Rajkot: હિરાસર એરપોર્ટની દિવાલ તૂટતા ખેડૂતોએ પાક નિષ્ફળ જતા વળતર માગ્યુ

ગામના ખેડૂતોએ પાક નિષ્ફળ જતા વળતર માગ્યુ છે હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યું ત્યારથી જ સતત વિવાદોમાં ધારાસભ્યને લેટર લખી વળતરની માગણી કરવામાં આવી રાજકોટમાં હિરાસર એરપોર્ટની દિવાલ તૂટવાના મામલે ચોટીલાના લોમા કોટડી ગામના ખેડૂતોએ પાક નિષ્ફળ જતા વળતર માગ્યુ છે. દિવાલ તૂટવાથી પાણી ખેતર સુધી પહોચ્યું અને પાક ધોવાઈ ગયો હતો. જેમાં 15 ફૂટ ઊંચી અને 50 ફૂટની દિવાલનો ભાગ તૂટી ગયો હતો. જેને કારણે ત્યાં જાળી મુકવામાં આવી છે. ધારાસભ્યને લેટર લખી વળતરની માગણી કરવામાં આવી ગામના સરપંચ દ્વારા ધારાસભ્યને લેટર લખી વળતરની માગણી કરવામાં આવી છે. ધારાસભ્ય શામજી ચૌહાણને સ્થાનિકોએ રજૂઆત કરી પાકની નુકસાની પેટે વળતર આપવા રજૂઆત કરી છે. તાજેતરમાં રાજકોટ વરસાદે તારાજી સર્જી દીધી હતી જેમાં ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. વરસાદના કારણે રાજકોટનો મેળો પણ રદ્દ કરાયો હતો ત્યારે ભારે વરસાદના કારણે રાજકોટમાં આવેલ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના 15 ફૂટની પ્રોટેકશન દિવાલ ધરાશાયી થઈ હોવાનો વીડિયો વાયરલ થયો હતો. હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યું ત્યારથી જ સતત વિવાદોમાં રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ રનવે પરની દિવાલ ધરાશાયી થતા કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા. એક વર્ષ પહેલા જ આ દિવાલ બનાવવામાં આવી હતી અને તે ધરાશયી થતા લોકો તેની ગુણવત્તા પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ અગાઉ પણ કેનોપી તૂટવાની ઘટના આવી સામે આવી હતી. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે જે તે દિવાલ કે એક સામાન્ય વરસાદ આવતા તૂટી જાય તો કેમ ચાલે. ચોમાસાએ એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખોલી દિધી છે. રાજકોટનું હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યું ત્યારથી જ સતત વિવાદોમાં રહ્યું છે.

Rajkot: હિરાસર એરપોર્ટની દિવાલ તૂટતા ખેડૂતોએ પાક નિષ્ફળ જતા વળતર માગ્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગામના ખેડૂતોએ પાક નિષ્ફળ જતા વળતર માગ્યુ છે
  • હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યું ત્યારથી જ સતત વિવાદોમાં
  • ધારાસભ્યને લેટર લખી વળતરની માગણી કરવામાં આવી

રાજકોટમાં હિરાસર એરપોર્ટની દિવાલ તૂટવાના મામલે ચોટીલાના લોમા કોટડી ગામના ખેડૂતોએ પાક નિષ્ફળ જતા વળતર માગ્યુ છે. દિવાલ તૂટવાથી પાણી ખેતર સુધી પહોચ્યું અને પાક ધોવાઈ ગયો હતો. જેમાં 15 ફૂટ ઊંચી અને 50 ફૂટની દિવાલનો ભાગ તૂટી ગયો હતો. જેને કારણે ત્યાં જાળી મુકવામાં આવી છે.

ધારાસભ્યને લેટર લખી વળતરની માગણી કરવામાં આવી

ગામના સરપંચ દ્વારા ધારાસભ્યને લેટર લખી વળતરની માગણી કરવામાં આવી છે. ધારાસભ્ય શામજી ચૌહાણને સ્થાનિકોએ રજૂઆત કરી પાકની નુકસાની પેટે વળતર આપવા રજૂઆત કરી છે. તાજેતરમાં રાજકોટ વરસાદે તારાજી સર્જી દીધી હતી જેમાં ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. વરસાદના કારણે રાજકોટનો મેળો પણ રદ્દ કરાયો હતો ત્યારે ભારે વરસાદના કારણે રાજકોટમાં આવેલ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના 15 ફૂટની પ્રોટેકશન દિવાલ ધરાશાયી થઈ હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યું ત્યારથી જ સતત વિવાદોમાં

રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ રનવે પરની દિવાલ ધરાશાયી થતા કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા. એક વર્ષ પહેલા જ આ દિવાલ બનાવવામાં આવી હતી અને તે ધરાશયી થતા લોકો તેની ગુણવત્તા પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ અગાઉ પણ કેનોપી તૂટવાની ઘટના આવી સામે આવી હતી. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે જે તે દિવાલ કે એક સામાન્ય વરસાદ આવતા તૂટી જાય તો કેમ ચાલે. ચોમાસાએ એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખોલી દિધી છે. રાજકોટનું હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યું ત્યારથી જ સતત વિવાદોમાં રહ્યું છે.