Ahmedabad: અત્યાર સુધીમાં AMCના ચોપડે 1,183 ખાડા નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ ખાડા રાજ જોવા મળી રહ્યું છે. બે સારા વરસાદ વરસ્યા બાદ જ શહેર ખાડાવાદ બની ગયું છે. માત્ર 2 વરસાદમાં જ શહેરના અનેક રસ્તાઓ ધોવાયા છે. અત્યાર સુધીમાં AMCના ચોપડે 1,183 ખાડા નોંધાયા છે. સૌથી વધારે પશ્ચિમ ઝોનમાં 1,020 ખાડા પડ્યા છે. ત્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 34, ઉત્તર ઝોનમાં 22 ખાડા, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 40, મધ્ય ઝોનમાં 17 ખાડા અને દક્ષિણ ઝોનમાં 50 ખાડા પડ્યા છે. AMC રોડ કમિટી ચેરમેન જયેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે હાલમાં આ તમામ સ્થળ પર ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવશે. ગયા વર્ષે 60,000થી વધારે નાના મોટા ખાડા શહેરમાં પડ્યા હતા.
પ્રિ-મોન્સુનનાં નામે કરોડોનો ખર્ચ : શહેઝાદખાન
બીજી તરફ વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે શહેરમાં વરસાદ આવે એટલે લોકો માટે આફત સમાન બની જાય છે. શહેરમાં પ્રિ-મોન્સુનના નામે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે અને એસી ચેમ્બરમાં બેસીને મિટિંગો કરાય છે પણ જે મેક અપ રસ્તાઓ ઉપર કર્યો હોય છે તે 1 ઈંચ વરસાદમાં ધોવાઈ રહ્યો છે. 60 ટકા ડ્રેનેજ લાઈનના હોવાના કારણે આ સ્થિતિ થઈ રહી છે. 7 ઝોનમાં ડ્રેનેજ સફાઈ માટે 498 મંડળીઓને આ કામ આપેલું છે અને જેના માટે દર મહિને 50 હજાર ચૂકવવામાં આવે છે. તેમ છતાં ડ્રેનેજની સમસ્યા વધી રહી છે. 1 જૂનથી 30 જૂન સુધીમાં 31,793 ફરિયાદ ગટર માટે મળી છે. છેલ્લા 1 મહિનામાં 4,360 ફરિયાદ પાણી ભરાયાની ફરિયાદ ઓનલાઈન કરવામાં આવી છે. 15,000 કરોડનું બજેટ હોય અને આટલી ફરિયાદ આવતી હોય તો મનપા ફેલ સાબિત થઈ છે.
આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી
બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદ વરસશે. બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદ પડશે. દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડશે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદ પડશે. આવતીકાલે અમુક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જુલાઈમાં સામાન્ય કરતા વધુ વરસાદ રહેવાનું અનુમાન છે.
What's Your Reaction?






