Ahmedabadમાં હીટ એન્ડ રનની ઘટના, કારની ટક્કરે મહિલા પોલીસકર્મીનું મોત
અમદાવાદમાં ફરી રફતારના રાક્ષસોનો કહેર જોવા મળ્યો છે,જેમાં કારની ટક્કરે મહિલા પોલીસકર્મીનું મોત થયું છે.આ અકસ્માત ડફનાળા રિવરફ્રન્ટ પર થયો હતો જેમાં કાર ચાલકે મહિલાને ટક્કર મારતા પોલીસમાં ફરજ બજાવતી મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતુ,ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથધરી હતી,મહિલાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પોલીસે રીવરફ્રન્ટના સીસીટીવીના આધારે કારચાલકની શોધખોળ હાથધરી છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલ શારદાબેનનું મોત આ મહિલા પોલીસ કોન્સ્ટેબલની વાત કરવામાં આવે તો તેઓ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને બંદોબસ્તમાંથી પરત ફરી રહ્યાં હતા તે વખતે આ અકસ્માત સર્જાયો હતો,કાર ચાલક ફુલ સ્પીડમાં હતો અને તેણે મહિલાને ઉડાવ્યા હતા જેના કારણે માથાના ભાગે તેમને ઈજા પહોંચી હતી અને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતુ,ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. 6 સપ્ટેમ્બર 2024ના રોજ પણ એસજી હાઈવે પર બની અકસ્માતની ઘટના એક્સિડન્ટ ઝોન બની રહેલા એસજી હાઇવેના સર્વિસ રોડ પર કારચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધા બાદ રોકાવાને બદલે ભાગવા લાગ્યો હતો. ટુ વ્હીલર ચાલકે તેનો પીછો કરતાં કારચાલકે ફરીથી પ્રહલાદનગર નજીક તેને ટક્કર મારી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત ટુ વ્હીલર ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસે કારચાલકને ઝડપી લેવા કવયાત શરૂ કરી હતી.અમદાવાદના એસજી હાઈવેને કાર ચાલકો પ્લેનનો રન-વે સમજીને ચલાવતા હોય છે પરંતુ કયારેક આ પ્રકારની સ્પીડ જીવલેણ સાબિત થતી હોય છે. 16 સપ્ટેમ્બર 2024ના રોજ પણ એસજી હાઈવે પર બની અકસ્માતની ઘટના અમદાવાદ ગોતા બ્રિજ નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ટુ વ્હીલર ચાલક પુત્રી અને તેમની માતા કે જેઓ એસજી હાઈવે તરફથી વેજલપુર તરફ જઈ રહ્યાં હતા ત્યારે ફુલ સ્પીડમાં આવી રહેલી કારે આ વાહનને ટક્કર મારતા માતા અને પુત્રી બન્ને વાહન પરથી નીચે પડયા હતા,જેમાં માતા અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી,માતાને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા.સાથે વાહન પર બાળક હતુ તેને પણ મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હિટ એન્ડ રન કાયદો શું છે હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ફરી રફતારના રાક્ષસોનો કહેર જોવા મળ્યો છે,જેમાં કારની ટક્કરે મહિલા પોલીસકર્મીનું મોત થયું છે.આ અકસ્માત ડફનાળા રિવરફ્રન્ટ પર થયો હતો જેમાં કાર ચાલકે મહિલાને ટક્કર મારતા પોલીસમાં ફરજ બજાવતી મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતુ,ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથધરી હતી,મહિલાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પોલીસે રીવરફ્રન્ટના સીસીટીવીના આધારે કારચાલકની શોધખોળ હાથધરી છે.
મહિલા પોલીસ કોન્સ્ટેબલ શારદાબેનનું મોત
આ મહિલા પોલીસ કોન્સ્ટેબલની વાત કરવામાં આવે તો તેઓ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને બંદોબસ્તમાંથી પરત ફરી રહ્યાં હતા તે વખતે આ અકસ્માત સર્જાયો હતો,કાર ચાલક ફુલ સ્પીડમાં હતો અને તેણે મહિલાને ઉડાવ્યા હતા જેના કારણે માથાના ભાગે તેમને ઈજા પહોંચી હતી અને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતુ,ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
6 સપ્ટેમ્બર 2024ના રોજ પણ એસજી હાઈવે પર બની અકસ્માતની ઘટના
એક્સિડન્ટ ઝોન બની રહેલા એસજી હાઇવેના સર્વિસ રોડ પર કારચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધા બાદ રોકાવાને બદલે ભાગવા લાગ્યો હતો. ટુ વ્હીલર ચાલકે તેનો પીછો કરતાં કારચાલકે ફરીથી પ્રહલાદનગર નજીક તેને ટક્કર મારી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત ટુ વ્હીલર ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસે કારચાલકને ઝડપી લેવા કવયાત શરૂ કરી હતી.અમદાવાદના એસજી હાઈવેને કાર ચાલકો પ્લેનનો રન-વે સમજીને ચલાવતા હોય છે પરંતુ કયારેક આ પ્રકારની સ્પીડ જીવલેણ સાબિત થતી હોય છે.
16 સપ્ટેમ્બર 2024ના રોજ પણ એસજી હાઈવે પર બની અકસ્માતની ઘટના
અમદાવાદ ગોતા બ્રિજ નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ટુ વ્હીલર ચાલક પુત્રી અને તેમની માતા કે જેઓ એસજી હાઈવે તરફથી વેજલપુર તરફ જઈ રહ્યાં હતા ત્યારે ફુલ સ્પીડમાં આવી રહેલી કારે આ વાહનને ટક્કર મારતા માતા અને પુત્રી બન્ને વાહન પરથી નીચે પડયા હતા,જેમાં માતા અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી,માતાને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા.સાથે વાહન પર બાળક હતુ તેને પણ મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
હિટ એન્ડ રન કાયદો શું છે
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.