Ahmedabad: અરવિંદ લિમિટેડને 10 % લેખે એક વર્ષનું વ્યાજ ચૂકવવા રેરાનો આદેશ

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા)એ અરવિંદ લિમિટેડને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કરોલી ગામમાં ફેરસ્ટે નામની તેની વિશાળ સ્કીમમાં વિલા ખરીદનારા ત્રણ ખરીદદારોને વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો છે. રેરાએ કરારમાં આપેલા વચન મુજબ વિલાનો કબજો આપવામાં વિલંબ માટે એક વર્ષનું 10% લેખે વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.કેસની વિગતો મુજબ, આદિત્ય પટેલ અને તેના પિતાએ સ્કીમમાં વિલા ખરીદ્યા હતા. દસ્તાવેજ મુજબ, કંપનીએ 31 ડિસેમ્બર, 2022ના રોજ અથવા તે પહેલાં વિલાનું પઝેશન આપવાનું હતું. પરંતુ તેમને કબજો ન મળતાં તેઓએ ગુજરેરા સમક્ષ ત્રણ અલગ-અલગ કેસ દાખલ કર્યા હતા. રેરાના સભ્ય એમ. ડી. મોડિયાએ કરેલા આદેશ મુજબ, અરવિંદ લિમિટેડે ખરીદદારોને 1 જાન્યુઆરી 2023થી 31 ડિસેમ્બર 2023 સુધીના સામે માટે 10% વ્યાજ ચૂકવવું પડશે. આદેશ મુજબ વિલા ખરીદનાર આદિત્ય મહેશચંદ્ર પટેલ અને મહેશચંદ્ર લાલજીભાઈ પટેલને રૂ. 13.62 લાખ, બાલકૃષ્ણ પટેલ અને શર્મિષ્ઠા પટેલને રૂ. 13.94 લાખ અને અમીરશ પટેલને રૂ. 11.53 લાખ મળશે. અરવિંદ લિમિટેડે રજૂઆત કરી હતી કે પ્રોજેક્ટ પૂર્ણ થવાની તારીખ 30 જૂન 2025 છે અને કોવિડ મહામારીને કારણે પ્રોજેક્ટ 6 મહિના માટે લંબાવવામાં આવ્યો છે. તેઓએ 31 ડિસેમ્બર 2023ના રોજ ખરીદદારોને તેમની મિલકતોનો કબજો મેળવવા માટે ઈમેલ કર્યો હતો. પક્ષકારોને સાંભળ્યા પછી, રેરાએ અવલોકન કર્યું કે ડેવલપર પ્રોજેક્ટના વિલંબ માટેના મજબૂત કારણો રજૂ કરી શક્યા નથી. તેથી, ડેવલપર્સે ખરીદદારોને વ્યાજ ચૂકવવા માટે જવાબદાર છે.

Ahmedabad: અરવિંદ લિમિટેડને 10 % લેખે એક વર્ષનું વ્યાજ ચૂકવવા રેરાનો આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા)એ અરવિંદ લિમિટેડને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કરોલી ગામમાં ફેરસ્ટે નામની તેની વિશાળ સ્કીમમાં વિલા ખરીદનારા ત્રણ ખરીદદારોને વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો છે. રેરાએ કરારમાં આપેલા વચન મુજબ વિલાનો કબજો આપવામાં વિલંબ માટે એક વર્ષનું 10% લેખે વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

કેસની વિગતો મુજબ, આદિત્ય પટેલ અને તેના પિતાએ સ્કીમમાં વિલા ખરીદ્યા હતા. દસ્તાવેજ મુજબ, કંપનીએ 31 ડિસેમ્બર, 2022ના રોજ અથવા તે પહેલાં વિલાનું પઝેશન આપવાનું હતું. પરંતુ તેમને કબજો ન મળતાં તેઓએ ગુજરેરા સમક્ષ ત્રણ અલગ-અલગ કેસ દાખલ કર્યા હતા. રેરાના સભ્ય એમ. ડી. મોડિયાએ કરેલા આદેશ મુજબ, અરવિંદ લિમિટેડે ખરીદદારોને 1 જાન્યુઆરી 2023થી 31 ડિસેમ્બર 2023 સુધીના સામે માટે 10% વ્યાજ ચૂકવવું પડશે.

આદેશ મુજબ વિલા ખરીદનાર આદિત્ય મહેશચંદ્ર પટેલ અને મહેશચંદ્ર લાલજીભાઈ પટેલને રૂ. 13.62 લાખ, બાલકૃષ્ણ પટેલ અને શર્મિષ્ઠા પટેલને રૂ. 13.94 લાખ અને અમીરશ પટેલને રૂ. 11.53 લાખ મળશે.

અરવિંદ લિમિટેડે રજૂઆત કરી હતી કે પ્રોજેક્ટ પૂર્ણ થવાની તારીખ 30 જૂન 2025 છે અને કોવિડ મહામારીને કારણે પ્રોજેક્ટ 6 મહિના માટે લંબાવવામાં આવ્યો છે. તેઓએ 31 ડિસેમ્બર 2023ના રોજ ખરીદદારોને તેમની મિલકતોનો કબજો મેળવવા માટે ઈમેલ કર્યો હતો. પક્ષકારોને સાંભળ્યા પછી, રેરાએ અવલોકન કર્યું કે ડેવલપર પ્રોજેક્ટના વિલંબ માટેના મજબૂત કારણો રજૂ કરી શક્યા નથી. તેથી, ડેવલપર્સે ખરીદદારોને વ્યાજ ચૂકવવા માટે જવાબદાર છે.