Ahmedabad: અમદાવાદીઓ ઝટપટ કરો આ કામ, નહીતર AMC તમારા ઘરે વગાડશે ઢોલ
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતા લોકો માટે AMCએ મોટો નિર્ણય લીધો છે. પ્રજાને પરેશાન કરવાની જગ્યાએ હવે મનપાના અધિકારીઓ ઢોલ-નગારા સાથે લોકોના ઘરે ટેક્સ ઉઘરાવવા જશે. દક્ષિણ ઝોનમાં ઢોલ વગાડીને AMC ટેક્સ ઉઘરાવાશે.અમદાવાદ મહાનગર પાલિકાના વિસ્તારમાં રહેલા લોકોએ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો હોય છે. દર વર્ષે રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રોપર્ટી માટે ટેક્સ ભરવાનો હોય છે. મહાનગર પાલિકા દ્વારા એડવાન્સ ટેક્સભરવાનો પણ વિકલ્પ આપવામાં આવે છે. પરંતુ શહેરમાં ઘણા એવા લોકો છે જે સમયાંતરે ટેક્સ ભરતા નથી. હવે મહાનગર પાલિકાએ આવા લોકો સામે કાર્યવાહી કરવા અનોખો નિર્ણય લીધો છે.અમદાવાદ મહાનગર પાલિકાની રેવેન્યુ કમિટીએ મોટો નિર્ણય લીધો છે. આ પ્રમાણે જે લોકો સમયસર ટેક્સ ભરતા નથી તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જે લોકોએ પ્રોપર્ટી ટેક્સ ભર્યો નથી ટેક્સ ભર્યો નથી તેના ઘરે ઢોલ-નગારા વગાડવામાં આવશે. મનપાની બેઠકમાં સામે આવ્યું કે રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટલાક લોકો લાંબા સમયથી ટેક્સ ભરતા નથી. GPMC એક્ટમાં જે લોકોએ ટેક્સ ભર્યો નથી તેના નળ અને લાઈટ કનેક્શન કાપવાનો અધિકાર પણ મહાનગર પાલિકા પાસે હોય છે. તેવામાં જે લોકો ટેક્સ ભરતા નથી તેના કનેક્શન પણ કાપવામાં આવી શકે છે. પરંતુ મહાનગર પાલિકાએ હાલમાં તો નાગરિકોને હેરાન કરવાને બદલે ઢોલ વગાડી ટેક્સ ઉઘરાવવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓ ઢોલ-નગારા સાથે ટેક્સ ઉઘરાવવા નિકળશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતા લોકો માટે AMCએ મોટો નિર્ણય લીધો છે. પ્રજાને પરેશાન કરવાની જગ્યાએ હવે મનપાના અધિકારીઓ ઢોલ-નગારા સાથે લોકોના ઘરે ટેક્સ ઉઘરાવવા જશે. દક્ષિણ ઝોનમાં ઢોલ વગાડીને AMC ટેક્સ ઉઘરાવાશે.
અમદાવાદ મહાનગર પાલિકાના વિસ્તારમાં રહેલા લોકોએ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો હોય છે. દર વર્ષે રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રોપર્ટી માટે ટેક્સ ભરવાનો હોય છે. મહાનગર પાલિકા દ્વારા એડવાન્સ ટેક્સભરવાનો પણ વિકલ્પ આપવામાં આવે છે. પરંતુ શહેરમાં ઘણા એવા લોકો છે જે સમયાંતરે ટેક્સ ભરતા નથી. હવે મહાનગર પાલિકાએ આવા લોકો સામે કાર્યવાહી કરવા અનોખો નિર્ણય લીધો છે.
અમદાવાદ મહાનગર પાલિકાની રેવેન્યુ કમિટીએ મોટો નિર્ણય લીધો છે. આ પ્રમાણે જે લોકો સમયસર ટેક્સ ભરતા નથી તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જે લોકોએ પ્રોપર્ટી ટેક્સ ભર્યો નથી ટેક્સ ભર્યો નથી તેના ઘરે ઢોલ-નગારા વગાડવામાં આવશે. મનપાની બેઠકમાં સામે આવ્યું કે રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટલાક લોકો લાંબા સમયથી ટેક્સ ભરતા નથી.
GPMC એક્ટમાં જે લોકોએ ટેક્સ ભર્યો નથી તેના નળ અને લાઈટ કનેક્શન કાપવાનો અધિકાર પણ મહાનગર પાલિકા પાસે હોય છે. તેવામાં જે લોકો ટેક્સ ભરતા નથી તેના કનેક્શન પણ કાપવામાં આવી શકે છે. પરંતુ મહાનગર પાલિકાએ હાલમાં તો નાગરિકોને હેરાન કરવાને બદલે ઢોલ વગાડી ટેક્સ ઉઘરાવવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓ ઢોલ-નગારા સાથે ટેક્સ ઉઘરાવવા નિકળશે.