Surat: રૂપિયા 2 કરોડના ડ્રગ્સનો વોન્ટેડ આરોપી ઝડપાતા થયા મોટા ખુલાસા

મુંબઈથી નાઈઝીરીયન પાસે MD ડ્રગ્સ ખરીદનાર પકડાયો ચોક બજારના પેડલરને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો નાર્કોટિક્સ સેલે કરી હતી મુંબઈમાં કામગીરી સુરતમાં બે કરોડના ડ્રગ્સનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે. જેમાં મુંબઈથી નાઈઝીરીયન પાસે MD ડ્રગ્સ ખરીદનાર પકડાયો છે. ચોક બજારના પેડલરને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. નાર્કોટિક્સ સેલે મુંબઈમાં કામગીરી કરી છે. નાઇઝીરીયન મહિલાને પકડતાં સુરતના અંસારીનું નામ ખુલ્યું હતુ. બાબુ અંસારી દસ દિવસ પહેલા 100 ગ્રામ MD લાવ્યો હતો. મુંબઇના કાશીગાંવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ મુંબઇના કાશીગાંવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ગત 21મી જુલાઇએ MD ડ્રગ્સ મામલે ફરિયાદ થઇ હતી. જેમાં બાબુ અંસારી નાઈઝીરીયન સાબરીના પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો. નાઇઝીરિયન મહિલા પકડાઈ એના એક દિવસ પહેલા MD ડ્રગ્સ લાવ્યો હતો. તેમજ બાબુ જેરૂલ ઇસ્લામ અંસારી 100 ગ્રામ એમડી લાવી ચૂક્યો હતો. નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન પૂરજોશમાં સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ વેચનારા પેડલરો તેમજ દારૂનું વેચાણ કરતા બુટલેગરો તથા અન્ય નશા યુક્ત સીરપોનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર તથા વિવિધ જગ્યા પર દોરડા પાડીને પોલીસ દ્વારા કેટલાય લોકોની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં જ સુરતની ખટોદરા પોલીસે રાજસ્થાનથી અફીણ લાવી સુરતમાં વિવિધ જગ્યા પર અફીણની સપ્લાય કરતા વ્યક્તિની ધરપકડ કરી હતી. હનુમાન રામ રાજસ્થાનથી અફીણ લાવતો  ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે, ખટોદરા વિસ્તારના શ્રીરામ માર્બલ સામે શિવાની કોમ્પ્લેક્સમાં રહેતા એક વ્યક્તિ પાસે નશીલા પદાર્થો છે અને તે વેચાણ શહેરમાં વિવિધ જગ્યા પર કરે છે. ત્યારે બાતમીના આધારે ખટોદરા પોલીસ દ્વારા શિવાની કોમ્પ્લેક્સના D-304 નંબરના ફ્લેટમાં દરોડ પાડવામાં આવ્યા હતા અને આ દરોડા દરમિયાન હનુમાન રામ છોટુરામ ચૌધરી નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. વ્યક્તિ પાસેથી પોલીસને નસાયુક્ત નાર્કોટિક્સ માદક પદાર્થ અફીણ મળ્યું હતું. આ અફિણનું વજન 2480 ગ્રામ છે અને તેની બજાર કિંમત 12,40,300 રૂપિયા થાય છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, હનુમાન રામ રાજસ્થાનથી અફીણ લાવી શહેરમાં અલગ અલગ જગ્યા પર રહેલા ગ્રાહકોને તે સપ્લાય કરતો હતો.

Surat: રૂપિયા 2 કરોડના ડ્રગ્સનો વોન્ટેડ આરોપી ઝડપાતા થયા મોટા ખુલાસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મુંબઈથી નાઈઝીરીયન પાસે MD ડ્રગ્સ ખરીદનાર પકડાયો
  • ચોક બજારના પેડલરને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો
  • નાર્કોટિક્સ સેલે કરી હતી મુંબઈમાં કામગીરી

સુરતમાં બે કરોડના ડ્રગ્સનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે. જેમાં મુંબઈથી નાઈઝીરીયન પાસે MD ડ્રગ્સ ખરીદનાર પકડાયો છે. ચોક બજારના પેડલરને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. નાર્કોટિક્સ સેલે મુંબઈમાં કામગીરી કરી છે. નાઇઝીરીયન મહિલાને પકડતાં સુરતના અંસારીનું નામ ખુલ્યું હતુ. બાબુ અંસારી દસ દિવસ પહેલા 100 ગ્રામ MD લાવ્યો હતો.

મુંબઇના કાશીગાંવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

મુંબઇના કાશીગાંવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ગત 21મી જુલાઇએ MD ડ્રગ્સ મામલે ફરિયાદ થઇ હતી. જેમાં બાબુ અંસારી નાઈઝીરીયન સાબરીના પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો. નાઇઝીરિયન મહિલા પકડાઈ એના એક દિવસ પહેલા MD ડ્રગ્સ લાવ્યો હતો. તેમજ બાબુ જેરૂલ ઇસ્લામ અંસારી 100 ગ્રામ એમડી લાવી ચૂક્યો હતો.

નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન પૂરજોશમાં

સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ વેચનારા પેડલરો તેમજ દારૂનું વેચાણ કરતા બુટલેગરો તથા અન્ય નશા યુક્ત સીરપોનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર તથા વિવિધ જગ્યા પર દોરડા પાડીને પોલીસ દ્વારા કેટલાય લોકોની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં જ સુરતની ખટોદરા પોલીસે રાજસ્થાનથી અફીણ લાવી સુરતમાં વિવિધ જગ્યા પર અફીણની સપ્લાય કરતા વ્યક્તિની ધરપકડ કરી હતી.

હનુમાન રામ રાજસ્થાનથી અફીણ લાવતો

 ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે, ખટોદરા વિસ્તારના શ્રીરામ માર્બલ સામે શિવાની કોમ્પ્લેક્સમાં રહેતા એક વ્યક્તિ પાસે નશીલા પદાર્થો છે અને તે વેચાણ શહેરમાં વિવિધ જગ્યા પર કરે છે. ત્યારે બાતમીના આધારે ખટોદરા પોલીસ દ્વારા શિવાની કોમ્પ્લેક્સના D-304 નંબરના ફ્લેટમાં દરોડ પાડવામાં આવ્યા હતા અને આ દરોડા દરમિયાન હનુમાન રામ છોટુરામ ચૌધરી નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. વ્યક્તિ પાસેથી પોલીસને નસાયુક્ત નાર્કોટિક્સ માદક પદાર્થ અફીણ મળ્યું હતું. આ અફિણનું વજન 2480 ગ્રામ છે અને તેની બજાર કિંમત 12,40,300 રૂપિયા થાય છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, હનુમાન રામ રાજસ્થાનથી અફીણ લાવી શહેરમાં અલગ અલગ જગ્યા પર રહેલા ગ્રાહકોને તે સપ્લાય કરતો હતો.