Ahmedabad: ગુજરાત મારી જન્મભૂમિ, ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે અને ભાજપના 1 લાખથી વધુ કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે. જણાવી દઈએ કે આજે સવારથી જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વડાપ્રધાન મોદીની એક ઝલક જોવા માટે બેઠા છે.PM મોદીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યુંPM નરેન્દ્ર મોદી GMDC ગ્રાઉન્ડ ખાતે ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા. જેમાં PM મોદીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું. આ દરમિયાન PMની સાથે સી.આર.પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતા. તમને જણાવી દઈએ કે PMના હસ્તે 8 હજાર કરોડના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે PM મોદીનું કર્યું સ્વાગતવડાપ્રધાનના સંબોધન પહેલા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું અને કાર્યકર્તાઓ સહિત નાગરિકોને સંબોધન કર્યું હતું અને કહ્યું કે આજે વડાપ્રધાન અહીંથી રૂપિયા 8000 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે.પીએમ મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી સોંપીPM મોદીએ GMDC ખાતેથી 8 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું છે. તેમજ ઔડાના મકાન, નમો ભારત રેપીડ મેટ્રોને લીલીઝંડી આપી છે. અમદાવાદ - ભુજ વચ્ચે નમો ભારત રેપીડ મેટ્રોનો પ્રારંભ કરાવ્યો. આ સાથે જ પીએમ મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી સોંપી છે. ગુજરાત મારી જન્મભૂમિ, ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી: PM મોદીગુજરાત મારી જન્મભૂમિ છે અને ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ હંમેશા મારા પર પ્રેમ વરસાવ્યો છે અને દીકરો જ્યારે પોતાના ઘરે આવે છે અને લોકોના આર્શીવાદ લે છે ત્યારે તેને એક નવી ઊર્જા મળે છે. તેનો ઉત્સાહ અને જોશ વધી જાય છે. મારી મજાક ઉડાવવામાં આવી: PMથોડા સમય પહેલા લોકોએ દેશમાં મારી મજાક ઉડાવી અને લોકો હેરાન હતા કે મોદી કેમ ચૂપ છે, આટલું અપમાન થઈ રહ્યું છે પણ આ સરદાર પટેલની ભૂમિનો દીકરો છે, મેં જવાબ આપ્યો નહીં પણ પ્રથમ 100 દિવસ નવી નીતિઓ બનાવી અને કામ કર્યું અને તે લોકોને મારા કામે જવાબ આપ્યો છે. 100 દિવસમાં 15 લાખ કરોડની યોજનાઓ પર કામ શરૂ થઈ ચૂક્યુ છે.છેલ્લા 100 દિવસમાં 11 લાખ લખપતિ દીદી બની: PMવડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યુંકે સરકારે યુવાઓ માટે 2 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જેનાથી 4 કરોડ યુવાનોને ફાયદો થશે. દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ લખપતિ દીદી બની ચૂકી છે અને છેલ્લા 100 દિવસમાં 11 લાખ લખપતિ દીદી બની છે. આ સાથે જ વડાપ્રધાને ગેરંટીની વાત કરતા કહ્યું હતું કે દેશવાસીઓને 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો સરકાર તરફથી આપવામાં આવ્યો છે. દેશ-વિદેશની જાણીતી યુનિવર્સિટીઓ ગુજરાતમાં આવી રહી છે: PM મોદી ત્યારે ગુજરાત વિશે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે આ વર્ષે ગુજરાતમાં અતિવૃષ્ટિ સર્જાઈ હતી, તમામ વિસ્તારમાં વધારે વરસાદ વરસ્યો હતો, ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત અતિવૃષ્ટિ સર્જાઈ છે. વધુમાં વડાપ્રધાને કહ્યું કે આજે 8500 કરોડના કામોનું લોકાર્પણ કર્યું છે, અમદાવાદ-ભૂજ વચ્ચે નમો ભારત રેપિડ મેટ્રો ટ્રેનનો પ્રારંભ થયો છે, જેનાથી નોકરિયાત વર્ગને મોટો ફાયદો થશે. દેશ-વિદેશની જાણીતી યુનિવર્સિટીઓ ગુજરાતમાં આવી રહી છે અને આગામી 25 વર્ષમાં દેશને વિકસિત બનાવવાનો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે અને ભાજપના 1 લાખથી વધુ કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે. જણાવી દઈએ કે આજે સવારથી જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વડાપ્રધાન મોદીની એક ઝલક જોવા માટે બેઠા છે.
PM મોદીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું
PM નરેન્દ્ર મોદી GMDC ગ્રાઉન્ડ ખાતે ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા. જેમાં PM મોદીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું. આ દરમિયાન PMની સાથે સી.આર.પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતા. તમને જણાવી દઈએ કે PMના હસ્તે 8 હજાર કરોડના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે PM મોદીનું કર્યું સ્વાગત
વડાપ્રધાનના સંબોધન પહેલા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું અને કાર્યકર્તાઓ સહિત નાગરિકોને સંબોધન કર્યું હતું અને કહ્યું કે આજે વડાપ્રધાન અહીંથી રૂપિયા 8000 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે.
પીએમ મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી સોંપી
PM મોદીએ GMDC ખાતેથી 8 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું છે. તેમજ ઔડાના મકાન, નમો ભારત રેપીડ મેટ્રોને લીલીઝંડી આપી છે. અમદાવાદ - ભુજ વચ્ચે નમો ભારત રેપીડ મેટ્રોનો પ્રારંભ કરાવ્યો. આ સાથે જ પીએમ મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી સોંપી છે.
ગુજરાત મારી જન્મભૂમિ, ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી: PM મોદી
ગુજરાત મારી જન્મભૂમિ છે અને ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ હંમેશા મારા પર પ્રેમ વરસાવ્યો છે અને દીકરો જ્યારે પોતાના ઘરે આવે છે અને લોકોના આર્શીવાદ લે છે ત્યારે તેને એક નવી ઊર્જા મળે છે. તેનો ઉત્સાહ અને જોશ વધી જાય છે.
મારી મજાક ઉડાવવામાં આવી: PM
થોડા સમય પહેલા લોકોએ દેશમાં મારી મજાક ઉડાવી અને લોકો હેરાન હતા કે મોદી કેમ ચૂપ છે, આટલું અપમાન થઈ રહ્યું છે પણ આ સરદાર પટેલની ભૂમિનો દીકરો છે, મેં જવાબ આપ્યો નહીં પણ પ્રથમ 100 દિવસ નવી નીતિઓ બનાવી અને કામ કર્યું અને તે લોકોને મારા કામે જવાબ આપ્યો છે. 100 દિવસમાં 15 લાખ કરોડની યોજનાઓ પર કામ શરૂ થઈ ચૂક્યુ છે.
છેલ્લા 100 દિવસમાં 11 લાખ લખપતિ દીદી બની: PM
વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યુંકે સરકારે યુવાઓ માટે 2 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જેનાથી 4 કરોડ યુવાનોને ફાયદો થશે. દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ લખપતિ દીદી બની ચૂકી છે અને છેલ્લા 100 દિવસમાં 11 લાખ લખપતિ દીદી બની છે. આ સાથે જ વડાપ્રધાને ગેરંટીની વાત કરતા કહ્યું હતું કે દેશવાસીઓને 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો સરકાર તરફથી આપવામાં આવ્યો છે.
દેશ-વિદેશની જાણીતી યુનિવર્સિટીઓ ગુજરાતમાં આવી રહી છે: PM મોદી
ત્યારે ગુજરાત વિશે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે આ વર્ષે ગુજરાતમાં અતિવૃષ્ટિ સર્જાઈ હતી, તમામ વિસ્તારમાં વધારે વરસાદ વરસ્યો હતો, ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત અતિવૃષ્ટિ સર્જાઈ છે. વધુમાં વડાપ્રધાને કહ્યું કે આજે 8500 કરોડના કામોનું લોકાર્પણ કર્યું છે, અમદાવાદ-ભૂજ વચ્ચે નમો ભારત રેપિડ મેટ્રો ટ્રેનનો પ્રારંભ થયો છે, જેનાથી નોકરિયાત વર્ગને મોટો ફાયદો થશે. દેશ-વિદેશની જાણીતી યુનિવર્સિટીઓ ગુજરાતમાં આવી રહી છે અને આગામી 25 વર્ષમાં દેશને વિકસિત બનાવવાનો છે.