Ahmedabadમાં CBIના સપાટામાં સાયબર ફ્રોડનો માસ્ટરમાઇન્ડ, કરોડોની છેતરપિંડી આચરનાર આરોપી ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાંથી અમેરિકન નાગરિકોને નિશાન બનાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા હાથ ધરવામાં આવેલી ઓપરેશનલ કાર્યવાહીમાં આ ગેરકાયદેસર કોલ સેન્ટરના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2૦2૪થી સક્રિય રહીને આ સિન્ડિકેટ દ્વારા અમેરિકાના નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી રહી હતી, જેને લઈને કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.
FTC અને CISAના અધિકારી બનીને VoIP કોલ દ્વારા આચરતા હતા ઠગાઈ
પ્રાથમિક તપાસમાં ખુલાસા મુજબ, આરોપીઓ અમેરિકન નાગરિકોને ડરાવવા અને ફસાવવા માટે અમેરિકાની અગ્રણી સરકારી એજન્સીઓ જેમ કે ફેડરલ ટ્રેડ કમિશન (FTC) અને સાયબર સુરક્ષા એજન્સી CISAના અધિકારીઓ હોવાની ઓળખ આપતા હતા. તેઓ VoIP (Voice over Internet Protocol) ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકલી કોલ દ્વારા અમેરિકનોને ફસાવતા હતા અને બેંક ખાતામાંથી રોકડ તેમજ સોનું પડાવતા હતા. આ સિન્ડિકેટ દ્વારા અત્યાર સુધીમાં US $ 7.21 મિલિયનથી વધુની માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
23 સપ્ટેમ્બરે મુખ્ય આરોપીની ધરપકડ
CBI દ્વારા અમદાવાદમાં કરવામાં આવેલી સઘન તપાસ અને સર્ચ ઓપરેશન દરમિયાન અનેક મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવાઓ, હાર્ડ ડિસ્ક અને કોલ સેન્ટર ચલાવવાના દસ્તાવેજો હાથ લાગ્યા છે. આ પુરાવાઓના આધારે ગત 23 સપ્ટેમ્બરે કૌભાંડના મુખ્ય આરોપીની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય સાયબર નેટવર્કમાં સંડોવાયેલા અન્ય શખ્સો અને સહયોગીઓની શોધખોળ માટે CBI દ્વારા આગળની સઘન તપાસ જારી રાખવામાં આવી છે.
આ પણ વાંચો : Porbandar News : કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા બે દિવસીય ગુજરાત પ્રવાસે, યુવા સંવાદથી લઈને વિકાસકામોની આપશે ભેટ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

