Ahmedabad: ખ્યાતિકાંડમાં ડૉ. પ્રશાંત વઝીરાણાના 25 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર
અમદાવાદના ખ્યાતિકાંડ મામલે ઝડપાયેલા ડૉ. પ્રશાંત વઝીરાણીના આજે 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નિષ્ણાંત તબીબોની ટીમને સાથે રાખી હજી અનેક બાબતોની તપાસ કરવી જરુરી જણાતી હોય પોલીસ દ્વારા વધુ 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટ દ્વારા 25 નવેમ્બર સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત બાદ પાંચ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી અને સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટમાં પોલીસ દ્વારા કેટલીક બાબતોની તપાસ કરવી જરૂરી હોવાથી વધુ સાત દિવસના રિમાન્ડની માગણી કરાઈ છે. કોર્ટ દ્વારા પોલીસે કરેલી રજૂઆતના ધ્યાનમાં લઇને 25 નવેમ્બર સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે JCP શરદ સિંઘલનું નિવેદન JCP શરદ સિંઘલે નિવેદન આપતા જણાવ્યું કે, ખ્યાતિ કેસમાં ડૉ. પ્રશાંત ઝડપાયો છે. પરમ દિવસે અને ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલમાં રેડ કરવામાં આવી હતી. અમે લુકઆઉટ નોટિસ પણ ઈશ્યુ કરી છે. હોસ્પિટલના CCTV પણ કબજે કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની પ્રોસેસ ચાલુ છે. ખ્યાતિ હોસ્પિટલનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની પ્રોસેસ ચાલુ છે. 13 ગામમાં હેલ્થ કેમ્પ થયા હતા તેની પણ માહિતી એકત્ર કરવામાં આવી છે. ફરિયાદ કરવા માગતા હોય તો ક્રાઈમબ્રાન્ચમાં આવી શકે તેની પણ જાહેરાત કરવામાં આવી છે. કાર્તિક પટેલ વિદેશમાં જ છે, બાકીના લોકો વિદેશ ગયા નથી. ભારતમાં જ ક્યાંય છુપાયેલા છે. 5 જૂના આરોપી અને 2 નવા આરોપીના ત્યાં સર્ચ ચાલુ છે. તમામના ઘરે સર્ચ ચાલુ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના ખ્યાતિકાંડ મામલે ઝડપાયેલા ડૉ. પ્રશાંત વઝીરાણીના આજે 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નિષ્ણાંત તબીબોની ટીમને સાથે રાખી હજી અનેક બાબતોની તપાસ કરવી જરુરી જણાતી હોય પોલીસ દ્વારા વધુ 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટ દ્વારા 25 નવેમ્બર સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત બાદ પાંચ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી અને સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટમાં પોલીસ દ્વારા કેટલીક બાબતોની તપાસ કરવી જરૂરી હોવાથી વધુ સાત દિવસના રિમાન્ડની માગણી કરાઈ છે. કોર્ટ દ્વારા પોલીસે કરેલી રજૂઆતના ધ્યાનમાં લઇને 25 નવેમ્બર સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે JCP શરદ સિંઘલનું નિવેદન
JCP શરદ સિંઘલે નિવેદન આપતા જણાવ્યું કે, ખ્યાતિ કેસમાં ડૉ. પ્રશાંત ઝડપાયો છે. પરમ દિવસે અને ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલમાં રેડ કરવામાં આવી હતી. અમે લુકઆઉટ નોટિસ પણ ઈશ્યુ કરી છે. હોસ્પિટલના CCTV પણ કબજે કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની પ્રોસેસ ચાલુ છે. ખ્યાતિ હોસ્પિટલનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની પ્રોસેસ ચાલુ છે. 13 ગામમાં હેલ્થ કેમ્પ થયા હતા તેની પણ માહિતી એકત્ર કરવામાં આવી છે. ફરિયાદ કરવા માગતા હોય તો ક્રાઈમબ્રાન્ચમાં આવી શકે તેની પણ જાહેરાત કરવામાં આવી છે. કાર્તિક પટેલ વિદેશમાં જ છે, બાકીના લોકો વિદેશ ગયા નથી. ભારતમાં જ ક્યાંય છુપાયેલા છે. 5 જૂના આરોપી અને 2 નવા આરોપીના ત્યાં સર્ચ ચાલુ છે. તમામના ઘરે સર્ચ ચાલુ છે.