Ahmedabadમાં મહિલા PI સાથે છેતરપિંડી: ઇન્સ્યોરન્સ પોલિસીના નામે 5.43 લાખ ગૂમાવ્યા

Aug 29, 2026 - 09:30
Ahmedabadમાં મહિલા PI સાથે છેતરપિંડી: ઇન્સ્યોરન્સ પોલિસીના નામે 5.43 લાખ ગૂમાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેમાં હવે સામાન્ય નાગરિકોની સાથે કાયદાનું પાલન કરાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ભોગ બની રહ્યા છે. અમદાવાદમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) કવિતા બ્રહ્મભટ્ટ પોતે સાયબર ઠગોની જાળમાં ફસાયા છે. ભેજાબાજ ઠગ દ્વારા ઇન્સ્યોરન્સ પોલિસી રિન્યુઅલ કરવાના બહાને તેમની સાથે રૂ. 5.43 લાખની મોટો છેતરપિંડી આચરવામાં આવી છે.

પોલિસી બંધ કરાવવા અને GSTના નામે રૂપિયા પડાવ્યા

સમગ્ર ઘટનાની વિગત મુજબ, ગઢીયા નામના શાતિર ઠગે મહિલા PI કવિતા બ્રહ્મભટ્ટનો સંપર્ક કર્યો હતો અને તેમની ઇન્સ્યોરન્સ પોલિસી બંધ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ પોલિસી બંધ કરવાની પ્રક્રિયા, પ્રોસેસિંગ ફી અને જીએસટી (GST) ચૂકવવાના નામે ઝાંસો આપીને આરોપી ગઢીયાએ અલગ-અલગ તબક્કે કુલ રૂ. 5.43 લાખની રકમ પોતાની જાળમાં ફસાવીને પડાવી લીધી હતી.

સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ શરૂ કરી

પોતાની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ મહિલા PI કવિતા બ્રહ્મભટ્ટે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને જે બેંક એકાઉન્ટ્સમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેના ડેટા અને કોલ ડિટેલ્સના આધારે આરોપી ગઢીયા સહિતના સાયબર ઠગોને પકડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0