Vadodara: બીજાને ATM આપતા ચેતજો! કાર્ડ બદલી પૈસા ઉપાડી લેનાર આરોપી ઝડપાયો
સિનીયર સીટીઝન અને મહિલાઓને ATMમાંથી રૂપિયા કાઢી આપવા મદદના બહાને ATM કાર્ડ બદલી પૈસા ઉપાડી લેનાર 27 કરતાં વધુ ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચએ ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. બીજું ATM કાર્ડ આપી કાર્ડ બદલી પાસવર્ડ જાણી લેતો હતો વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આર. જી. જાડેજા અને પીઆઈ એચ. ડી. તુવરની દોરવણી હેઠળ પીએસઆઇ પી. એમ. ધાખડાની ટીમે વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી આધારે છાણી ગુરૂદ્વારા નજીકથી ઇસમ નામે તુષાર અનીલભાઈ કોઠારી ઉ.વ.29 (રહે. ભાઇલાલ દાદાની ચાલ, ચરોતર બેંક પાસે આણંદ)ને શંકાસ્પદ હાલતમાં પકડી પાડયો હતો અને આ ઇસમની સઘન પુછપરછ દરમિયાન આ ઇસમે પોતે આર્થીક ફાયદા માટે ATM સેન્ટરમાં રૂપીયા ઉપાડવા આવતાં નાગરીકોના રૂપીયા ATMમાંથી નહીં નિકળતાં ત્યારે તે નાગરીકનું ATM કાર્ડ પોતે મેળવી રૂપીયા કાઢી આપવાનું કહીને મદદ કરવાના બહાને નજર ચુકવી તેની પાસે રહેલ બીજું ATM કાર્ડ આપી કાર્ડ બદલી પાસવર્ડ જાણી લેતો હતો અને ત્યારબાદ પોતે મેળવેલ ATM કાર્ડથી રૂપિયા કાઢી લેવાનું કામ કરવાના ગુનાઓ કરે છે અને હાલમાં વડોદરાના મહાવીર હોલ ચાર રસ્તા પાસે આવેલ એસ.બી.આઇ. બેંકના ATMમાં આવેલ એક મહિલાને પૈસા કાઢી આપવાના બહાને ATM કાર્ડ બદલી ખાતામાંથી 40000 રૂપિયા વિથડ્રો કરી રોકડ રકમ ઉપડ્યા છે, જેથી આ ઇસમે આચરેલ ગુના અંગેની તપાસ દરમિયાન પાણીગેટ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ છે અને પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો, જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે પાણીગેટ પોલીસ સ્ટેશનને જાણ કરી સોંપવા તજવીજ હાથ કરી છે. આરોપીની ગુના કરવાની પદ્ધતિ 1. આ ઇસમ ATMની અંદર પૈસા ઉપાડવા જતા મહિલા કે સીનીયર સીટીઝનની ATMની બહાર ઉભા રહીને રેકી કરતો. 2. આ ઇસમ ATMમાંથી પૈસા ઉપાડતા ફરીયાદીથી પૈસા ઉપાડવામાં કંઇ પ્રોબ્લેમ થાય કે થોડીવાર લાગે એટલે એમને વિશ્વાસમાં લેવા પ્રયત્ન કરે. 3. પૈસા ઉપાડનાર ફરીયાદીને પોતાની વાતો અને શરીરના હાવભાવ તેમજ માસૂમ ચહેરાથી વિશ્વાસમા લઇ અને તેમને પૈસા ઉપાડવામા મદદ કરે છે અને એમની કહેલી રકમ ઉપાડી પણ આપે છે. 4. આ આરોપી ભોગબનનારના પૈસા ઉપાડવાની મદદ વખતે એમનો પીન નંબર યાદ રાખી લે છે અને એ દરમ્યાન જ ચપળત્તાથી એ.ટી.એમ કાર્ડ બદલાવી લે છે. 5. ત્યારબાદ ફરીયાદી ત્યાંથી પોતાના પૈસા લઇ અને જતા રહે છે અને થોડીવાર બાદ આરોપી પણ એ જગ્યાએથી કોઇ દુરના ATM ખાતે જઇ અને ભોગબનનારના ATM કાર્ડ અને પીનનો ઉપયોગ કરી ત્યાંથી રૂપિયા ઉપાડી લે છે. 6. આરોપી રૂપીયા ઉપાડતી વખતે OTPની જરૂર ન પડે એવા જ ટ્રાન્ઝેક્શન કરે છે. 7. આરોપી અલગ અલગ ટ્રાન્જેક્શનથી રૂપીયાની લીમીટ હોય તે તમામ રૂપીયા ઉપાડી લે છે. 8. એક જગ્યાએથી લીધેલુ ATM બીજી જગ્યાએ કાંડ કરતી વખતે તે ભોગબનનારને અગાઉના ભોગબનનારનુ એ.ટી.એમ કાર્ડ બદલીને આપી દેતો. 9. મુખ્યત્વે જુના ગુનાની કોર્ટ મુદ્દત્તે જે તે શહેરમાં જતો ત્યાં આવો ગુનો આચરી અને પોતાના વતન જતો રહેતો. આરોપી તુષાર કોઠારીનો 2015થી આ ATM કાર્ડ બદલી રૂપીયા ઉપાડવાના ગુનાઓમાં વડોદરા શહેર, અમદાવાદ, આણંદ, નડીયાદ, સુરત, ભરૂચ, મુંબઇ ખાતેના 25થી વધુ ગુનાઓમાં પકડાયેલ છે. તેમજ જુગારના ગુનામાં વડોદરા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચમાં પકડાયેલ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સિનીયર સીટીઝન અને મહિલાઓને ATMમાંથી રૂપિયા કાઢી આપવા મદદના બહાને ATM કાર્ડ બદલી પૈસા ઉપાડી લેનાર 27 કરતાં વધુ ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચએ ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
બીજું ATM કાર્ડ આપી કાર્ડ બદલી પાસવર્ડ જાણી લેતો હતો વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આર. જી. જાડેજા અને પીઆઈ એચ. ડી. તુવરની દોરવણી હેઠળ પીએસઆઇ પી. એમ. ધાખડાની ટીમે વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી આધારે છાણી ગુરૂદ્વારા નજીકથી ઇસમ નામે તુષાર અનીલભાઈ કોઠારી ઉ.વ.29 (રહે. ભાઇલાલ દાદાની ચાલ, ચરોતર બેંક પાસે આણંદ)ને શંકાસ્પદ હાલતમાં પકડી પાડયો હતો અને આ ઇસમની સઘન પુછપરછ દરમિયાન આ ઇસમે પોતે આર્થીક ફાયદા માટે ATM સેન્ટરમાં રૂપીયા ઉપાડવા આવતાં નાગરીકોના રૂપીયા ATMમાંથી નહીં નિકળતાં ત્યારે તે નાગરીકનું ATM કાર્ડ પોતે મેળવી રૂપીયા કાઢી આપવાનું કહીને મદદ કરવાના બહાને નજર ચુકવી તેની પાસે રહેલ બીજું ATM કાર્ડ આપી કાર્ડ બદલી પાસવર્ડ જાણી લેતો હતો અને ત્યારબાદ પોતે મેળવેલ ATM કાર્ડથી રૂપિયા કાઢી લેવાનું કામ કરવાના ગુનાઓ કરે છે અને હાલમાં વડોદરાના મહાવીર હોલ ચાર રસ્તા પાસે આવેલ એસ.બી.આઇ. બેંકના ATMમાં આવેલ એક મહિલાને પૈસા કાઢી આપવાના બહાને ATM કાર્ડ બદલી ખાતામાંથી 40000 રૂપિયા વિથડ્રો કરી રોકડ રકમ ઉપડ્યા છે, જેથી આ ઇસમે આચરેલ ગુના અંગેની તપાસ દરમિયાન પાણીગેટ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ છે અને પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો, જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે પાણીગેટ પોલીસ સ્ટેશનને જાણ કરી સોંપવા તજવીજ હાથ કરી છે.
આરોપીની ગુના કરવાની પદ્ધતિ
1. આ ઇસમ ATMની અંદર પૈસા ઉપાડવા જતા મહિલા કે સીનીયર સીટીઝનની ATMની બહાર ઉભા રહીને રેકી કરતો.
2. આ ઇસમ ATMમાંથી પૈસા ઉપાડતા ફરીયાદીથી પૈસા ઉપાડવામાં કંઇ પ્રોબ્લેમ થાય કે થોડીવાર લાગે એટલે એમને વિશ્વાસમાં લેવા પ્રયત્ન કરે.
3. પૈસા ઉપાડનાર ફરીયાદીને પોતાની વાતો અને શરીરના હાવભાવ તેમજ માસૂમ ચહેરાથી વિશ્વાસમા લઇ અને તેમને પૈસા ઉપાડવામા મદદ કરે છે અને એમની કહેલી રકમ ઉપાડી પણ આપે છે.
4. આ આરોપી ભોગબનનારના પૈસા ઉપાડવાની મદદ વખતે એમનો પીન નંબર યાદ રાખી લે છે અને એ દરમ્યાન જ ચપળત્તાથી એ.ટી.એમ કાર્ડ બદલાવી લે છે.
5. ત્યારબાદ ફરીયાદી ત્યાંથી પોતાના પૈસા લઇ અને જતા રહે છે અને થોડીવાર બાદ આરોપી પણ એ જગ્યાએથી કોઇ દુરના ATM ખાતે જઇ અને ભોગબનનારના ATM કાર્ડ અને પીનનો ઉપયોગ કરી ત્યાંથી રૂપિયા ઉપાડી લે છે.
6. આરોપી રૂપીયા ઉપાડતી વખતે OTPની જરૂર ન પડે એવા જ ટ્રાન્ઝેક્શન કરે છે.
7. આરોપી અલગ અલગ ટ્રાન્જેક્શનથી રૂપીયાની લીમીટ હોય તે તમામ રૂપીયા ઉપાડી લે છે.
8. એક જગ્યાએથી લીધેલુ ATM બીજી જગ્યાએ કાંડ કરતી વખતે તે ભોગબનનારને અગાઉના ભોગબનનારનુ એ.ટી.એમ કાર્ડ બદલીને આપી દેતો.
9. મુખ્યત્વે જુના ગુનાની કોર્ટ મુદ્દત્તે જે તે શહેરમાં જતો ત્યાં આવો ગુનો આચરી અને પોતાના વતન જતો રહેતો.
આરોપી તુષાર કોઠારીનો 2015થી આ ATM કાર્ડ બદલી રૂપીયા ઉપાડવાના ગુનાઓમાં વડોદરા શહેર, અમદાવાદ, આણંદ, નડીયાદ, સુરત, ભરૂચ, મુંબઇ ખાતેના 25થી વધુ ગુનાઓમાં પકડાયેલ છે. તેમજ જુગારના ગુનામાં વડોદરા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચમાં પકડાયેલ છે.