દુષ્કર્મના આરોપીને બોલેરો નીચે કચડી નાખ્યો, યુવતી અને કિશોર ઝબ્બે

તાલાલા પંથકની ચોંકવનારી ઘટના : યુવાનનો કાંટો કાઢવા 2 કિશોરનો ઉપયોગ : અકસ્માતની કથિત ઘટના મર્ડરની નીકળીવેરાવળ, : ગત શુક્રવારે ઉમરેઠી ગામનો યુવાન પોતાનું એક્ટીવા લઇને તાલાળા તરફ જઇ રહ્યો હતો ત્યારે બોલેરો ચાલકે તેને ઠોકર મારી ગંભીર ઇજા કરતાં અકસ્માતમાં યુવાનનું મૃત્યુ નિપજવાની ગત તા. 6ના રોજ ઘટના બની હતી. આ ઘટના બાદ મૃતક યુવાનના ભાઇએ ઘટના અકસ્માત મૃત્યુની નહીં પણ હત્યાના ઇરાદે બોલેરો કાર ચડાવી દઇ મોત નિપજાવ્યાની આશંકા વ્યકત કરી હતી. આ પ્રકરણમાં પોલીસે તપાસ કરતાં સમગ્ર બનાવ અકસ્માતમાંથી હત્યામાં પલટાયો છે.વિશેષ વિગત મુજબ ઉમરેઠીનો પરિણીત યુવાન સુરેશ બાલુભાઇ જાદવને એક પરિવારની સગીરા સાથે પ્રેમસબંધ થયો હતો જે સગીરાના પરિવારને માન્ય ન હતું. આ ઉપરાંત યુવાને સગીરાનું શોષણ કર્યાના આક્ષેપ સાથે પોલીસમાં દુષ્કર્મની, પોક્સો ફરિયાદ નોંધાવી હતી. સામા પક્ષે યુવાને પણ એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી. આમ તનાવમાં વધારો થયો હતો. યુવાનને પરિવારજનો વારંવાર સમજાવતા હતા તેમજ તે પરિણીત હોવા છતાં બાળાનો પીછો છોડતો ન હોવાથી યુવાનનો કાંટો કાઢી નાખવાનો પ્લાન કર્યો હતો અને તેમાં બે સગીરને આ કામમાં રોક્યા હતા. હાલ રાજકોટ રહેતી બીનાબેન રામસીંગભાઇએ મદદગારી કરી હતી. એ પછી અગાઉ ગોઠવેલા પ્લાન મુજબ અકસ્માતમાં મૃત્યુ પામનાર સુરેશને બીનાબેને તાલાળા મળવા બોલાવ્યો હતો. એ  વખતે એક સગીર સુરેશની રેંકી કરતો હતો. તેણે અન્ય સગીરને લોકેશન મોકલી આ ત્રણેય એકા બીજાના સંપર્કમાં રહ્યા હતા. એક સગીર બાઇકથી પીછો કરતો હતો જ્યારે બીજો સગીર બોલેરો કાર ચલાવતો હતો. જેવો સુરેશ એક્ટીવા પર ઘુસીયા ગામથી તાલાળા તરફ દરગાહ નજીક પહોંચ્યો ત્યારે અન્ય સગીરે બોલેરો પીકઅપ વાન એક્ટીવા પર ચડાવી દઇ સુરેશને  કચડી નાખી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બન્યા પછી બોલેરોને તાળા પાસે પેટ્રોલ પંપ પાછળ ખાંચામાં મુકી બે સગીર અને મહિલા અલગ-અલગ રીતે નાસી છૂટયા હતા. આ ઘટનાની ગીર સોમનાથ એલસીબીના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર એ.બી. જાડેજા, સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ તપાસ કરી ઉપરોક્ત ત્રણેયને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દુષ્કર્મના આરોપીને બોલેરો નીચે કચડી નાખ્યો, યુવતી અને કિશોર ઝબ્બે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


તાલાલા પંથકની ચોંકવનારી ઘટના : યુવાનનો કાંટો કાઢવા 2 કિશોરનો ઉપયોગ : અકસ્માતની કથિત ઘટના મર્ડરની નીકળી

વેરાવળ, : ગત શુક્રવારે ઉમરેઠી ગામનો યુવાન પોતાનું એક્ટીવા લઇને તાલાળા તરફ જઇ રહ્યો હતો ત્યારે બોલેરો ચાલકે તેને ઠોકર મારી ગંભીર ઇજા કરતાં અકસ્માતમાં યુવાનનું મૃત્યુ નિપજવાની ગત તા. 6ના રોજ ઘટના બની હતી. આ ઘટના બાદ મૃતક યુવાનના ભાઇએ ઘટના અકસ્માત મૃત્યુની નહીં પણ હત્યાના ઇરાદે બોલેરો કાર ચડાવી દઇ મોત નિપજાવ્યાની આશંકા વ્યકત કરી હતી. આ પ્રકરણમાં પોલીસે તપાસ કરતાં સમગ્ર બનાવ અકસ્માતમાંથી હત્યામાં પલટાયો છે.

વિશેષ વિગત મુજબ ઉમરેઠીનો પરિણીત યુવાન સુરેશ બાલુભાઇ જાદવને એક પરિવારની સગીરા સાથે પ્રેમસબંધ થયો હતો જે સગીરાના પરિવારને માન્ય ન હતું. આ ઉપરાંત યુવાને સગીરાનું શોષણ કર્યાના આક્ષેપ સાથે પોલીસમાં દુષ્કર્મની, પોક્સો ફરિયાદ નોંધાવી હતી. સામા પક્ષે યુવાને પણ એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી. આમ તનાવમાં વધારો થયો હતો. યુવાનને પરિવારજનો વારંવાર સમજાવતા હતા તેમજ તે પરિણીત હોવા છતાં બાળાનો પીછો છોડતો ન હોવાથી યુવાનનો કાંટો કાઢી નાખવાનો પ્લાન કર્યો હતો અને તેમાં બે સગીરને આ કામમાં રોક્યા હતા. હાલ રાજકોટ રહેતી બીનાબેન રામસીંગભાઇએ મદદગારી કરી હતી. એ પછી અગાઉ ગોઠવેલા પ્લાન મુજબ અકસ્માતમાં મૃત્યુ પામનાર સુરેશને બીનાબેને તાલાળા મળવા બોલાવ્યો હતો. એ  વખતે એક સગીર સુરેશની રેંકી કરતો હતો. તેણે અન્ય સગીરને લોકેશન મોકલી આ ત્રણેય એકા બીજાના સંપર્કમાં રહ્યા હતા. એક સગીર બાઇકથી પીછો કરતો હતો જ્યારે બીજો સગીર બોલેરો કાર ચલાવતો હતો. જેવો સુરેશ એક્ટીવા પર ઘુસીયા ગામથી તાલાળા તરફ દરગાહ નજીક પહોંચ્યો ત્યારે અન્ય સગીરે બોલેરો પીકઅપ વાન એક્ટીવા પર ચડાવી દઇ સુરેશને  કચડી નાખી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બન્યા પછી બોલેરોને તાળા પાસે પેટ્રોલ પંપ પાછળ ખાંચામાં મુકી બે સગીર અને મહિલા અલગ-અલગ રીતે નાસી છૂટયા હતા. આ ઘટનાની ગીર સોમનાથ એલસીબીના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર એ.બી. જાડેજા, સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ તપાસ કરી ઉપરોક્ત ત્રણેયને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.