને ગયા. જે બાદ સાવકી માતાએ બાળકીઓને ઢોર માર મારવાનું શરૂ કર્યું. ફ્લેટમાં રહેતા પડોશીઓને બાળકોનો અતિશય રડવાનો અવાજ આવતા પાડોશીઓ છોડાવવા ગયા હતા. ત્યારે બંને બાળકીઓના પિતા NDPS કેસમાં પાલનપુરથી જેલમાં બંધ હોવાથી તે આ ઘટના અંગે અજાણ હતો.
11 જાન્યુઆરીએ સાવકી માતાએ દીકરીઓને ઢોર માર માર્યો
બાળકીઓના દાદીના જણાવ્યા અનુસાર શેરખાન પઠાણ માર મારનાર મહિલા સાથે લગ્ન કર્યા વગર રહે છે. શેરખાને બાળકીઓની ફરહીન સાથે માતા તરીકે ઓળખ કરાવી હતી. શેરખાન એનડીપીએસના કેસમાં પાલનપુર જેલમાં છે અને આ જ સમયે ફરહીને બંને દીકરીઓ અને તેના ભાઈને પિતા સાથે મુલાકાત કરાવવાના બહાને અમદાવાદ બોલાવ્યા હતા. બંને બાળકીના દાદીના કહેવા પ્રમાણે 11 જાન્યુઆરીએ સાવકી માતાએ દીકરીઓને ઢોર માર માર્યો હતો, જેના કારણે મોટી બાળકી બેભાન થઈ ગઈ હતી. ત્યારે ફ્લેટના રહીશોએ બાળકીને 108 મારફતે હોસ્પિટલ મોકલી હતી.
બાળકીને આંખમાં દંડો ફટકારતા લોહી જામી ગયુ
સાવકી માતાએ બાળકીઓનેએ હદે મારી હતી કે 7 વર્ષની બાળકીને આંખના લોહી જામી ગયું, જ્યારે 14 વર્ષની બાળકીને માથાના અને પગના ભાગે ટાંકા લેવા પડ્યા. બાળકીને સાવકી માતા દ્વારા દંડા, ગીઝર પાઈપ અને બેટ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. એટલુ જ નહીં તે હોટલમાં અને ઘરેલુ કામ કરાવવા માટે બાળકીને હેરાન કરતી હતી. રાત્રે ઢોર માર મારીને બાળકી પાસે કામ કરાવવામાં આવતું હતું. ત્યારે મારને કારણે બાળકીના માથામાં અને પગમાં ટાંકા આવ્યા છે. બાળકીને આંખમાં દંડો ફટકારતા લોહી જામી ગયુ છે. પિડિત બાળકીઓના દાદા દાદીનો એવો પણ દાવો છે કે ફરહીન બાળકીઓ પાસે હોટલમાં કામ કરાવતી હતી. સમગ્ર ઘટના અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






