Ahmedabadમાં HCની ટકોર બાદ પણ વૈષ્ણવદેવી સર્કલ પાસે જોવા મળ્યા રખડતા ઢોર

HCના આદેશ બાદ પણ રોડ રસ્તા પર રખડતા ઢોર સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં AMCની પોલ ખુલી વૈષ્ણોદેવી સર્કલ પાસે જોવા મળી રખડતી ગાય ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોરને લઈ એએમસી વિભાગને કડકમાં કડક સૂચના આપી હતી તેમ છત્તા હજી અમદાવાદના રોડ પર રખડતા ઢોર જોવા મળ્યા છે.સંદેશ ન્યૂઝની રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે શહેરનો પોશ વિસ્તાર વૈષ્ણવદેવી વિસ્તારમાં જાહેર રોડ પર રખડતા રોડ જોવા મળ્યા છે,જેના કારણે રાહદારીઓ ગભરાટ અનુભવી રહ્યાં છે. ઢોર પકડવાની કામગીરી કાગળ પર ? અમદાવાદ શહેરમાં પણ ઢોરે ઘણા લોકોને અડફેટે લેતા કેટલાકના મોત તો કેટલાક લોકોને શારીરીક ઈજા પણ પહોંચી છે,ત્યારે ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોરને લઈ એએમસીને ઘણીવાર ટકોર કરી છે,પરંતુ પરિસ્થિતિ એમની એમ જ છે,શહેરના રસ્તા પર ઢોર જોવા મળતા રાહદારીઓનું કહેવું છે કે તંત્ર આ ઢોરને ઝડપથી પકડે અને ઢોરવાડે મૂકે જો ઢોરને પકડવામાં નહી આવે તો તે કોઈને પણ અડફેટે લઈ શકે છે. AMCના CNCD વિભાગની કામગીરી પર ઉઠયા સવાલો એએમસીનો CNCD વિભાગ ઢોર પકડવાની કામગીરી કરે છે ત્યારે તે વિભાગ પર સવાલ ઉભા થાય છે કે,લોકોનો આ ઢોર દેખાય છે તો તંત્રને કેમ આ ઢોર નથી દેખાતા,AMC દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની કામગીરી કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે.અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં પોલીસને સાથે રાખીને ઢોર પકડવાની કામગીરી કરવામા આવતી હોય છે. રખડતા ઢોરને લઈ પાસા હેઠળ કરાશે કાર્યવાહી રખડતા ઢોરના માલિક સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. PASA હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની વિવિધ કમલ હેઠળ નોંધાશે ગુનો નોંધવામાં આવશે. કલમ 332, 338, 188, 189 હેઠળ ગુનો નોંધવામાં આવશે. જ્યારે ઢોર પકડવા જનારી ટીમ CNCD વિભાગને પૂરતું પોલીસ રક્ષણ પણ આપવામાં આવશે. જેથી ઢોરમાલિકો પણ કનડગત ના કરી શકે.

Ahmedabadમાં HCની ટકોર બાદ પણ વૈષ્ણવદેવી સર્કલ પાસે જોવા મળ્યા રખડતા ઢોર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • HCના આદેશ બાદ પણ રોડ રસ્તા પર રખડતા ઢોર
  • સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં AMCની પોલ ખુલી
  • વૈષ્ણોદેવી સર્કલ પાસે જોવા મળી રખડતી ગાય

ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોરને લઈ એએમસી વિભાગને કડકમાં કડક સૂચના આપી હતી તેમ છત્તા હજી અમદાવાદના રોડ પર રખડતા ઢોર જોવા મળ્યા છે.સંદેશ ન્યૂઝની રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે શહેરનો પોશ વિસ્તાર વૈષ્ણવદેવી વિસ્તારમાં જાહેર રોડ પર રખડતા રોડ જોવા મળ્યા છે,જેના કારણે રાહદારીઓ ગભરાટ અનુભવી રહ્યાં છે.

ઢોર પકડવાની કામગીરી કાગળ પર ?

અમદાવાદ શહેરમાં પણ ઢોરે ઘણા લોકોને અડફેટે લેતા કેટલાકના મોત તો કેટલાક લોકોને શારીરીક ઈજા પણ પહોંચી છે,ત્યારે ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોરને લઈ એએમસીને ઘણીવાર ટકોર કરી છે,પરંતુ પરિસ્થિતિ એમની એમ જ છે,શહેરના રસ્તા પર ઢોર જોવા મળતા રાહદારીઓનું કહેવું છે કે તંત્ર આ ઢોરને ઝડપથી પકડે અને ઢોરવાડે મૂકે જો ઢોરને પકડવામાં નહી આવે તો તે કોઈને પણ અડફેટે લઈ શકે છે.


AMCના CNCD વિભાગની કામગીરી પર ઉઠયા સવાલો

એએમસીનો CNCD વિભાગ ઢોર પકડવાની કામગીરી કરે છે ત્યારે તે વિભાગ પર સવાલ ઉભા થાય છે કે,લોકોનો આ ઢોર દેખાય છે તો તંત્રને કેમ આ ઢોર નથી દેખાતા,AMC દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની કામગીરી કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે.અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં પોલીસને સાથે રાખીને ઢોર પકડવાની કામગીરી કરવામા આવતી હોય છે.

રખડતા ઢોરને લઈ પાસા હેઠળ કરાશે કાર્યવાહી

રખડતા ઢોરના માલિક સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. PASA હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની વિવિધ કમલ હેઠળ નોંધાશે ગુનો નોંધવામાં આવશે. કલમ 332, 338, 188, 189 હેઠળ ગુનો નોંધવામાં આવશે. જ્યારે ઢોર પકડવા જનારી ટીમ CNCD વિભાગને પૂરતું પોલીસ રક્ષણ પણ આપવામાં આવશે. જેથી ઢોરમાલિકો પણ કનડગત ના કરી શકે.