Ahmedabad: ચાર દિવસના નવજાતને સારવાર માટે સિવિલમાં મૂકી દંપતી ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નિકોલ પાવર હાઉસ પાસે રહેતા દંપતી 4 દિવસના બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. બાળકને હોસ્પિટલમાં મુકીને દંપતી ગાયબ થઇ જતા હોસ્પિટલ સત્તાધીશોએ બાળકને બિનવારસી જાહેર કર્યું હતું. કમનસીબે બાળકનું મોત નીપજતા હોસ્પિટલ તંત્ર દ્વારા આ અંગે પોલીસ કંટ્રોલમાં જાણ કરાઈ હતી.
નિકોલમાં રહેતા દંપતી ગત 16 ઓગસ્ટે તેમના નવજાત બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા. નવજાત શિશુની તબિયત વધુ ખરાબ હોવાથી હોસ્પિટલના ડોકટરોએ બાળકને કાચની પેટીમાં રાખવાનો નિર્ણય કર્યો હતો. દંપતીએ મંજૂરી બતાવતાં 1200 બેડની હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી હતી પરંતુ બાળકના માતાપિતા એકપણ વખત હોસ્પિટલમાં આવ્યા નહોતા. તેથી હોસ્પિટલ સત્તાધીશો બાળકની બિનવારસી દર્દી તરીકે સારવાર કરી રહ્યા હતા. કમનસીબે ગત 23 ઓગસ્ટે સારવાર દરમ્યાન બાળકનું મૃત્યુ નીપજ્યું હતુ. આ અંગે સિવિલ હોસ્પીટલ તરફ્થી પોલીસને બાળકના મોત અંગેની જાણ કરવામાં આવતા નિકોલ પોલીસે તપાસ કરીને આ અંગે બાળકની માતા જયાબેન અને બાળકના પિતા પ્રવિણભાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
What's Your Reaction?






