Ahmedabad જિલ્લા પંચાયતમાં વર્ષમાં ગેરમાફકની 40ફરિયાદ પણ માત્ર એક સરપંચઅને ઉપસરપંચ સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લામાં અંદાજે 456 ગ્રામ પંચાયતોમાંથી ઘણાં સરપંચ અને ઉપસરપંચ સહિત સદસ્યો સામે છેલ્લા એક વર્ષમાં નામ જોગ અને નામ વગર અંદાજે 40થી વધુ ફરિયાદો આવી છે.
છેલ્લા એક વર્ષમાં ડીડીઓ દ્વારા ગેરરિતી બદલ ધંધુકા તાલુકાના સરપંચને હોદ્દા પરથી દૂર અને દસક્રોઇ તાલુકાના ઉપસરપંચને હોદ્દા પરથી મોફુક કરવા હુકમ કરાયો છે. જ્યારે માંડલ તાલુકામાં સરપંચે ડીડીઓના હુકમ સામે અપીલમાં જતાં વિકાસ કમિશનર કચેરીએ હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ રદ કર્યો હતો.
જિલ્લાના સરપંચો સામે અનેક પ્રકારની ફરિયાદો આવે છે. જેમાં નામજોગ અને નામ વગર ફરિયાદો આવતી હોય છે. નામ જોગ ફરિયાદમાં તપાસ કરાય છે અને રિપોર્ટ તૈયાર કર્યા પછી નોટીસ ઇસ્યુ કરાય છે. નોટિસથી ખુલાસા સાથે રૂબરૂ બોલાવી ડીડીઓ દ્વારા સુનાવણી કરાય છે. ડીડીઓના હુકમ સામે સબંધિત સરપંચો અપીલમાં જાય ત્યારે વિકાસ કમિશનર પુરાવાના આધારે કેટલાક કિસ્સામાં હુકમ રદ કરતાં હોય છે. અમદાવાદ જિલ્લામાં દસક્રોઇ,ધોલેરા, ધંધુકા, ધોળકા અને માંડલ, સાણંદના કેટલાક સરપંચ અને ઉપસરપંચ સામે ભ્રષ્ટાચાર, પોલીસ ફરિયાદ, ધાક-ધમકી, સત્તાનો દૂર ઉપયોગની ફરિયાદ અંતર્ગત કાર્યવાહી ચાલી રહી છે. જેમાં માત્ર દસક્રોઇ, માંડલ અને ધંધુકાના સરપંચ અને ઉપસરપંચ સામેની ફરિયાદમાં કાર્યવાહી કરાઇ હતી.
જિલ્લાના દસક્રોઇ, બાવળા, દેત્રોજ,માંડલ, ધોળકા, ધોલેરા, સાણંદ, વિરગામ, ધંધુકા તાલુકામાં ઘણાં સરપંચ અને ઉપસરપંચો સામે ગ્રામજનો તરફથી કરાયેલી ફરિયાદોમાં સરકારી યોજનાનો લાભ નહીં આપવા, ભ્રષ્ટાચાર, ગેરરિતી બદલ તમામ સભ્યોને દૂર કરવા, જો હુકમી કરવા, સત્તાનો દૂર ઉપયોગ કરવા, ધાક-ધમકી, પાણીનો ખેતરમાં નિકાલ કરવા સહિતની ફરિયાદોનો સમાવેશ થાય છે.
ફરિયાદના કિસ્સામાં તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ છતાં હવે પગલાં લેવાની જાહેરાત કરાશે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચુંટમીઓ જાહેર થઇ જશે. જેથી તમામ કેસમાં તપાસ પૂર્ણ કરવા ડીડીઓ તરફથી કડક સૂચનાઓ અપાઇ છે.
What's Your Reaction?






