Ahmedabad : અમદાવાદની કોર્ટમાં RDX બ્લાસ્ટની ધમકીમાં સનસનીખેજ ખુલાસો

Sep 7, 2026 - 19:00
Ahmedabad : અમદાવાદની કોર્ટમાં RDX બ્લાસ્ટની ધમકીમાં સનસનીખેજ ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ અને સુરતની કોર્ટને RDX બ્લાસ્ટની ધમકી આપતા ઈ-મેઈલ મામલે પોલીસે તપાસનો દોર શરૂ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. 5 તારીખે હાઇકોર્ટ અને સુરત કોર્ટને RDX બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓ ચેન્નાઈમાં હોવાની માહિતી મળતા પોલીસ ટીમે ત્યાં તપાસ શરૂ કરી હતી. 

ચેન્નાઈની હોટલોમાં તપાસ બાદ પોલીસને મળી મોટી કડી


ધમકીભર્યા ઈ-મેઈલ મોકલનાર આરોપીઓ ચેન્નાઈમાં હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે સ્થાનિક ATSની મદદ લીધી હતી. ચેન્નાઈની વિવિધ હોટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આખરે 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં અશફાક અંસારી અને રાજેશ મુનિયા હોવાનું સામે આવ્યું છે. બંને સુરતના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે.


8 મહિના પહેલા પેરોલ પર છૂટ્યો અશફાક


પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અશફાક અંસારી અગાઉ નાર્કોટિક્સના કેસમાં ઝડપાયો હતો. તેને કોર્ટમાંથી જામીન મળ્યા નહોતા. જોકે, લગભગ 8 મહિના પહેલા તે પેરોલ પર બહાર આવ્યો હતો. 5 તારીખે તેની કોર્ટમાં મુદ્દત હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, કોર્ટનો કેસ આગળ ન ચાલે અને કાર્યવાહી પર અસર પડે તેવા ઇરાદે ધમકીભર્યો ઈ-મેઈલ મોકલવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 


રેલવે મુસાફરી દરમિયાન બનાવ્યું નકલી ઈ-મેઈલ ID?

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ચેન્નાઈ જતા સમયે રેલવે મુસાફરી દરમિયાન ખોટું ઈ-મેઈલ ID બનાવ્યું હતું. ત્યારબાદ ચેન્નાઈ પહોંચીને હાઇકોર્ટ અને સુરત કોર્ટને RDX બ્લાસ્ટની ધમકી આપતા ઈ-મેઈલ મોકલવામાં આવ્યા હતા. આરોપીઓ હાઇબ્રિડ ગાંજો મેળવવા માટે ચેન્નાઈ ગયા હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે. 

કોર્ટ સામેની નારાજગી બની ધમકીનું કારણ?

પ્રાથમિક તપાસમાં પોલીસ સામે આવ્યું છે કે અશફાક કોર્ટની કાર્યવાહી અને કેસને લઈને નારાજ હતો. આ નારાજગી વ્યક્ત કરવા માટે જ ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અશફાક મોબાઇલની દુકાન ચલાવે છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાજેશ મુનિયા સામે અગાઉ 3 ગુના નોંધાયેલા છે, જ્યારે અશફાક અંસારી સામે 5 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. 

તપાસમાં હજુ શું બહાર આવશે?

કોર્ટને RDX બ્લાસ્ટની ધમકી આપવાના મામલે આરોપીઓએ માત્ર ડર ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેમની પાછળ કોઈ અન્ય મોટું કાવતરું હતું, તે દિશામાં પણ પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે. આરોપીઓ પાસેથી મળેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય વિગતોના આધારે તપાસમાં હજુ વધુ ખુલાસા થવાની શક્યતા છે. 

આ પણ વાંચો  :   Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0