અમદાવાદ એરપોર્ટ પાસે ફરી એકવાર મારામારી થઈ. વાહન ચાલક-પોલીસ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ.નો પાર્કિગમાં ઊભેલી ગાડી સામે કાર્યવાહી સમયે માથાકૂટ થઇ. પોલીસે 5 હજારની માગ કરી હોવાનો પણ વીડિયોમાં આક્ષેપ છે. સરદાર પટેલ સ્ટેચ્યુ પાસેની મારામારીનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે રાજ્ય સેવકના કામમાં રૂકાવટ મામલે ગુનો દાખલ કર્યો. પ્રાઇવેટ ક્રેનમાં સરકારી ઓપરેટર સાથે મારામારી બદલ ગુનો નોંધાયો.
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં મારામારી
સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે મારામારીનો વીડિયો વાયરલ થયો છે જેમાં વાહન ચાલક અને પોલીસ વચ્ચે છુટાહાથની મારામારી થઈ હતી ઓનલાઈન મેમો આપવાને લઈ બબાલ થઈ હોવાની વાત સામે આવી છે,પોલીસે રુપિયા 5 હજારની માંગ કરાયાનો વીડિયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથધરી છે.4 જાન્યુઆરી 2025ના રોજ આ બનાવ બન્યો હતો તો પોલીસે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
જાણો કોની સામે નોંધ્યો ગુનો
પોલીસે ગીરીશ પટેલ,મનીષ પટેલ,પ્રિન્સ પટેલ સામે ફરિયાદ નોંધી છે.આ સમગ્ર ઘટનામાં જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના કર્મચારી ફરિયાદી બન્યા છે,આમ પણ એયરપોર્ટ રોડ પર લોકો ગમે ત્યાં અને ગમે તે રીતે વાહન પાર્ક કરતા હોય છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે પોલીસ તેમની ફરજ બજાવે છે અને આવા લોકો પોતાની જાતને હોશિયાર માની અન્યને નુકસાન પહોંચાડે છે.
બે દિવસ અગાઉ પણ થઈ હતી એયરપોર્ટ પર મારામારી
ટ્રાફિકજામ હોવાથી અને પેસેન્જરનો કોન્ટેક્ટ ન થતા ટેક્સી ડ્રાઇવર પોતે બહાર નીકળીને અરાઇવલ એરિયામાં ફરી રહ્યા હતા. ત્યારે એરપોર્ટ સિક્યુરિટી તથા ભવાની જે.ડી.એક્સ કંપનીના સિક્યુરિટી રીક્ષા ડ્રાઇવર અને ટેક્સી ડ્રાઇવરને મારીને ત્યાંથી હટાવવાની વાત કરી રહ્યા હતા. ઉપરાંત રીક્ષાચાલકો અને સિક્યુરિટી વચ્ચે જીભાજોડી થઈ રહી હતી. તેવામાં એરપોર્ટ પરના ખાનગી સિક્યુરિટી કંપનીના ગાર્ડે 31 વર્ષીય ટેક્સી ચાલકને માથાના ભાગે પાછળથી ફટકો મારતા ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત અન્ય છથી સાત લોકોને ઈજાઓ પહોંચી હતી. જેથી 108 બોલાવીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે પોતાની ફરિયાદ નોંધાવી હતી.