Bhavnagar: નવી કામરલો ગામે તળાજા નદીમાં 4 લોકો તણાયા
ભાવનગરના તળાજા તાલુકાના નવી કામરલો ગામે તળાજા નદીમાં 4 લોકો તણાયા હતા. જેમાં ગઈકાલ સાંજના નદી પરના કોઝવે પરથી પસાર થઇ રહ્યાં હતા તે સમયે આ ગોઝારી ઘટના બની હતી. ઉપરવાસમાં પડેલ સારા વરસાદના પગલે એકાએક પસાર થતી નદી પરના કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા 4 લોકો તણાયા હતા.સ્થાનિક તરવૈયા, ફાયર સ્ટાફ દ્વારા મહિલાની શોધખોળ શરૂ જેમાં 4 પૈકી 3 લોકો જાત મહેનતથી બચાવ કરી પાણીના પ્રવાહમાંથી બહાર આવ્યા હતા. જેમાં 15 કલાકથી વધુ સમય થતા મહિલા તણાઈ છે તે મળી ન આવતા તંત્ર દોડતું થયું છે. તેમાં સ્થાનિક તરવૈયા, ફાયર સ્ટાફ દ્વારા મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમજ ઘટનાની જાણ થતાં તળાજા ધારાસભ્ય, TDO, મામલતદાર , તલાતીમંત્રી સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે. એક જ પરિવારના સાત જેટલા લોકોના મોતની નીપજ્યા હતા અગાઉ નર્મદા નદીમાં ડૂબી જોવાના કારણે એક જ પરિવારના સાત જેટલા લોકોના મોતની નીપજ્યા હતા. એ ઘટના હજી તો ભુલાય નથી ત્યાં ભાવનગરમાં બે કિશોરી સહિત 6 ડૂબી ગયા હતા. જેમાંથી એકનો બચાવ થયો હતો, ચારના મોત નીપજ્યાં હતા, જ્યારે એકની શોધખોળ કરાઇ હતી પણ તે મળ્યો ન હતા. મળતી વિગતો અનુસાર ભાવનગરના બોરતળાવમાં છ બાળકો ડૂબ્યા હતા. જેમાં પાંચ બાળકીઓ અને એક બાળક ડૂબી જતા ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક વિસ્તારના બાળકો કપડાં ધોવા અને નાહવા બોરતળાવના કાંઠે ગયા હતા. જે દરમિયાન બાળકો ડૂબી જવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોએ પાંચ કિશોરીઓને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી. જેમાંથી ચારના મોત નીપજ્યાં હોવાના અહેવાલ છે. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી એક બાળકની શોધખોળ શરૂ કરી હતી. જેમાં તે પણ મળી આવી ન હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -