Ahmedabad: ગિફ્ટ સિટી રોડ પર 150કરોડનું સ્કૂલ ઓફ્ અલ્ટિમેટ લીડરશિપનું કેમ્પસ બનશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન મોદીની સંકલ્પના સાકાર કરવા માટે યુવા અને ઉત્સાહી નેતૃત્વ ધરાવતું માનવ સંસાધન ઊભું કરવાનો નવતર અભિગમ SOUL સ્કૂલ ઓફ્ અલ્ટિમેટ લીડરશિપ દ્વારા અપનાવાયો છે. જેના ભાગ રુપે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કેમ્પસ નિર્માણનું ભુમિ પુજન થયુ હતુ.
ગીફટ સીટી રોડ પર 150 કરોડના ખર્ચે સ્કુલ ઓપ અલ્ટિમેટ લીડરશિપનું કેમ્પસ નિર્માણ 24 માસમાં થશે. SOULનું આ કેમ્પસ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી રોડ પર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી નજીક 22 એકર વિસ્તારમાં આગામી બે વર્ષમાં નિર્માણ પામશે. પામવાનું છે. આ સંદર્ભમાં રાજકારણમાં પ્રવેશવાની ઇચ્છા ધરાવતા મહત્વાકાંક્ષી યુવાનોને તાલીમ આપવા તથા ભારતમાં શાસનના પ્રણાલીગત પડકારોનો સામનો કરીને નવી તકોના સર્જન માટે તેમને સશક્ત બનાવવાના હેતુ છે. આ સંસ્થા SOUL રાજકીય, સામાજિક અને જાહેર નીતિ એમ મુખ્ય ત્રણ ક્ષેત્રોમાં નેતૃત્વ વિકાસ માટે સમર્પિત છે. પીએમ મોદી આગામી 21 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં SOULનો ઔપચારિક પ્રારંભ કરાવશે. પ્રારંભિક તબક્કે SOUL દ્વારા જાહેર સેવા વ્યવસાયિકો માટે અનુરૂપ કાર્યક્રમ ઓફર કરાશે. ગાંધીનગરમાં SOULના કેમ્પસનું બાંધકામ પૂર્ણ થયા પછી માર્ચ-2027થી અહીં ઔપચારિક કાર્યક્રમો શરૂ કરશે. તેમાં 1 થી 3 મહિનાના મધ્યમ ગાળા તેમજ 9 થી 12 મહિનાના લાંબાગાળાના અભ્યાસ કાર્યક્રમો કાર્યરત થશે. કેમ્પસ સંપૂર્ણ તૈયાર થાય ત્યાં સુધી એક અઠવાડિયાના ટૂંકા ગાળાના કાર્યક્રમો અને સેમિનાર્સનું આયોજન કરાશે. લોકોના હિતને પ્રાધાન્ય આપતા સક્ષમ નેતૃત્વના વિકાસની તકો સાથે જાહેર ક્ષેત્ર, આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં યોગદાન આપવાનું લક્ષ્ય રાખતા ઉમેદવારો અને યુવાનોને લીડરશિપ તાલીમ માટે SOUL યોગ્ય પ્લેટફેર્મ પૂરું પાડશે. સહભાગીઓની પ્રતિબદ્ધતાને સુનિશ્ચિત કરવા યુવા ઉમેદવારો પાસેથી ટોકન ફી લેવાશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જાહેર સેવા અધિકારીઓ માટે તાલીમ નિઃશુલ્ક રખાશે.
What's Your Reaction?






