Ahmedabad: ગ્રાહકોની ફરિયાદ પર AMCએ ઘાટલોડિયાની સાઉથ રેસ્ટોરન્ટ સીલ કરી
અમદાવાદમાં ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા. બહારનું ખાવા જનાર લોકો ખાસ ધ્યાનમાં રાખે. શહેરમાં ઘાટલોડિયા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં લોકોએ ઢોસા ખાધા બાદ મોટી સમસ્યા સર્જાઈ. આ રેસ્ટોરન્ટના ઢોસા ખાઈ મોટાભાગના લોકોને સ્વાસ્થ્ય સમસ્યા સર્જાતા વાત AMC સુધી પંહોચી. ભોગ બનનારા ગ્રાહકોએ રેસ્ટોરન્ટની ગુણવત્તા પર સવાલ ઉઠાવતા AMCમાં ફરિયાદ કરી. ગ્રાહકોને કડવો અનુભવ થયોઅમદાવાદીઓ ખાવાના બહુ શોખીન હોય છે. શહેરમાં સપ્તાહના અંતમાં શનિવાર અને રવિવારે તમને હોટેલમાં ભીડ જોવા મળશે. જો કે ઘાટલોડિયામાં આવેલ એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને કડવો અનુભવ થયો. ઘાટલોડિયમાં આવેલ સાઉથેર્ન ગ્રબ ધ ટેસ્ટ ઓફ સાઉથ રેસ્ટોરન્ટમાં મોટા ભાગના ગ્રાહકોને ઢોસા ખાધા બાદ ઝાડ-ઉલટી થવા લાગ્યા. આ રેસ્ટોરન્ટના મોટાભાગના ગ્રાહકોએ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડ્યો. રેસ્ટોરન્ટની ગુણવત્તાને લઈને શંકા, AMCમાં ફરિયાદમોટાભાગના ગ્રાહકો ઝાડા-ઉલટીના શિકાર થતાં તેમને રેસ્ટોરન્ટની ગુણવત્તાને લઈને શંકા થઈ. અને આથી જ ગ્રાહકોએ AMCમાં ફરિયાદ કરી. Amcની આરોગ્યની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરી. AMCએ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં કાર્યવાહી કરતાં તમામ સામગ્રીની ચકાસણી કરી. દરમ્યાન રેસ્ટોરન્ટના સંભાર, કોકોનેટ ચટણી, ગ્રીન ચટણી અનહાઈઝેનીક જોવા મળ્યા. રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી બીનગુણવત્તાયુક્ત હોવાનું સામે આવતાં AMCએ ઘાટલોડિયાની સાઉથેર્ન ગ્રબ ધ ટેસ્ટ ઓફ સાઉથ રેસ્ટોરન્ટ સીલ કરી. જો કે સાંભાર, કોકોનેટ ચટણી, ગ્રીન ચટણી અને ઢોસાના ખીરાના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. અને જો ફૂડ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવશે તો રેસ્ટોરન્ટ સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. AMCએ રેસ્ટોરન્ટ સીલ કરીસપ્તાહના અંતમાં સાંજ ઢળતા જ શહેરની મોટાભાગની હોટલમાં ધીરે-ધીરે ગ્રાહકો આવવા લાગે છે. શહેરમાં સાઉથ ઇન્ડિયન, ચાઈનીઝ અને પંજાબી જેવા વિવિધ પ્રકારના ભોજનને લઈને ફૂડ રેસ્ટોરન્ટ અને હોટેલો આવેલી છો. માણેક ચોક હોય કે પછી પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોટી હોટલોમાં સ્વાદપ્રિય જનતા ચટાકેદાર ભોજન લેવા પંહોચી જાય છે. પરંતુ કેટલીક વખત રેસ્ટોરન્ટમાંથી મળતા ફૂડ તમને બીમાર પાડી શકે છે. ઘાટલોડિયાની એક સાઉથ ઇન્ડિયન ડીશ માટે ફેમસ રેસ્ટોરન્ટને લઈને ગ્રાહકોએ ફરિયાદ કરી હતી. જેના બાદ અરોગ્ય વિભાગની તપાસમાં રેસ્ટોરન્ટમાં અનહાઈજનીક કન્ડિશન મળતા કાર્યવાહી કરી રેસ્ટોરન્ટ સીલ કરીને નોટિસ લગાવી. AMCએ કિચનમાં અનહાઈઝેનીક કન્ડિશનનો રેસ્ટોરન્ટ પર લગાવેલી નોટિસમાં ઉલ્લેખ કર્યો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા. બહારનું ખાવા જનાર લોકો ખાસ ધ્યાનમાં રાખે. શહેરમાં ઘાટલોડિયા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં લોકોએ ઢોસા ખાધા બાદ મોટી સમસ્યા સર્જાઈ. આ રેસ્ટોરન્ટના ઢોસા ખાઈ મોટાભાગના લોકોને સ્વાસ્થ્ય સમસ્યા સર્જાતા વાત AMC સુધી પંહોચી. ભોગ બનનારા ગ્રાહકોએ રેસ્ટોરન્ટની ગુણવત્તા પર સવાલ ઉઠાવતા AMCમાં ફરિયાદ કરી.
ગ્રાહકોને કડવો અનુભવ થયો
અમદાવાદીઓ ખાવાના બહુ શોખીન હોય છે. શહેરમાં સપ્તાહના અંતમાં શનિવાર અને રવિવારે તમને હોટેલમાં ભીડ જોવા મળશે. જો કે ઘાટલોડિયામાં આવેલ એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને કડવો અનુભવ થયો. ઘાટલોડિયમાં આવેલ સાઉથેર્ન ગ્રબ ધ ટેસ્ટ ઓફ સાઉથ રેસ્ટોરન્ટમાં મોટા ભાગના ગ્રાહકોને ઢોસા ખાધા બાદ ઝાડ-ઉલટી થવા લાગ્યા. આ રેસ્ટોરન્ટના મોટાભાગના ગ્રાહકોએ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડ્યો.
રેસ્ટોરન્ટની ગુણવત્તાને લઈને શંકા, AMCમાં ફરિયાદ
મોટાભાગના ગ્રાહકો ઝાડા-ઉલટીના શિકાર થતાં તેમને રેસ્ટોરન્ટની ગુણવત્તાને લઈને શંકા થઈ. અને આથી જ ગ્રાહકોએ AMCમાં ફરિયાદ કરી. Amcની આરોગ્યની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરી. AMCએ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં કાર્યવાહી કરતાં તમામ સામગ્રીની ચકાસણી કરી. દરમ્યાન રેસ્ટોરન્ટના સંભાર, કોકોનેટ ચટણી, ગ્રીન ચટણી અનહાઈઝેનીક જોવા મળ્યા. રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી બીનગુણવત્તાયુક્ત હોવાનું સામે આવતાં AMCએ ઘાટલોડિયાની સાઉથેર્ન ગ્રબ ધ ટેસ્ટ ઓફ સાઉથ રેસ્ટોરન્ટ સીલ કરી. જો કે સાંભાર, કોકોનેટ ચટણી, ગ્રીન ચટણી અને ઢોસાના ખીરાના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. અને જો ફૂડ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવશે તો રેસ્ટોરન્ટ સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
AMCએ રેસ્ટોરન્ટ સીલ કરી
સપ્તાહના અંતમાં સાંજ ઢળતા જ શહેરની મોટાભાગની હોટલમાં ધીરે-ધીરે ગ્રાહકો આવવા લાગે છે. શહેરમાં સાઉથ ઇન્ડિયન, ચાઈનીઝ અને પંજાબી જેવા વિવિધ પ્રકારના ભોજનને લઈને ફૂડ રેસ્ટોરન્ટ અને હોટેલો આવેલી છો. માણેક ચોક હોય કે પછી પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોટી હોટલોમાં સ્વાદપ્રિય જનતા ચટાકેદાર ભોજન લેવા પંહોચી જાય છે. પરંતુ કેટલીક વખત રેસ્ટોરન્ટમાંથી મળતા ફૂડ તમને બીમાર પાડી શકે છે. ઘાટલોડિયાની એક સાઉથ ઇન્ડિયન ડીશ માટે ફેમસ રેસ્ટોરન્ટને લઈને ગ્રાહકોએ ફરિયાદ કરી હતી. જેના બાદ અરોગ્ય વિભાગની તપાસમાં રેસ્ટોરન્ટમાં અનહાઈજનીક કન્ડિશન મળતા કાર્યવાહી કરી રેસ્ટોરન્ટ સીલ કરીને નોટિસ લગાવી. AMCએ કિચનમાં અનહાઈઝેનીક કન્ડિશનનો રેસ્ટોરન્ટ પર લગાવેલી નોટિસમાં ઉલ્લેખ કર્યો.