BZ કૌભાંડને લઈ CID ક્રાઈમની પ્રેસ, કેટલાક ક્રિકેટરોએ પણ કર્યુ છે રોકાણ!
રાજ્યમાં પોંઝી સ્કીમો થકી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં માલિક અને મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે CID ક્રાઈમે તપાસ તેજ કરી છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા મોડાસા સબ રજિસ્ટ્રારની કચેરીમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતોનાં ડેટા એકત્ર કરવામાં આવ્યા છે, જેમાં રોકાણકારોનાં રૂપિયાથી કરોડોની મિલકત ખરીદી હોવાનું ખુલ્યું છે. CID ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, કેટલાક ક્રિકેટરોએ રોકાણ કર્યુ છે.BZ કૌભાંડને લઈ CID ક્રાઈમની પ્રેસBZ કૌભાંડને લઈ CID ક્રાઈમની પ્રેસ યોજી હતી. CID ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનેનિવેદન આપતા જણાવ્યું હતું કે, કેટલાક ક્રિકેટરોએ રોકાણ કર્યુ છે. બિટકોઈનમાં પણ ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણ કર્યુ છે. પોન્ઝી સ્કીમમાં શિક્ષકોનું રોકાણ વધારે છે.2 - 3 વર્ષમાં 22 જેટલી મિલકત વસાવી છે. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલની શોધખોળ ચાલુ છે. 12 મિલકત સામે કાયદેસરની કાર્યવાહી થશે. આરોપીઓની માહિતી મળે તો CID ક્રાઈમને આપવી. સોશિયલ મીડિયા પર જાહેરાત કરનાર સામે કાર્યવાહી થશે. ક્રિકેટરોએ કોના દ્વારા નાણાં રોકયા તેની તપાસ હાથ ધરવામાં આવશે.રાજ્યમાં રોકાણકારોનાં કરોડો રૂપિયા ચાઉં કરનાર BZ ગ્રૂપનાં માલિક અને મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પર ગાળિયો કસાશે. માહિતી અનુસાર, કૌભાંડની તપાસ હેઠળ CID ક્રાઈમ મોડાસા પહોંચ્યું હતું અને ત્યાં સબ રજિસ્ટ્રારની કચેરીમાંથી ભૂપેન્દ્રસસિંહ ઝાલાની મિલકતો સંબંધિત ડેટા એકત્ર કર્યા હતા. સીઆઈડી ક્રાઇમે (CID Crime) ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો અંગેનું લિસ્ટ મેળવ્યું છે. સાથે જ BZ ની જમીન અન્યને ટ્રાન્સફર ન થાય માટે પણ મૌખિક સૂચના અપાઈ છે. CID ક્રાઈમની તપાસ અનુસાર, ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા મોડાસા તાલુકામાં અત્યારસુધી 5 સંપત્તિઓની ખરીદી કરાઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં પોંઝી સ્કીમો થકી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં માલિક અને મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે CID ક્રાઈમે તપાસ તેજ કરી છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા મોડાસા સબ રજિસ્ટ્રારની કચેરીમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતોનાં ડેટા એકત્ર કરવામાં આવ્યા છે, જેમાં રોકાણકારોનાં રૂપિયાથી કરોડોની મિલકત ખરીદી હોવાનું ખુલ્યું છે. CID ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, કેટલાક ક્રિકેટરોએ રોકાણ કર્યુ છે.
BZ કૌભાંડને લઈ CID ક્રાઈમની પ્રેસ
BZ કૌભાંડને લઈ CID ક્રાઈમની પ્રેસ યોજી હતી. CID ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનેનિવેદન આપતા જણાવ્યું હતું કે, કેટલાક ક્રિકેટરોએ રોકાણ કર્યુ છે. બિટકોઈનમાં પણ ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણ કર્યુ છે. પોન્ઝી સ્કીમમાં શિક્ષકોનું રોકાણ વધારે છે.2 - 3 વર્ષમાં 22 જેટલી મિલકત વસાવી છે. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલની શોધખોળ ચાલુ છે. 12 મિલકત સામે કાયદેસરની કાર્યવાહી થશે. આરોપીઓની માહિતી મળે તો CID ક્રાઈમને આપવી. સોશિયલ મીડિયા પર જાહેરાત કરનાર સામે કાર્યવાહી થશે. ક્રિકેટરોએ કોના દ્વારા નાણાં રોકયા તેની તપાસ હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં રોકાણકારોનાં કરોડો રૂપિયા ચાઉં કરનાર BZ ગ્રૂપનાં માલિક અને મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પર ગાળિયો કસાશે. માહિતી અનુસાર, કૌભાંડની તપાસ હેઠળ CID ક્રાઈમ મોડાસા પહોંચ્યું હતું અને ત્યાં સબ રજિસ્ટ્રારની કચેરીમાંથી ભૂપેન્દ્રસસિંહ ઝાલાની મિલકતો સંબંધિત ડેટા એકત્ર કર્યા હતા. સીઆઈડી ક્રાઇમે (CID Crime) ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો અંગેનું લિસ્ટ મેળવ્યું છે. સાથે જ BZ ની જમીન અન્યને ટ્રાન્સફર ન થાય માટે પણ મૌખિક સૂચના અપાઈ છે. CID ક્રાઈમની તપાસ અનુસાર, ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા મોડાસા તાલુકામાં અત્યારસુધી 5 સંપત્તિઓની ખરીદી કરાઈ હતી.