Ahmedabad: ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં ખાણીપીણીની લારી ઉપર માલિકનું નામ લખવા માગ
હવે ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ ખાણીપીણીની લારી ઉપર માલિકનું નામ લખવા માટે માગ ઉઠી છે. ઉત્તરપ્રદેશની જેમ જ ગુજરાતમાં લારી ઉપર મૂળ માલિકનું નામ લખવા માટે માગ ઉઠી રહી છે.લારી ઉપર મૂળ માલિકનું નામ લખવા અમે તૈયાર: સંચાલક તમને જણાવી દઈએ કે સુરતમાં કોર્પોરેટર દ્વારા લારી ઉપર મૂળ માલિકનું નામ લખવા માગ કરવામાં આવી હતી, જેને લઈને હવે અમદવાદના લારીચાલકો દ્વારા પણ મૂળ માલિકનું નામ લખવા મુદ્દે સમર્થન અપાયું છે. લારી સંચાલકો કહી રહ્યા છે કે અમે તો લારી ઉપર મૂળ માલિકનું નામ લખવા તૈયાર છીએ, અમને તે મુદ્દે કોઈ વાંધો નથી. અમે જ્યાં ખાઈએ એ કોણ છે એ જાણવું ખુબ જરૂરી: શહેરીજન ત્યારે શહેરીજનો પણ માગ કરી રહ્યા છે કે તમામ લારી પર માલિકનું નામ હોવું જરૂરી છે અને ઘણી વખત ઓમલેટની લારી પર ભગવાનનું નામ હોય છે, તે નહીં ચલાવી લેવાય, કારણ કે અમે જ્યાં ખાઈએ એ કોણ છે એ જાણવું ખુબ જ જરૂરી છે અને આ નિયમ તો આવો જ જોઈએ તેવી માગ શહેરીજનો કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં દુકાનો અને લારીઓ પર 'નેમપ્લેટ' લગાવવી જરૂરી તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આદેશ આપેલો છે કે રાજ્યમાં કાવડ યાત્રાના માર્ગોમાં આવતી તમામ હોટેલો-રેસ્ટોરાં સહિતની દુકાનો અને લારીઓ પર 'નેમપ્લેટ' લગાવવી જરૂરી છે. દુકાનો પર માલિકનું નામ અને તેની ઓળખ લખવાની રહેશે તેવું જણાવવમાં આવ્યું છે. હોટેલ-રેસ્ટોરન્ટમાં સ્ટાફની વિગતો પણ આપવી પડશે. કેટલાક સંગઠનોએ કર્યો વિરોધ સીએમઓ મુજબ કાવડ યાત્રીઓની આસ્થાની શુદ્ધતા જાળવી રાખવા માટે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના આ નિર્ણયનું હિન્દુ સંગઠનો, રાજ્યના મંત્રીઓ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાત જેવા કેટલાક મુસ્લિમ સંગઠનોએ સમર્થન પણ કર્યું છે તો બીજી તરફ જદયુ, લોજપના ચિરાગ પાસવાન, રાલોદના જયંત ચૌધરીએ આ નિર્ણયને સમાજ માટે વિભાજનકારી ગણાવીને તેનો વિરોધ કર્યો હતો અને રાજ્ય સરકારને આ નિર્ણય પરત ખેંચી લેવા માગ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવે ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ ખાણીપીણીની લારી ઉપર માલિકનું નામ લખવા માટે માગ ઉઠી છે. ઉત્તરપ્રદેશની જેમ જ ગુજરાતમાં લારી ઉપર મૂળ માલિકનું નામ લખવા માટે માગ ઉઠી રહી છે.
લારી ઉપર મૂળ માલિકનું નામ લખવા અમે તૈયાર: સંચાલક
તમને જણાવી દઈએ કે સુરતમાં કોર્પોરેટર દ્વારા લારી ઉપર મૂળ માલિકનું નામ લખવા માગ કરવામાં આવી હતી, જેને લઈને હવે અમદવાદના લારીચાલકો દ્વારા પણ મૂળ માલિકનું નામ લખવા મુદ્દે સમર્થન અપાયું છે. લારી સંચાલકો કહી રહ્યા છે કે અમે તો લારી ઉપર મૂળ માલિકનું નામ લખવા તૈયાર છીએ, અમને તે મુદ્દે કોઈ વાંધો નથી.
અમે જ્યાં ખાઈએ એ કોણ છે એ જાણવું ખુબ જરૂરી: શહેરીજન
ત્યારે શહેરીજનો પણ માગ કરી રહ્યા છે કે તમામ લારી પર માલિકનું નામ હોવું જરૂરી છે અને ઘણી વખત ઓમલેટની લારી પર ભગવાનનું નામ હોય છે, તે નહીં ચલાવી લેવાય, કારણ કે અમે જ્યાં ખાઈએ એ કોણ છે એ જાણવું ખુબ જ જરૂરી છે અને આ નિયમ તો આવો જ જોઈએ તેવી માગ શહેરીજનો કરી રહ્યા છે.
ઉત્તરપ્રદેશમાં દુકાનો અને લારીઓ પર 'નેમપ્લેટ' લગાવવી જરૂરી
તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આદેશ આપેલો છે કે રાજ્યમાં કાવડ યાત્રાના માર્ગોમાં આવતી તમામ હોટેલો-રેસ્ટોરાં સહિતની દુકાનો અને લારીઓ પર 'નેમપ્લેટ' લગાવવી જરૂરી છે. દુકાનો પર માલિકનું નામ અને તેની ઓળખ લખવાની રહેશે તેવું જણાવવમાં આવ્યું છે. હોટેલ-રેસ્ટોરન્ટમાં સ્ટાફની વિગતો પણ આપવી પડશે.
કેટલાક સંગઠનોએ કર્યો વિરોધ
સીએમઓ મુજબ કાવડ યાત્રીઓની આસ્થાની શુદ્ધતા જાળવી રાખવા માટે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના આ નિર્ણયનું હિન્દુ સંગઠનો, રાજ્યના મંત્રીઓ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાત જેવા કેટલાક મુસ્લિમ સંગઠનોએ સમર્થન પણ કર્યું છે તો બીજી તરફ જદયુ, લોજપના ચિરાગ પાસવાન, રાલોદના જયંત ચૌધરીએ આ નિર્ણયને સમાજ માટે વિભાજનકારી ગણાવીને તેનો વિરોધ કર્યો હતો અને રાજ્ય સરકારને આ નિર્ણય પરત ખેંચી લેવા માગ કરી હતી.