Aravalli: દેવ દિવાળીના દિવસે શામળાજીના નાગધરા કુંડમાં પિતૃ મોક્ષાર્થે ડુબકી લગાવવાની પરંપરા

દેવ દિવાળીના તહેવાર પર યાત્રાધામ શામળાજી વિશેષ બની જાય છે. આજે અહીં કાર્તિકી પૂર્ણિમાના મેળા ભરાયા હતા. આ તહેવાર પર મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. ત્યારે પૂર્ણિમા નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ પોતાના પૂર્વજોના મોક્ષાર્થે શામળાજીના દર્શન કરવા આવ્યા હતા. મંદિરના દર્શન કરવા અને મેળામાં દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. આજે ભગવાનને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.કાર્તિક પૂર્ણિમાએ ભગવાના દર્શન કરવા હજારો લોકોની મેદની રાજ્યના ભરત મેળાઓમાં સ્થાન ધરાવતા તીર્થધામ શામળાજી ખાતે આજે ભારત કારતકી પૂર્ણિમા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ મેળામાં મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા તળાવમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ હોય છે, આ પૂર્ણિમાના અવસરે હજારો શ્રદ્ધાળુઓ પોતાના પૂર્વજોના મોક્ષાર્થે શામળાજીના દર્શન કરવા આવે છે. કારતકી પૂર્ણિમાના કારણે ભગવાન શામળીના દર્શન કરવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. પરિસરમા મંદિર આજે ભક્તોથી ભરેલું છે લાઈન લાગી છે.કાર્તિક પૂનમે નાગધરા કુંડમાં સ્નાનનું મહત્વ આ પૂર્ણિમાએ નાગધરા કુંડમાં સ્નાન કરવાથી ભૂત પ્રેત અને વળગાડ જેવી આસુરી શક્તિઓમાંથી મુક્તિ મળતી હોવાની વર્ષો જૂની માન્યતા છે. જેથી આ દિવસે ભક્તો મોટી સંખ્યામાં શામળાજી આવે છે એન નાગધરા કુંડમાં આસ્થાની ડૂબકી લગાવે છે. આજે કારતકી પૂર્ણિમા અને દેવ દિવાળીનો પવન અવસર હોવાથી ભગવાન શામળાજીને વિશેષ સોનાના આભૂષણોથી શણગાર કરાયો છે. જે શામળિયાના દર્શન કરી હજારો ભક્તોએ ધન્ય બનવાની સાથે નાગધરા કુંડમાં પવિત્ર સ્નાન કરી પોતાની માનતાઓ પૂરી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે સાંજે સંધ્યા આરતી સમયે દેવ દિવાળી નિમિત્તે ભગવાન શામળિયા સન્મુખ મેરાયું પણ કરવામાં આવનાર છે.ખાતે આજે સવારથી જ હજારો ભક્તો ઉમટી પડ્યા છે. માત્ર ગુજરાત જ નહિ, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ ભક્તો દર્શને આવ્યા છે. દેવ દિવાળીએ ભગવાનના વિશેષ સોનાનો વેશ જોવાનો લ્હાવો ભક્તો ચૂકતા નથી.યાત્રાધામ શામળાજીને ગદાધર ગયા ક્ષેત્ર તરીકે પ્રખ્યાતયાત્રાધામ શામળાજીને ગદાધર ગયા ક્ષેત્ર તરીકે પણ માનવામાં આવે છે. અહીં પિતૃ અને માતૃતર્પણ કરવાથી પિતૃઓને શાંતિ અને સળગતી મળતી હોવાની પણ માન્યતા છે. જેથી વર્ષ દરમિયાન હજારો ભક્તો અહીં તર્પણ વિધિ માટે આવતા હોય છે. તેમાંય કાર્તકી પૂર્ણિમાના દિવસે પિતૃ અને માતૃ તર્પણનું વિશેષ મહત્વ છે. આ કારણે હજારો ભક્તોએ પાવન દિવસે પોતાના પિતૃઓના મોક્ષ માટે આ ગદાધર ગયા ક્ષેત્રમાં આવી આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ પૂજાવિધિ કરી ધન્યતા અનુભવી હતી.કેમ મનાવવામાં આવે છે દેવ દિવાળી? સનાતન ધર્મમાં દિવાળીનુ ખાસ મહત્વ રહેલું છે. દિવાળીનો તહેવાર પાંચ દિવસનો હોય છે. દિવાળીના પંદર દિવસ પછી એટલે કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી મનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે, દેવ દિવાળીના દિવસે દેવી-દેવતા પૃથ્વી પર આવીને દિવાળી મનાવે છે

Aravalli: દેવ દિવાળીના દિવસે શામળાજીના નાગધરા કુંડમાં પિતૃ મોક્ષાર્થે ડુબકી લગાવવાની પરંપરા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેવ દિવાળીના તહેવાર પર યાત્રાધામ શામળાજી વિશેષ બની જાય છે. આજે અહીં કાર્તિકી પૂર્ણિમાના મેળા ભરાયા હતા. આ તહેવાર પર મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. ત્યારે પૂર્ણિમા નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ પોતાના પૂર્વજોના મોક્ષાર્થે શામળાજીના દર્શન કરવા આવ્યા હતા. મંદિરના દર્શન કરવા અને મેળામાં દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. આજે ભગવાનને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

કાર્તિક પૂર્ણિમાએ ભગવાના દર્શન કરવા હજારો લોકોની મેદની

રાજ્યના ભરત મેળાઓમાં સ્થાન ધરાવતા તીર્થધામ શામળાજી ખાતે આજે ભારત કારતકી પૂર્ણિમા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ મેળામાં મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા તળાવમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ હોય છે, આ પૂર્ણિમાના અવસરે હજારો શ્રદ્ધાળુઓ પોતાના પૂર્વજોના મોક્ષાર્થે શામળાજીના દર્શન કરવા આવે છે. કારતકી પૂર્ણિમાના કારણે ભગવાન શામળીના દર્શન કરવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. પરિસરમા મંદિર આજે ભક્તોથી ભરેલું છે લાઈન લાગી છે.

કાર્તિક પૂનમે નાગધરા કુંડમાં સ્નાનનું મહત્વ

આ પૂર્ણિમાએ નાગધરા કુંડમાં સ્નાન કરવાથી ભૂત પ્રેત અને વળગાડ જેવી આસુરી શક્તિઓમાંથી મુક્તિ મળતી હોવાની વર્ષો જૂની માન્યતા છે. જેથી આ દિવસે ભક્તો મોટી સંખ્યામાં શામળાજી આવે છે એન નાગધરા કુંડમાં આસ્થાની ડૂબકી લગાવે છે. આજે કારતકી પૂર્ણિમા અને દેવ દિવાળીનો પવન અવસર હોવાથી ભગવાન શામળાજીને વિશેષ સોનાના આભૂષણોથી શણગાર કરાયો છે. જે શામળિયાના દર્શન કરી હજારો ભક્તોએ ધન્ય બનવાની સાથે નાગધરા કુંડમાં પવિત્ર સ્નાન કરી પોતાની માનતાઓ પૂરી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે સાંજે સંધ્યા આરતી સમયે દેવ દિવાળી નિમિત્તે ભગવાન શામળિયા સન્મુખ મેરાયું પણ કરવામાં આવનાર છે.ખાતે આજે સવારથી જ હજારો ભક્તો ઉમટી પડ્યા છે. માત્ર ગુજરાત જ નહિ, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ ભક્તો દર્શને આવ્યા છે. દેવ દિવાળીએ ભગવાનના વિશેષ સોનાનો વેશ જોવાનો લ્હાવો ભક્તો ચૂકતા નથી.

યાત્રાધામ શામળાજીને ગદાધર ગયા ક્ષેત્ર તરીકે પ્રખ્યાત

યાત્રાધામ શામળાજીને ગદાધર ગયા ક્ષેત્ર તરીકે પણ માનવામાં આવે છે. અહીં પિતૃ અને માતૃતર્પણ કરવાથી પિતૃઓને શાંતિ અને સળગતી મળતી હોવાની પણ માન્યતા છે. જેથી વર્ષ દરમિયાન હજારો ભક્તો અહીં તર્પણ વિધિ માટે આવતા હોય છે. તેમાંય કાર્તકી પૂર્ણિમાના દિવસે પિતૃ અને માતૃ તર્પણનું વિશેષ મહત્વ છે. આ કારણે હજારો ભક્તોએ પાવન દિવસે પોતાના પિતૃઓના મોક્ષ માટે આ ગદાધર ગયા ક્ષેત્રમાં આવી આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ પૂજાવિધિ કરી ધન્યતા અનુભવી હતી.

કેમ મનાવવામાં આવે છે દેવ દિવાળી?

સનાતન ધર્મમાં દિવાળીનુ ખાસ મહત્વ રહેલું છે. દિવાળીનો તહેવાર પાંચ દિવસનો હોય છે. દિવાળીના પંદર દિવસ પછી એટલે કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી મનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે, દેવ દિવાળીના દિવસે દેવી-દેવતા પૃથ્વી પર આવીને દિવાળી મનાવે છે