Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ, સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરે નોંધાવી ફરિયાદ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સામે આખરે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરે ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાવી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 105, 110, 336, 318, 61 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખોટા ઓપરેશન કરી સરકારી યોજનાનો લાભ લેવાનો આક્ષેપ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાની, કાર્તિક પટેલ, સંજય પટોલીયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ખ્યાતિ હોસ્પટિલમાં 2 દર્દીઓના મોત મામલે આ ફરિયાદ નોંધાઈ છે. દર્દીઓને જરુરિયાત ના હોવા છતાં ઓપરેશન કરવામાં આવ્યા હતા અને ખોટા ઓપરેશન કરી સરકારી યોજનાનો લાભ લેવાનો આક્ષેપ હોસ્પિટલ સામે કરવામાં આવ્યો છે. કાવતરુ રચી PMJAY યોજના હેઠળ નાણાં મેળવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દર્દીઓના કતલનો ખ્યાતિ હોસ્પિટલનો જૂનો ધંધો જણાવી દઈએ કે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને જરૂર ના હોવા છતાં સર્જરી કરવામાં આવી હતી અને બે દર્દીઓના મોત થયા હતા. ત્યારે તમને જણાવી દઈએ કે દર્દીઓના કતલનો ખ્યાતિ હોસ્પિટલનો જૂનો ધંધો છે. બે વર્ષ પહેલા ગાંધીનગરના શેરથા ગામમાં પણ કેમ્પ યોજ્યો હતો અને ત્યારબાદ કનુભાઈ પટેલ નામના દર્દીને સ્ટેન્ટ મુકવાનું કહ્યું હતું અને ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલમાં આવીને દર્દીએ સ્ટેન્ટ મુકાયું હતુ અને ત્યારબાદ દર્દીનું મોત થયું હતું. શેરથામાં કેમ્પ બાદ 9 લોકોને સ્ટેન્ટ મૂક્યા હતા. ખ્યાતિ હોસ્પિટલ બની મલ્ટી સ્કેમ હોસ્પિટલ ખ્યાતિ હોસ્પિટલ મલ્ટી સ્કેમ હોસ્પિટલ બની છે. હોસ્પિટલે 6 મહિનામાં PMJY હેઠળ 3.66 કરોડ રૂપિયા ખંખેર્યા છે. આ 6 મહિનામાં મોટાભાગે હાર્ટની સર્જરી કરવામાં આવી છે. 6 મહિનામાં 650 જેટલી સર્જરી કરવામાં આવી છે. 650માંથી 605 કાર્ડિયોલોજિસ્ટની સર્જરી કરવામાં આવી છે. ત્યારે 36 કેસ બાયપાસ સર્જરીના કરવામાં આવ્યા છે.

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ, સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરે નોંધાવી ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સામે આખરે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરે ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાવી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 105, 110, 336, 318, 61 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ખોટા ઓપરેશન કરી સરકારી યોજનાનો લાભ લેવાનો આક્ષેપ

ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાની, કાર્તિક પટેલ, સંજય પટોલીયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ખ્યાતિ હોસ્પટિલમાં 2 દર્દીઓના મોત મામલે આ ફરિયાદ નોંધાઈ છે. દર્દીઓને જરુરિયાત ના હોવા છતાં ઓપરેશન કરવામાં આવ્યા હતા અને ખોટા ઓપરેશન કરી સરકારી યોજનાનો લાભ લેવાનો આક્ષેપ હોસ્પિટલ સામે કરવામાં આવ્યો છે. કાવતરુ રચી PMJAY યોજના હેઠળ નાણાં મેળવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

દર્દીઓના કતલનો ખ્યાતિ હોસ્પિટલનો જૂનો ધંધો

જણાવી દઈએ કે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને જરૂર ના હોવા છતાં સર્જરી કરવામાં આવી હતી અને બે દર્દીઓના મોત થયા હતા. ત્યારે તમને જણાવી દઈએ કે દર્દીઓના કતલનો ખ્યાતિ હોસ્પિટલનો જૂનો ધંધો છે. બે વર્ષ પહેલા ગાંધીનગરના શેરથા ગામમાં પણ કેમ્પ યોજ્યો હતો અને ત્યારબાદ કનુભાઈ પટેલ નામના દર્દીને સ્ટેન્ટ મુકવાનું કહ્યું હતું અને ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલમાં આવીને દર્દીએ સ્ટેન્ટ મુકાયું હતુ અને ત્યારબાદ દર્દીનું મોત થયું હતું. શેરથામાં કેમ્પ બાદ 9 લોકોને સ્ટેન્ટ મૂક્યા હતા.

ખ્યાતિ હોસ્પિટલ બની મલ્ટી સ્કેમ હોસ્પિટલ

ખ્યાતિ હોસ્પિટલ મલ્ટી સ્કેમ હોસ્પિટલ બની છે. હોસ્પિટલે 6 મહિનામાં PMJY હેઠળ 3.66 કરોડ રૂપિયા ખંખેર્યા છે. આ 6 મહિનામાં મોટાભાગે હાર્ટની સર્જરી કરવામાં આવી છે. 6 મહિનામાં 650 જેટલી સર્જરી કરવામાં આવી છે. 650માંથી 605 કાર્ડિયોલોજિસ્ટની સર્જરી કરવામાં આવી છે. ત્યારે 36 કેસ બાયપાસ સર્જરીના કરવામાં આવ્યા છે.