Ahmedabad: ઉ.ઝોનમાં 79.83લાખના ખર્ચે પેવર બ્લોક મેન હોલ માટેની કામગીરી હાથ ધરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એક તરફ વરસાદના કારણે શહેરના વિવિધ રોડ રસ્તાની બિસ્માર સ્થિતિ થઈ ગઈ છે. આ પછી હવે તેના રિપેરિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
આ માટે ઉત્તર ઝોનમાં આવેલા ઠક્કરનગરમાં વિવિધ કેચપીટના રિપેરિંગ અને સ્ટ્રોમ વોટરની લાઈન માટેની કામગીરી માટે રૂ.49.83 લાખના ખર્ચ કરાશે. આ તરફ નરોડાની વિવિધ ચાલીઓમાં મેન હોલ, ચેમ્બર્સ અને લાઈનના અપગ્રેડેશન માટે રૂ.30 લાખ ખર્ચ કરવામાં આવશે. આમ, રૂ.79.83 લાખના ખર્ચે વિવિધ કામગીરી હાથ ધરાશે.
આ માટે ઠક્કરનગરમાં આવેલા જુદા જુદા ટીપી રોડ પર જેમાં વસંતનગર છાપરાની ચાલીઓ, ગંગાનગરની ચાલી, નરભેરામનગરની ચાલી, મહાકાળીનગરની ચાલી, કેવડાથીની ચાલીઓમાં પેવર બ્લોક લગાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના માટે રૂ.33.22 લાખનો ખર્ચ કરવામાં આવશે અને તેના માટે પેવર બ્લોક લગાડવામાં આવશે. જ્યારે 100 ફૂટના રોડ પર આવેલા રતનબા રોડ અને ઠક્કરનગરના ગામતળ સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણીના લાઈનમાં મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે. આ માટે રસ્તાઓ પર વેટમિક્સ અને હોટ મિક્સના મટીરિયલનો ઉપયોગ કરીને રૂ.16.61 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવશે. જેના દ્વારા હાલમાં વરસાદથી તૂટી ગયેલા રસ્તાના રિપેરિંગની કામગીરી આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
જ્યારે નરોડામાં દેહગામથી રિંગરોડ અને વોર્ડમાં જુદી જુદી જગ્યાએ ડ્રેનજ લાઈન રેઈઝિંગ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે. તેમજ ચેમ્બર અને મેઈન હોલ્સના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે રૂ. 10 લાખનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે બીજી તરફ મફત નગર, જવાહર ગલી, હુસેનની ગલી, પંડિતની ચાલી તેમજ ગામતળના વિવિધ વિસ્તારોમાં પોલ્યુશનયુક્ત ચેમ્બર્સ અને તેના સંબંધિત લાઈનના અપગ્રેડેશનની કામગીરી કરવા માટે વોર્ડની અંદર રૂ.20 લાખના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે. જેના દ્વારા ડ્રેનેજ અને પાણીની લાઈન અપગ્રેડ કરવામાં આવશે. આ કારણે વરસાદ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ફરિયાદથી લોકોને આગામી સમયમાં રાહત મળી રહેશે.
What's Your Reaction?






