Ahmedabadમાં સ્ટેટ GST વિભાગના વટવામાં દરોડા, વેપારીઓમાં ફફડાટ

Jan 23, 2025 - 11:00
Ahmedabadમાં સ્ટેટ GST વિભાગના વટવામાં દરોડા, વેપારીઓમાં ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં સ્ટેટ GST વિભાગે વટવામાં દરોડા પાડ્યા. સ્ટેટ GST વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો. વિભાગ દ્વારા વટવા GIDCમાં વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. સ્ટેટ GST વિભાગે અચાનક રેડ પાડી વેપારીઓની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજ જપ્ત કર્યા.

સ્ટેટ જીએસટી વિભાગના દરોડા

શહેરના વટવા GIDCમાં 3થી 4 વેપારીઓના ત્યાં દરોડા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. વિભાગે અમદાવાદમાં અચાનક કામગીરી હાથ ધરતાં કેમિકલના ઉત્પાદકના 2 એકમ પર અને કેમિકલની ખરીદી કરનારા બે ટ્રેડર્સને ત્યાં પણ દરોડા પાડ્યા. સ્ટેટ GST વિભાગ દ્વારા મંગળવાર સવારથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન હિસાબી સાહિત્ય જપ્ત કર્યા. હાથ ધરાયેલ દરોડામાં અત્યાર સુધી વધુ કોઈ મોટી રકમ કે રોકડ મળી હોવાના સમાચાર સામે આવ્યા નથી. જો કે પ્રાપ્ત કરેલ હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવશે. તેના બાદ વેપારીઓએ કરચોરી કરી છે કે કેમ અથવા કઈ કઈ જગ્યા પર રોકાણ કર્યું છે તેના ખુલાસા થશે. જો કરચોરી કરી હોવાનું સામે આવશે તો નિયમ મુજબ વેપારીઓ સામે પગલાં લેવામાં આવશે.

બિલ્ડરો અને વેપારીઓ પર સ્ટેટ GST વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી. વધુ નફો રળતા વેપારીઓ અને બિલ્ડરો ટેક્સ ચૂકવવામાં બેદરકાર રહેતા હોય છે. ટેક્સ ના ચૂકવવો પડે માટે પોતાના હિસાબમાં ખોટી માહિતીની રજૂઆત કરતા હોય છે. આથી જ કરચોરી કરનારા વેપારીઓ માટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું.

9 શહેરમાં પાડ્યા હતા દરોડા

અગાઉ ડિસેમ્બર મહિનામાં સ્ટેટ GST વિભાગ દ્વારા સપાટો બોલાવાયો હતો. ડિસેમ્બર મહિનામાં સ્ટેટ GST વિભાગે રાજ્યમાં 9 શહેરમાં 43 વેપારીઓને ત્યાં દરોડા અભિયાન હાથ ધર્યું હતું. આ દરોડામાં વેડીંગ ગારમેન્ટ્સ ઈન્ડસ્ટ્રી સહિત મોટા વેપારીઓને પણ સાણસામાં લીધા હતા. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ, નવસારી, મહેસાણ, આણંદ, નડિયા અને અમરેલીમાં પાડવામાં આવેલ દરોડામાં સ્ટેટ જીએસટી વિભાગે 6.70 કરોડની કરચોરી ઝડપી. ત્યારે આજે ફરી સ્ટેટ જીએસટી વિભાગ એકશનમાં આવતા વટવામાં દરોડા પાડ્યા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0